જો તમે ઘરે વિવિધ પ્રકારનાં દહીં બનાવવાની ઇચ્છા ધરાવતા હોવ જેમાં સ્વાદ, ટેક્સચર અને સુગંધ અલગ હોય, તો અમે તમને ત્રણ યુક્તિઓ જણાવી રહ્યા છીએ.
જો તમને પૂછવામાં આવે કે તમે બજારમાંથી કેટલી વાર દહીં ખરીદો છો, તો તેનો જવાબ શું હશે? ઘણી વાર આપણે બજારમાંથી લાવેલા દહીંથી આપણું કામ ચલાવીએ છીએ. ભારતીય ખાવામાં દહીંનું ખૂબ મહત્વ છે અને તેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. આવી સ્થિતિમાં, દર વખતે બજારમાંથી દહીં લાવવું યોગ્ય નથી. ઘણાં ઘરોમાં દહીં બનાવવાની પ્રક્રિયા એકસરખી હોય છે અને ઘણી વાર એવી ફરિયાદ કરવામાં આવે છે કે બજારની જેમ ગાઢું દહીં જામતું નથી. જો તમારી દહીં બનાવવાની રીત એકસરખી છે, તો પરિણામ પણ સમાન હશે.
જો તમે વિવિધ પ્રકારનુ દહીં જમાવવા માંગતા હો અને ઘરે દરેક વાનગી અનુસાર યોગ્ય દહીં મેળવવા માંગતા હો, તો અમે તમને ત્રણ જુદી જુદી યુક્તિઓ જણાવીએ છીએ જેના દ્વારા તમે ત્રણ જુદા જુદા પ્રકારના દહીં બનાવી શકો છો.
1. ગાઢું દહીં જમાવવા માટે અપનાવો આ યુક્તિ
ગાઢું દહીં બનાવવાની એક ખાસ યુક્તિ છે અને તે છે દૂધના તાપમાન પર નજર રાખવી. જો તમે ઇચ્છતા હોવ તો દહીં ગાઢું બને તો તમારી આંગળીથી દૂધનું તાપમાન માપો. દહીં ને જમાવા માટે દૂધનું તાપમાન હળવું હોવું જોઈએ. ન તો ખૂબ ઠંડું અને ન તો ગરમ.ગાઢું દહીં ફક્ત હળવા તાપમાને જ થીજે છે. આ સાથે, તમારે દૂધ અને દહીંના મેળવણને પણ યોગ્ય રાખવું પડશે. જો તમે અડધા લિટર દૂધમાં દહીં સેટ કરવા જઇ રહ્યા છો, તો પછી તેમાં એક નાની ચમચી દહીં નાખો અને તેને ઝડપથી મેળવી લો,જો તમે વધુ દહીં ઉમેરો છો, તો તે ગાઢું નહીં થાય પરંતુ પાતળુ દહીં થીજી જશે.
આ યુક્તિમાં, ધ્યાનમાં રાખો કે જો તમે કોઈ પણ ઋતુમાં દહીં થીજાવી રહ્યા છો, તો નવશેકા દૂધ સિવાય કંઇ ગરમ ન હોવું જોઈએ. ન તો વાસણો, ન કાપડ દહીંને ઢાંકવાનું વાસણ કે ન ચમચી. એકવાર દહી થીજી જાય એટલે તેને થોડો સમય ફ્રિજમાં રાખો. આ દહીંને ગાઢું બનાવશે.
2. હંગ કર્ડ બનાવવા માટે આ યુક્તિને અનુસરો
હંગ કર્ડ બનાવતી વખતે તમારે કાપડની સંભાળ રાખવી પડશે. અલબત્ત, જો તમે હંગ કર્ડ બનાવવા જઇ રહ્યા છો, તો પછી થોડું પાણી વાળું દહીં વાપરવું પડશે, પરંતુ જો કપડા કે જેમાં દહીં બાંધવાનું છે તે કોટન ને બદલે મસમલનો છે, તો લટકાવેલ દહીંનુ ટેક્સ્ચર પણ વધુ નરમ અને ક્રીમી બની જશે.
હંગ કર્ડ નો ઉપયોગ દહીં અને યોગર્ટ બનાવવા માટે કરી શકાય છે. આ સિવાય હંગ કર્ડ વાળ માટે પણ ખૂબ જ સારુ છે. જો તમારે દહી કબાબ બનાવવાની ઇચ્છા હોય તો હંગ કર્ડ શ્રેષ્ઠ ઉપાય છે.
આ બનાવવા માટે, એક ઊંડા કન્ટેનર પર ચાળણી મૂકો અને પછી તેમાં મસમલનું કાપડ ફેલાવો. તેના પર દહીં નાખો. પનીર આપણે જેવી રીતે નીચોવીએ છે તેવી રીતે દહીં નીચોવવું જોઈએ, પરંતુ ધ્યાનમાં રાખો કે દહી ખૂબ નરમ હશે તેથી તેને હળવા હાથથી નીચોવો. હવે તેને આ રીતે 30-40 મિનિટ રાખો જેથી શક્ય તેટલું પાણી બહાર આવે. જો તમે ઇચ્છો તો તમે કપડાને ક્યાંક લટકાવી પણ શકો છો. તે પછી તમે તેને 4-5 કલાક માટે ફ્રિજમાં રાખો.હંગ કર્ડ તૈયાર છે.
૩. જો પાતળુ અને ગંઠાયેલા દહીં જમાવવું હોય તો
આ માટે આપણે એકદમ વિપરીત પ્રક્રિયા કરવી પડશે જે આપણે જાડા દહીંને સેટ કરતી વખતે કરી હતી. એટલે કે, આ સાથે દૂધનું તાપમાન થોડું વધારે હોવું જોઈએ(ખૂબ ગરમ નહીં),જો તમારે અડધો લિટર દૂધ નુ દહીં બનાવવું હોય, તો લગભગ બે ચમચી દહીં ઉમેરો.
લસ્સી વગેરે માટે વધારે પાણી અને ગંઠાયેલું દહીં વાપરી શકાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “દહીં જમાવતી વખતે ફક્ત આ 3 યુક્તિઓને ધ્યાનમાં રાખો, તમને મળશે ત્રણ જુદા જુદા પ્રકારના દહીં”