દર શનિવારે અને મંગળવારે દેશભરમાં શ્રધ્ધાળુઓ શનિદેવ અને હનુમાનજીનું પૂજન અવશ્ય કરે છે. લાખો ભક્તો બજરંગબલીની ભક્તિભાવથી ધ્યાન-આરતી કરે છે, પૂજાપાઠ કરે છે અને હનુમાન ચાલીસાનો જાપ પણ કરે છે. અહીં એવાં કેટલાંક કામો વિશે તમને અવગત કરાવવાનો આશય છે જે હનુમાનજીની પૂજા-અર્ચના કર્યાં બાદ કામ કરવા જોઈએ.
અમુક એવી કેટલીક ક્રિયાઓ, જેનાથી હનુમાનજીની સીધી કૃપા તમારા પર પડવાની! અહીં એ બાબતો વિશે નીચે લખેલ ફકરાઓ વાંચી લો :
એકટાણું અથવા ઉપવાસ —
ઘણા લોકોને તમે જોતા હશો જે શનિવારના દિવસે એક વખત જ જમે છે અથવા તો ફળાહાર ઉપર રહીને ઉપવાસ પણ કરે છે. બજરંગબલી પ્રત્યે પોતાની નિષ્ઠા દર્શાવવા અને તેમને કૃપાપાત્ર બનવા માટે લોકો આવું કરે છે. ખાસ કરીને એકટાણું તો ઘણા લોકો કરે છે. અઠવાડિયામાં એકવાર આમ કરવાથી પાચનતંત્રને પણ વિશ્રામ મળે છે. આ વખતે ફળાહાર લેવો જોઈએ. અલબત્ત, આ વ્રત પાળવું એ લોકો માટે જ યોગ્ય છે જે ભૂખ્યાં રહી શકતા હોય!
પ્રસાદનું વિતરણ કરો —
દાદાનાં મંદિરોમાં તમે જોતા હશો કે અમુક લોકો ભોગ(પ્રસાદ) ધરીને, પેક કરીને સીધા ઘરે જ લઈ જતા હોય છે. ત્યારે અમુક લોકો હનુમાનજીને પ્રસાદ ધર્યા પછી આસપાસના લોકોમાં તેનું વિતરણ કરી દેતા હોય છે. આ બાબત ઉત્તમ છે. પ્રસાદનું તો વિતરણ જ હોય! આસપાસના લોકોમાં, ખાસ કરીને મંદિરની પાસે બેઠેલા નિરાધારોમાં અને બાળકોમાં તેનું વિતરણ કરી દેવાથી તમારા પર હનુમાનજીની પ્રસન્નતા જ વર્તે છે.
સ્વચ્છતાની જાળવણી —
ઘરમાં હનુમાનજીની મૂર્તિ હોય તો પૂજાપાઠ કર્યા પહેલા તે સ્થાનને સ્વચ્છ કરવું જોઈએ અને પૂજા પછી પણ સ્થાનની સાફસફાઇ યથાવત્ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. જો દાદાને મંદિરે જઈને પૂજતા હો તો ત્યાં બળેલી દિવાસળી, નારિયેળ કે ફૂલ વગેરે જ્યાં ત્યાં ફેંકી દઈને દેવસ્થાનમાં ગંદકી ના કરવી. સ્વચ્છતા સહુને પ્રિય છે : મનુષ્ય કે ઈશ્વર!
રામનામનો જાપ —
આપણે સહુ જાણીએ છીએ કે રામ બિના હનુમાન નહી, હનુમાન બિના નહી રામ! હનુમાનજી રામના બહુ વિખ્યાત ભક્ત હતા. અત: હનુમાનજી સાથે પ્રભુ શ્રીરામનું નામ પણ જરૂર લેવું. રામનામનો જાપ કરવો ઉત્તમ માનવામાં આવે છે.
આ સિવાય પણ અમુક નેક કામો, જેનાથી સદૈવ તમારા પર હનુમાનજીની કૃપા વરસતી રહે છે, એ કરવાં જેવાં છે. જેમ કે ગાયને ચારો આપવો, નિર્ધનને કંઈ નહી તો પેટ ભરાય એટલું ધન આપવું કે બાળકોને મીઠાઈ આપવી!
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team