જીવનમાં અથાક મહેનત કરવા છતાં ઘણા લોકોના કિસ્મતમાં ‘સુરજ’ જેવું અંજવાળું થતું નથી, ત્યારે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ ઓછી થતી જાય છે અને માણસ નાસ્તિક બની જાય છે પણ આવું બને એ પહેલા તમને એક દરવાજો બતાવી દઈએ કે, જ્યાં તમારા બંધ કિસ્મતના તાળા ખુલી જશે અને મનની બધી ઈચ્છા પૂર્ણ થશે.

તકલીફથી ઘેરાયેલા હોય, મુશ્કેલી દૂર થવાનું નામ ન લેતી હોય, દર વખતે સારૂ કાર્ય કરવા જાય અને આડે મુશ્કેલી આવી જતી હોય, જેને કિસ્મતનો સાથે મળતો ન હોય એવા લોકો કહેતા હોય છે કે કિસ્મતને તાળું લાગી ગયું છે. તો એ તાળાને ખોલવા માટેની એક જગ્યા વિશેની જાણકારી આજ તમને જણાવી દઈએ.
કિસ્મત ઉપર લાગેલું તાળું ખોલવા માટે એક મંદિર છે, જે એકદમ પરફેક્ટ જગ્યા છે. કાનપુરના બંગાળી વિસ્તારમાં આવેલું કાલી માતા મંદિર કોઇપણ વ્યક્તિના કિસ્મતના બંધ તાળાને ખોલી દે છે. આ મંદિરમાં ભક્તો તાળું અને ચાવી લઈને આવે છે અને એ તાળું-ચાવી માતાજીને ચઢાવે છે એટલે કિસ્મતનું બંધ તાળું ખુલી જાય છે.

- આ રીતે શરૂ થઇ હતી તાળું-ચાવીની પ્રથા…
મંદિરના પુજારી સાથે વાતચીત દરમિયાન એ જણાવે છે કે, અહીં સૌ પ્રથમ એક મહિલા દરરોજ દર્શન કરવા માટે આવતી હતી. એક દિવસ એવું થયું કે એ મહિલા આ મંદિરમાં તાળું અને ચાવી લઈને આવી. એ તાળું ત્યાં એક ઝાડ પર લગાવી રહી હતી. આવું થોડા દિવસો માટે ચાલ્યું. ઘણા લોકોએ આ તાળું લગાવાની ઘટના જોઈ અને તે મહિલાને પૂછ્યું ત્યારે તેને કહ્યું કે, માતા એ સપનામાં દર્શન આપ્યા હતાં અને તેને એક તાળું ઝાડને લાગવાનું કહ્યું એટલે મનની બધી ઈચ્છા પૂરી થશે.

આ પછી થોડા વર્ષો પછી એ તાળું ત્યાંથી ગાયબ થઇ ગયું અને એ તાળું ખોલીને એ મહિલા ત્યાંથી લઈ ગઈ હતી. અને તેને દીવાલ પર લખી નાખ્યું હતું કે, મારી મુરાદ પૂરી થઇ ગઈ છે એટલે તાળું અહીંથી લઇ જાવ છું. આ ઘટના પછી આ મંદિરમાં તાળું લગાવની પરંપરા શરૂ થઇ.

આજે પણ અહીં તાળું ટેક રૂપે મુકવાની ઘટના રોજ જોવા મળે છે. શ્રદ્ધાળુઓ આ મંદિરમાં આવીને માતા કાલીને ધૂપ-દીપ અગરબતી કરીને આનંદથી તાળું લગાવે છે અને મનની મુરાદ પૂરી કરે છે. જેવું કામ પૂર્ણ થાય કે તરત જ દીવાલ પર લખી નાખવાનું હોય છે કે મુરાદ પૂરી થઇ ગઈ છે. અને તાળું ખોલી નાખવાનું હોય છે. આ મંદિર એક એવી પ્રસિદ્ધ જગ્યા બની ગઈ છે કે, અહીં લોકો દૂર-દૂરથી કિસ્મતના બંધ તાળાને ખોલવા માટે આવે છે.

આ મંદિર આમ તો પ્રાચીન મંદિર છે પરંતુ આ મંદિર વિશેની કોઈ ચોક્કસ માહિતી આજ સુધી મળી નથી. ઉપરાંત મંદિર કોને અને ક્યારે બનાવ્યું એ પણ માહિતી નથી. સાથે આ મંદિરમાં એવું પણ જોવા મળે છે કે ભક્તોની તેની મનોકામના પૂર્ણ થઇ જાય એટલે એ તરત જ તાળું ખોલવા માટે આવે છે.
અવનવી રોચક માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં. અહીં અમે માહિતીનો ખજાનો પોસ્ટ કરતા રહીએ છીએ.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel