કારેલાનું શાક તો બધાને ભાવે છે અને બધા બનાવે પણ છે પણ શું તમે ક્યારે પણ કારેલાનું અથાણું . એ અથાણામાં ઘણા બધા મસાલા નખાય છે જેથી આ ચટપટા બની જાય છે. ઘણા એવા લોકો પણ હોય છે જેને કારેલાનું શાક જરાય નથી ભાવતું એવા લોકો માટે આ અથાણું ખુબજ બેસ્ટ છે. પૌષ્ટિક પણ એટલુજ અને યમ્મી પણ એટલુજ. તો હવે બાળકો કે ઘણા બધાજ સદસ્યો ને જરૂર ચખાડ્જો આ નવી વેરાઈટી..
આવો જાણીએ કારેલા અથાણાની રેસીપી
સમય- 3-4 દિવસ
સામગ્રી
- 1 કિલો કારેલા
- 2 ચમચી મીઠા
- 2 ચમચી હળદર
- 1 ચમચી સૂંઠ
- 1/4 કપ મર્ચા પાવડર
- 1/4 કપ શેકેલી અજમા
- 2 ચમચી વરિયાળી શેકેલા પાવડર
- 2 કપ લીંબૂનો રસ
- 1 કાંચની બરણી
આવી રીતે બનાવો
કારેલાના કઠણા ભાગ ચાકૂથી કાઢી એને લાંબા લાંબા કાપી નાખો. કારેલામાં મીઠું મિક્સ કરી 3-4 કલાક માટે મૂકી દો.
પછી કારેલાને હાથથી દબાવીને નિચોડી લો અને એના બીયડ કાઢી લો. પછી સાફ પાણીથી ધોઈ ફરીથી નિચોડી લો.
હવે મસાલામાં નીંબૂના રસ મિક્સ કરો. જેથી એ ભીનું થઈ જાય
પછી આ મસાલા કારેલાની અંદર ભરીને દોરાથી લપેટી દો.
એને બરણીમાં ભરી અને લીંબૂના રસ મિક્સ કરી 3-4 દિવસમાટે તડકામાં રાખો અને ત્રણ્-ચાર અઠવાડુયા પછી ખાવો.આ કારેલાના અથાણા તૈયાર થયા પછી એના નાના કટકા પણ કરી શકાય છે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: Aditi V Nandargi