શું તમે એવા 6 આંતરરાષ્ટ્રીય સ્થળો વિશે જાણો છો જ્યાં ભારતથી માત્ર 5 કલાકમાં પહોંચી શકાય છે.ભારતમાં એક શહેરથી બીજા શહેર વચ્ચેનું અંતર પણ આના કરતા ઘણું વધારે હોઈ શકે છે. આજે અમે તમને આવા જ વિદેશી સ્થળો વિશે જણાવીએ છીએ.
હનીમૂન હોય કે પછી સોલો ટ્રાવેલ, જીવનમાં દરેક વ્યક્તિના મનમાં એક વાર વિદેશ પ્રવાસની ઈચ્છા ચોક્કસ જાગે છે. પરંતુ કલાકો અને દિવસની લાંબી મુસાફરી અને ખર્ચાઓ ક્યારેય આ સપના સાકાર થવા દેતા નથી. શું તમે એવા 6 આંતરરાષ્ટ્રીય સ્થળો વિશે જાણો છો જ્યાં ભારતથી માત્ર 5 કલાકમાં પહોંચી શકાય છે. ભારતમાં એક શહેરથી બીજા શહેર વચ્ચેનું અંતર પણ આના કરતા ઘણું વધારે હોઈ શકે છે. ચાલો આજે તમને આવા જ વિદેશી સ્થળો વિશે જણાવીએ.
Photo: Getty Images
2 કલાકમાં નેપાળ
નેપાળ એ માત્ર ભારતની સૌથી નજીકનો દેશ જ નહી, પરંતુ વિદેશી પ્રવાસો માટે એક સસ્તું સ્થળ પણ છે. બરફથી ઢંકાયેલા ઉંચા શિખરો અને લીલાછમ જંગલો નેપાળને ખાસ બનાવે છે, જ્યાં તમે શાંતિની થોડી ક્ષણો વિતાવવા માટે જઈ શકો છો. રાજધાની દિલ્હી સ્થિત એરપોર્ટથી નેપાળની હવાઈ યાત્રા ફક્ત બે કલાકની છે.
સાડા 3 કલાકમાં દુબઈ
દુબઈમાં તમને તે દરેક સુવિધા મળશે જેની જરૂર એક પ્રવાસીને હોય છે. દુબઈ જોવમાં સૌથી લક્ઝરી શહેર લાસ વેગાસ જેવું લાગે છે. અહીંની ડેઝર્ટ સફારી, પ્રાઇવેટ આઇલેન્ડ અને મિશલિન સ્ટાર્ડ રેસ્ટોરન્ટ જેવો અનુભવ તમને ભાગ્યે જ ક્યાંક મળશે. નવી દિલ્હી એરપોર્ટ પરથી ફ્લાઈટ લઈને ફક્ત 3 કલાક 35 મિનિટમાં દુબઈ પહોંચી શકાય છે.
4 કલાકમાં માલદીવ
હનીમૂન પર જનારા ભારતીયો માટે માલદીવ સૌથી મનપસંદ આંતરરાષ્ટ્રીય સ્થળ છે. તાજેતરમાં, ઘણા બોલિવૂડ સેલિબ્રિટીઓએ માલદીવમાં તેમની મજેદાર રજાઓનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સમુદ્રતટ અને આઈલેન્ડ પર રોમેન્ટિક પળોનો આનંદ માણનારાઓને આ જગ્યા ખૂબ જ પસંદ આવે છે. નવી દિલ્હીથી ફ્લાઈટ લઈને તમે માત્ર 4 કલાકમાં માલદીવ પહોંચી શકો છો.
સાડા 4 કલાકમાં સિંગાપોર
સિંગાપોરના આઈલેન્ડનો સુંદર નજારો ખરેખર તમને ચોંકાવી દેશે. એડવેન્ચર લવર્સ, લક્ઝરી સીકર્સ, ફોટોગ્રાફરો, આર્ટિસ્ટ અને બેકપેકર્સને સિંગાપોર ખૂબ ગમે છે. બીજા અન્યરાષ્ટ્રીય સ્થળોની સરખામણીમાં સિંગાપોર ભારતીયોને સસ્તું પણ પડે છે. તેથી, તમે સિંગાપોરમાં એક લોંગ ટ્રીપની પ્લાનિંગ પણ કરી શકો છો. દિલ્હીથી સિંગાપુરની હવાઈ મુસાફરી માત્ર સાડા ચાર કલાકની છે.
Photo: Getty Images
સાડા 4 કલાકમાં સેશેલ્સ
સુંદર સમુદ્રી બીચ, સુંદર કોરલ રીફ અને પ્રકૃતિનો અદભૂત નજારો સેશેલ્સની સુંદરતાનું વર્ણન કરે છે. સેશેલ્સ એ એવા સ્થળોમાંનું એક છે જે સમગ્ર વિશ્વમાં પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષિત કરે છે. જો ક્યારેય અહીં આવવું હોય તો સૌથી મોટા આઈલેન્ડ ‘મિસ વિઝિટિંગ માહે’ની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. જે અહીંના સુંદર આઈલેન્ડની યાત્રાનું કેન્દ્ર પણ છે. ભારતથી ફ્લાઈટ લઈને માત્ર સાડા ચાર કલાકમાં સેશેલ્સ પહોંચી શકાય છે.
4 કલાકમાં થાઈલેન્ડ
થાઈલેન્ડ હંમેશાથી પ્રવાસીઓનું ફેવરિટ રહ્યું છે. અહીં પ્રકૃતિનો અદ્ભુત નજારો તમને પાછા ફરવા નહીં દે. ભારતીયોને પણ થાઈલેન્ડ ખૂબ પસંદ છે, તેથી જ દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા આવે છે. જો તમારા મનમાં થાઈલેન્ડ જવાની ઈચ્છા જાગી રહી હોય, તો આ સુંદર સ્થળ દિલ્હી એરપોર્ટથી ફક્ત 4 કલાક દૂર છે.
Photo: Getty Images
સવા ત્રણ કલાકમાં ઓમાન
ઓમાનની સલ્તનતમાં દરેક પ્રવાસી માટે એક સરપ્રાઈઝ છુપાયેલું હોય છે. અહીંનો સુંદર નજારો, શાંત વાતાવરણ અને વર્લ્ડ ક્લાસ રિસોર્ટ જોઈને લોકો ઓમાન ફરવા માટે મજબૂર થઈ જાય છે. ઓમાન આવ્યા પછી અહીંના પારંપરિક પહાડી ગામ મિસ્ફત અલ અબ્રયિન, જેબેલમાં હાઇકિંગ અને મસ્કટના મ્યુઝિયમ, દરિયાકિનારા અને પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. નવી દિલ્હી એરપોર્ટથી મસ્કટ એરપોર્ટનું અંતર માત્ર સવા ત્રણ કલાકનું છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ભારતથી ફક્ત 5🧑✈કલાક દૂર આવેલા છે આ 6 આંતરરાષ્ટ્રીય સ્થળો, ઓછા💲ખર્ચે ફોરેન ટુર ઇચ્છતા હોય તો ચોક્કસ મુલાકાત લો”