હનુમાનજી કરશે તમારી દરેક મનોકામના પૂર્ણ, બસ ૭ દિવસ કરો આ ઉપાય

બધા લોકો ઈચ્છતા હોઈ છે કે તેના જીવનમાં ક્યારેય પણ કોઈ પરેશાનીઓ ના આવે. પરંતુ સમય મુજબ દરેકના જીવનમાં ઉતાર-ચડાવ આવે છે. આજે અમે તમને એક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારા જીવનની દરેક પરેશાનીઓ દુર થઈ જશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે.

શનિવારના દિવસે શનિદેવની સાથે સાથે મહાબલી હનુમાનજી નો પણ દિવસ માનવામાં આવે છે, આ દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે, આ દિવસે નોકરી, વેપાર, ધન, વૈભવ થી સંબંધિત તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી શકો છો.

ચાલો જાણીએ શનિવારના દિવસે કયો ઉપાય કરવો

આજે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે તમારે સતત શનિવારથી લઈ ૭ દિવસ સુધી કરવો પડશે, આ ઉપાયને કરવાથી તમારી દરેક મનોકામના પૂરી થશે. તમે શનિવારના દિવસે સૂર્યોદય [પહેલા અથવા સુર્યાસ્ત ના તુરંત પછી કોઈ પણ પીપળાના ઝાડ પાસે ચાલ્યા જાઓ અને સાથે જ થોડી લાલ શાહી અથવા લાલ પેન પણ લઈ જાઓ, થોડું લાલ કપડું અને લાલ કલાવા પણ સાથે લેતા જાઓ, ત્યારબાદ તમને એક દીપકની જરૂરત પડશે અને આ દીપકને જલાવવા માટે ગાયનું ઘી લઈ જાઓ.

આટલું કર્યા બાદ તમે પીપળાના ઝાડ પાસે દીપકની અંદર ગાયનું ઘી નાખી જલાવી દો અને એક વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો. જયારે તમારો પાઠ પૂરો થાય ત્યારે તમે પીપળાના ઝાડમાં લાગેલા એક મોટા પાનમાં તમારી મનોકામના લખી દો. એક વાત યાદ રાખો કે તમે પાન ના તોડતા પરંતુ ડાળપર લાગેલા પાનની અંદર જ તમારે તમારી મનોકામના લખવી પડશે, હવે સાત વાર એક લાલ કલાવા તે પાન પર ઢીલું બાંધી દો. આટલું થયા બાદ તમે તમારા હાથ પર પણ ૭ વાર કલાવા બાંધો.

તમે પીપળાના ઝાડ નીચે બેસી અથવા ઉભા રહી તમારી મનોકામના પૂરી કરવા માટે મંત્ર “ऊँ हृी वट स्वाहा” નો ૧૦૮ વાર જાપ કરો. ત્યારબાદ આ બધા જ કાર્યો પૂર્ણ થઈ જાય ત્યારપછી તમે પીપળાના ઝાડ નીચે એક ચપટી માટીને લાલ કપડામાં બાંધી ઘરે લઈ આવો અને તેને તમારી ધન રાખવાની તિજોરીમાં મૂકી દો. જો તમે આ ઉપાય શનિવારથી લઈ ૭ દિવસ સુધી લગાતાર કરશો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment