ટ્રમ્પને લઈને કૈલાશ ખેરે કહ્યું કઈ આવું, જાણીને ચોંકી ઉઠશો

દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે 24 ફેબ્રુઆરી એ ભારતમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે. કેમકે અહી યુએસ ના વડાપ્રધાન ટ્રમ્પ પહેલીવાર આવી રહ્યા છે. મહેમાનગતિ કરવા માટે હંમેશા તૈયાર રહેતા ભારતીયો મહેમાન નવાજીમાં કોઈ ઉણપ ન રહે તે માટે ગમે તેટલો ખર્ચ કરતા પણ અચકાતા નથી. મોટાભાગે તો બધી જ તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. હવે બસ ટ્રમ્પ આવે એટલી જ વાર. ટ્રમ્પના સ્વાગત માટે ઘણી બધી મોટી મોટી હસ્તીઓ ને બોલાવવા માં આવી છે, તેમાંથી એક કૈલાશ ખેર પણ છે. કૈલાશ ખેર ટ્રમ્પ ના સ્વાગત માટે ગીત ગાશે. એટલું જ નહી તેણે ટ્રમ્પ ના સ્વાગત માટે એક ખાસ પર્ફોમન્સ પણ તૈયાર કર્યું છે.

તમને જણાવી દઈએ કે કૈલાશ ખેર ટ્રમ્પના સ્વાગતમાં નમસ્તે નામનું ગીત ગાવાના છે. પોતાના પર્ફોમન્સ વિશે વાત કરતાં કૈલાશે કહ્યું હતું કે, “જય જયકાર સ્વામી દેના સાથ હમારા” પર્ફોમન્સની શરૂઆત કરશે અને ‘અગડ બમ-બમ લહિરી’ સાથે સમાપ્ત થશે. કૈલાશે આગળ ટ્રમ્પ સાથે ડાન્સ કરવાની વાત કરી. તેણે કહ્યું, ‘જો મારું બસ ચાલશે, તો હું પણ તેમને (ટ્રમ્પ) આ ગીત (‘અગડ બમ-બમ લહિરી) પર ડાન્સ કરીશ.’

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

BhaktarNagar #durgapur #westbengal

A post shared by Kailash Kher (@kailashkher) on

આ સાથે જ આપને જણાવી દઈએ કે કૈલાશ ખેર ગુજરાતના અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પોતાનું પર્ફોમન્સ આપવા જઇ રહ્યો છે. તે ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ છે, જેમાં 1.25 લાખ લોકોનો સમાવશે થશે. તેમાં 22 કિમી લાંબો રોડ શો થવાનો છે.

 બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે વાત કરીએ તો તે  2 દિવસના ભારત પ્રવાસ માટે આવી રહ્યાં છે. આ પ્રસંગે ટ્રમ્પ આગ્રામાં તાજમહેલની પણ મુલાકાત લેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વેપાર અને અન્ય મુદ્દાઓ પર વાત કરશે.  

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment