નાના હોઈ કે મોટા દરેક લોકો બીમાર જરૂર પડતા હોઈ છે. કોઈ કોઈને તો ઘરમાંથી દવાખાના ના ખર્ચા ઓછા થતા જ નથી. રોજ ડોક્ટર પાસે જવું પડતું હોઈ છે. એવામાં તમારે થોડું ધ્યાન તમારા ખોરાક પર પણ આપવું જરૂરી છે. જો તમે તમારા સ્વસ્થ્ય અને ખાણી-પીણી પર બરાબર ધ્યાન નહી આપો તો તમારે વારંવાર દવાખાના ચાલુ જ રહેશે. આયુર્વેદ અનુસાર શરીરના ત્રણ મુખ્ય તત્વ કે પ્રકૃતિ હોય છે. જેમાં વાત, પિત્ત અને કફનો સમાવેશ થાય છે. શરીરમાં જ્યારે આ તત્વોનું સંતુલન ખરાબ થઈ જાય છે તો વ્યક્તિ બીમાર પડે છે.
દિવસભરના થાકના કારણે ઘણીવાર આપણે રાત્રે જે હાજર હોય છે તે ભોજન કરી લઈએ છીએ. સવારનો નાસ્તો હેલ્ધી હોય તે વાતનું ધ્યાન આપણે રાખીએ છીએ પરંતુ ડિનર માટે એટલું વિચારતા નથી. આયુર્વેદની માનીએ તો સવારનો નાસ્તો હોય તે ડિનર ભોજન સંબંધીત કેટલાક નિયમોનું ધ્યાન અચૂક રાખવું જોઈએ. આ નિયમોનું પાલન કરનાર ક્યારેય બીમાર પડતા નથી. આજે અમે તમને અમુક આયુર્વેદિક નિયમો વિષે જણાવીશું જેનું પાલન કરવાની તમારે દવાખાનાની જરૂર ક્યારેય નહી પડે. આવો જાણીએ આ નિયમો વિશે ..
- આયુર્વેદમાં જણાવાયું છે કે ભૂખ હોય તેના કરતાં અડધું જ ભોજન કરવું જોઈએ.
- ભોજન હંમેશા તાજુ બનાવેલું હોવું જોઈએ. તેનાથી પાચન બરાબર થાય છે.
3. ભોજનમાં ખાંડના ઉપયોગને બદલે ગોળ કે મધનો ઉપયોગ કરો.મેંદાને બદલે દલિયાનું સેવન કરવાનો આગ્રહ રાખવો.
4. આદુનો નાનો ટુકડો લઈ તેને તવા પર શેકી અને તે ઠંડો થાય પછી તેના પર સિંધવ નમક લગાવી રાખી દો. આ આદુને ભોજન કરો તેની 5 મિનિટ પહેલા ખાઈ લેવો. તેનાથી ભુખ વધારે લાગે છે અને પાચન પણ સારી રીતે થાય છે.
5. જંક ફૂડમાં સોડિયમ, ટ્રાંસફેટ અને શર્કરા પણ હોય છે જેને ખાવાથી દૂર રહેવું જોઈએ. માર્કેટમાં મળતા સોફ્ટ ડ્રિંક્સથી પણ દૂર રહેવું જોઈએ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team