જો તમે પણ આ ફેરનેસ ક્રીમ વાપરો છો તો ચેતી જજો…!!😞😞

તું ગોરી હશે તો જ તારાં લગ્ન થશે, તું ગોરી હશે તો જ તને નોકરી મળશે, મારી વહુ તો ગોરી જ હોવી જોઈએ… આવાં વાક્યો જ્યારે બોલાય છે ત્યારે સામેવાળાને કેટલું ખરાબ લાગતું હશે એનો ખ્યાલ તો આવી જ ગયો હશે. પણ આ એક હકીકત છે, જેને દૂર કરવા માટે છોકરીઓ ઘણી કોશિશ કરી રહી છે. પણ આ કોશિશો દૂર કરતાં-કરતાં ક્યારેક બીજી તકલીફ ઊભી થાય છે જે ક્યારેય દૂર થઈ શકતી નથી.

આ ફેરનેસ ક્રીમ લગાવો તો તમે આટલા દિવસમાં ગોરા થઈ જશો, ફલાણી ક્રીમ લગાડો તો તમે આટલા દિવસમાં ગોરા થઈ જશો; પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધી ક્રીમમાં એવું તો શું છે જે તમને આટલા જલદી ગોરા બનાવી દે છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ફેરનેસ ક્રીમમાં સ્ટેરૉઇડ આવે છે જે તમને આટલા જલદી અને ઓછા સમયમાં ગોરા બનાવી દે છે.

સ્ટેરૉઇડ એક એવી વસ્તુ છે જેને તમે કોઈમાં પણ મિક્સ કરો તો એ એવી રીતે ભળી જાય છે જાણે દૂધમાં સાકર. જે પણ ક્રીમ તમને બે દિવસમાં ગોરા બનાવે છે એ સ્ટેરૉઇડ જ હોય છે. નાણાવટી હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ડર્મેટોલૉજિસ્ટ ડૉ. વિનય સરાફ કહે છે, ‘સ્કિન-લાઇટનિંગ ક્રીમમાં વિટામિન ખ્નું રેટિનો ખ્ હોય છે. એની સાથે સ્કિન-લાઇટનિંગ એજન્ટ જેમ કે હાઇડ્રોક્વિનોન હોય છે. આનાથી થોડું ઇરિટેશન થાય છે એટલે આને રોકવા માટે ક્રીમમાં સ્ટેરૉઇડ નાખવામાં આવે છે

ઇફેક્ટ

સ્ટેરૉઇડની બે ઇફેક્ટ છે. એમાં એક ઇફેક્ટ જલદી આપે છે, જ્યારે બીજી ઇફેક્ટ તમને મોડી મળે છે. જલદી મળતી ઇફેક્ટ છે સ્કિન પર ગ્લો આવવો, પિમ્પલનો પ્રૉબ્લેમ સૉલ્વ થવો. જોકે આ જ સ્ટેરૉઇડની સાઇડ-ઇફેક્ટ પણ છે જે બહુ ખતરનાક છે. એના વિશે જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ અપ્રતિમ ગોયલ કહે છે, ‘સ્ટેરૉઇડની જેટલી પૉઝિટિવ સાઇડ છે એટલી જ નેગેટિવ સાઇડ પણ છે.

સ્ટેરૉઇડને તમે મીઠું ઝેર કહી શકો. એ તમારી સ્કિનને ધીરે-ધીરે ડૅમેજ કરે છે. સ્ટેરૉઇડ તમારી રોગપ્રતિકારક શક્તિને ધીરે-ધીરે ખતમ કરી દે છે જે તમારી સ્કિનને પણ ઇફેક્ટ કરે છે. સ્ટેરૉઇડ પહેલાં તમને સારી ઇફેક્ટ આપે છે. આ ઇફેક્ટ આઠ-દસ દિવસ સુધી હોય છે. સ્ટેરૉઇડની તમને આદત પડી જાય છે; જે સ્કિન માટે સારું નથી હોતું અને પછી એની સાઇડ-ઇફેક્ટ ચાલુ થાય છે જેમાં ઇચિંગ, ઇરિટેશન, સ્કિન લાલ થવી, સફેદ ડાઘ પડવા, ચામડી પાતળી ટિશ્યુ પેપર જેવી થવી, વાળ ઊગવા, ખીલ થવા વગેરેનો સામનો કરવો પડે છે.

સ્ટેરૉઇડ લગાવવાથી સ્કિન ઉપર કેટલાંક ડૅમેજ એવાં થાય છે જે જિંદગીભર રહે છે. એ પછી તમે કોઈ પણ દવા કરો તો પણ તમને અસર કરતી નથી. સ્ટેરૉઇડથી સ્કિન પર થયેલાં ડૅમેજ એવાં છે જે સ્ટેરૉઇડ બંધ કરવાથી પણ એ ડૅમેજને તમે સુધારી શકતા નથી.’ એટલે જેનાથી બચવા માટે આપણે આ ફેરનેસ ક્રીમ લગાવીએ છીએ એ જ આપણને જિંદગીભરનો પ્રૉબ્લેમ આપે છે.

લિમિટેશન

સ્ટેરૉઇડના આઠ ગ્રેડ હોય છે જેમાં સૌથી સસ્તું હોય છે એ સૌથી સ્ટ્રૉન્ગ હોય છે અને જે સૌથી મોંઘું હોય છે એ એકદમ માઇલ્ડ હોય છે. આપણે જે સસ્તી ફેરનેસ ક્રીમ લગાડીએ છીએ એનાં તરત રિઝલ્ટ જોઈને તમે ખુશ થઈ જાઓ છો, પણ આમાં સૌથી સ્ટ્રૉન્ગ સ્ટેરૉઇડ નાખવામાં આવે છે. એનાથી તમને જલદી નિખાર તો મળે છે, પણ પછી એ જ નિખાર બદસૂરતીમાં પલટાઈ જાય છે. એવું નથી કે સ્ટેરૉઇડ ન વાપરવું, પણ એનું પણ એક લિમિટેશન હોય છે જે તમને માત્ર ડર્મેટોલૉજિસ્ટ જ કહી શકે છે.

આજની તારીખમાં ફેરનેસ ક્રીમમાં સ્ટેરૉઇડ બહુ મોટો પ્રૉબ્લેમ બની ગયો છે એમ જણાવતાં ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘આ પ્રૉબ્લેમ બે ટકાથી પંદર ટકા સુધી વધી ગયો છે જે બહુ ચિંતાનો વિષય છે. આનું કારણ એ છે કે આજકાલ છોકરીઓ પર પ્રેશર છે કે તમે ગોરાં હશો તો જ તમારાં લગ્ન થશે, તમને નોકરી મળશે. આ બધાં કારણોના લીધે તેઓ ગમે તે ક્રીમ લગાડે છે. એ પછી તેમને સ્કિન-પ્રૉબ્લેમનો સામનો કરવો પડે છે.

મારી તો એ જ સલાહ છે કે પહેલાં તો કોઈ ફેરનેસ ક્રીમ વાપરવી ન જોઈએ અને જો વાપરો તો ડર્મેટોલૉજિસ્ટની સલાહ વગર ન વાપરવી. એ સિવાય બ્રૅન્ડેડ કંપનીઓની ક્રીમ વાપરી શકો છો. એ બધી એટલી સ્ટ્રિક્ટ ટેસ્ટમાંથી પસાર થાય છે કે એમાં સ્ટેરૉઇડ હોવાનો કોઈ ચાન્સ જ હોતો નથી.’

મુંબઈમાં સ્ટેરોઇડની વિરુદ્ધ લડી રહેલા અને ડર્મેટોલૉજિસ્ટ વિનય સરાફ કહે છે, ‘અમારા અસોસિએશને સ્ટેરૉઇડ વિરુદ્ધ કેસ પણ કર્યો છે. સ્ટેરોઇડ એ પિગ્મેન્ટેશન માટેની ટ્રીટમેન્ટ નથી, પણ ફલાણાએ વાપર્યું એટલે આપણે પણ વાપરીએ એવા લોકોના વર્તનને કારણે સ્ટેરૉઇડ નાખેલી ક્રીમો ખુલેઆમ વેચવામાં આવે છે.

મારું માનવું છે કે આવી ક્રીમ મેડિકલ સુપરવિઝન હેઠળ જ લેવી જોઈએ. એ પણ જનરલ ફિઝિશ્યનના કહેવાથી નહીં, પણ ડર્મેટોલૉજિસ્ટની સલાહ પ્રમાણે. બીજું, સૌથી પહેલાં તો ક્રીમમાં સ્ટેરૉઇડ નાખવું જ ન જોઈએ અને જો નાખેલું હોય તો પૅકેટ પર મેન્શન કરવું જોઈએ કે આમાં સ્ટેરૉઇડ છે.’


ફેરનેસ ક્રીમમાં સ્ટેરૉઇડ હોવાથી ઑપ્શનમાં ડર્મેટોલૉજિસ્ટ તમને જે સ્ટેરૉઇડ-ફ્રી ક્રીમ આપે એ વાપરવી.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment