જો તમે પણ જન્માષ્ટમી માં વ્રત રાખ્યો છે તો જાણી લો આ વાતો

જ્યારે જ્યારે ધરતી પર ધર્મનો પતન હોય છે ત્યારે ત્યારે ભગવાન માણસના રૂપમાં ધરતી પર અવતાર લે છે. કૃષ્ણ આઠમ તિથિ એટલે કે જન્માષ્ટમીએ ભગવાન વિષ્ણુએ કૃષ્ણ રૂપમાં અવતાર લીધું. આ દિવસે ભગવાન પૃથ્વી પર આવ્યા હતા. તેથી આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમીના રૂપમાં ઉજવાય છે. આ દિવસે બધા લોકો 12 વાગ્યા સુધી વ્રત રાખે છે. આવો જાણી કેવી રીતે કરાય છે વ્રતની તૈયારીઓ અને શું છે નિયમ?

Image result for janmashtami fasting
મથુરા વૃંદાવન સાથે ઉત્ત્ર પ્રદેશના કેટલાક ક્ષેત્રોમાં કૃષ્ણજન્મનો ન નહી પણ કૃષ્ણ જન્મોત્સવનો વ્રત રાખે છે. અહીં અષ્ટમીની સાથે નવમી વ્યાપિની તિથિમાં પણ વ્રત રખાય છે .

આ છે નિયમ
-જન્માષ્ટમીના વ્રતથી પહેલા રાત્રે હળવું ભોજન કરવું અને આવતા દિવસે બ્રહ્મચર્યના પૂર્ણ રૂપથી પાલન કરવું જોઈએ એવી માન્યતા છે.
-ઉપવાસના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કાર્યથી નિવૃત થઈ ભગવાન કૃષ્ણનો ધ્યાન કરવું જોઈએ.
-ભગવાનના ધ્યાન પછી તેના વ્રતનો સંકલ્પ લો અને પૂજાની તૈયારી કરવી જોઈએ.


– આ દિવસે ભગવાન કૃષ્ણને માખણ-મિશ્રી, નારિયેળની બનેલી મિઠાઈનો ભોગ લગાય છે.
– હાથમાં જળ, ફૂલ, ગંધ, કુશ, હાથમાં લઈને મમખિલપાપપ્રશમનપૂર્વક સર્વાભીષ્ટ સિદ્ધયે, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વ્રતમહ કરિષ્યે. આ મંત્રનો જાપ કરવું જોઈએ.
– રાત્રે 12 વાગ્યે ભગવાન નો જન્મ કરવું. ત્યારબાદ તેમને પંચામૃતથી અભિષેક કરવું. તેમને નવા કપડા પહેરાવો અને તેમનો શ્રૃંગાર કરવું જોઈએ.


– ભગવાનના ચંદનના ચાંદલો કરવો અને તેમને ભોગ લગાડો. તેના ભોગમાં તુલસીના પાન જરૂર નાખવા જોઈએ.
– “નંદકે આનંદ ભયો જય કન્હૈયા લાલકી” ભગવાનને હિંડોળાંમાં બેસાડીને હિંચકે ઝૂલાવો જોઈએ.
-ભગવાન કૃષ્ણની ઘીના દીપક અને ધૂપબત્તીથી આરતી કરવી અને રાતભર મંગળ ગીત ગાવું જોઈએ.

આવું ન કરવું
જન્માષ્ટમીના વ્રત રાખનારને એક દિવસ પહેલાથી જ સદાચારનો પાલન કરવો જોઈ. જે આ વ્રત નહી રાખતા તેને પણ આ
દિવસે લસણ, ડુંગળી, રીંગણા, માંસ -મદિરા, પાન સોપારી અને તંબાકૂથી પરહેજ કરવું જોઈએ. વ્રત રાખનારના મનમાં ભગવાન કૃષ્ણના ધ્યાન શરૂથી કરવો જોઈ અને કામભાવ, ભોગ વિલાસથી પોતાને દૂર રાખવું જોઈએ. સાથે જ મૂળ મસૂરદાળના સેવનથી પણ દૂર રહેવું જોઈએ. મનમાં નકારાત્મક ભાવ ન આવવા દો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment