જુડવા ધીરજ અને દિનકરે જુડવા બહેન રીમા અને રીના સાથે દક્ષિણ ભારત ના કેરળ માં આવેલ ત્રિસુર માં ઝેવિયર્સ ચર્ચ માં લગ્ન કર્યા. તેમના પેજ બોય્સ અને ફ્લાવર ગર્લ્સ પણ જુડવા હતા.
ડેલી મેલ અનુસાર, ધીરજ અને દિનકરે નિર્ણય લીધો હતો કે તેઓ જુડવા છોકરીઓ સાથેજ લગ્ન કરશે. ૫ વર્ષ રાહ જોયા બાદ તેમની શોધ પૂરી થઇ રીમા અને રીના ના રૂપ માં.
વર્તમાનમાં આઈટી ( IT ) માં કામ કરવાવાળા બન્ને છોકરાઓ એક જેવા કપડા પહેરી અને એક સમાન કામ કરતા મોટા થયા છે.
જુડવા ભાઈ દિનકરે ડેલી મેલ ને જણાવ્યું કે,” આટલુજ નહી પણ મેટ્રિક ની પરીક્ષામાં પણ અમે એક સમાન અંક પ્રાપ્ત કર્યા હતા. કોલેજ થી ગ્રેજુએશન પત્ય પછી અમે એકજ કમ્પની ( HCL ) માં નોકરી કરી.
જયારે લગ્નની વાત આવી તો તેમને વિચાર્યું કે મેટ્રિમોનીય્લ સાઈટ્સ પર ગોતી શકાય છે અને જો થાય તો સમાચાર પત્રો ની મદદ લઇ શકાય, પણ તે જેવું વિચાર્યું એટલું સરળ નહતું.
રીમા અને રીના બન્ને નર્સ ની નોકરી કરી રહી છે અને ત્રણ વર્ષથી જુડવા પતિઓ ની શોધ કરી રહી હતી.આખરે એક મેટ્રિમોનીયલ પોર્ટલ ના જરીએ બે જુડવા યુવક અને યુવતીઓ એકબીજા ને મળી ગયા.
યુવકોએ જણાવ્યું,”જયારે અમે રીના અને રીમાથી મળ્યા તો લાગ્યું કે અત્યાર સુધીની ખોજ જે હતી તે આજ હતી. સૌભાગ્ય થી તેઓ પણ અમને મળયા બાદ આવુજ અનુભવ કરી રહ્યા હતા.”
વાત જુડવા પૂજારીઓની કરીએ તો તેમને પહેલાજ જુડવા પુજારી રેજી અને રોજી સાથે મુલાકાત કરી લીધી હતી, પણ તેઓ ઘણા વ્યસ્ત રહ્યા અને આખરે આ લગ્ન કરવા માટે આશરે ૧૦૦ મિલ નો સફર કરી ચેન્નાઈ થી ત્રિસુર આવવું પડ્યું હતું.
ધીરજે કહ્યું,” અમને પોતાના લગ્ન ને સફળ કરવા માટે પુજારીઓ ના આવવા ની મહિનો સુધી રાહ જોઈ.”
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર….
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR: ADITI NANDARGI