ગોળની ચીક્કી એ પ્રોટીન થી ભરપૂર, તમને શરદી ઉધરસ થી બચાવશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે

Image source

શિયાળો આવી ગયો છે અને તેની સાથે સરસવ નું શાક, બાજરાનો રોટલો, સૂકા આદુના લાડુ, કાશ્મીરી દમાલુ, ચીક્કી કે ગોળ પટ્ટીની ઋતુ પણ આવી ગઈ છે. આખા દેશમાં શિયાળાના દિવસોમાં ઘણા બધા પારંપરિક ભોજન બનાવવામાં આવે છે તેમાંથી એક છે ચીક્કી કે ગોળ પટ્ટી, જે ખુબજ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે, જેને બનાવવામાં મુખ્યત્વે મગફળી અને ગોળનો ઉપયોગ કરવામાં આવે છે.

તેને ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ચીક્કી ખાવાથી ત્વચા ચમકવા લાગે છે,ડાયાબિટીસને કાબૂમાં રાખે છે અને અહી સુધી કે તેને ખાવાથી હદય સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. ચિક્કીમાં રહેલા મોનોઅનસૈચુરેટેડ ફૈટી એસિડ હદય નું ધ્યાન રાખે છે. જ્યારે વધતી ઉંમરની સાથે મગજ નબળું થવા લાગે છે, ત્યારે તે તેનાથી લડવામાં પણ મદદ કરે છે. તો જો તમે તેને શિયાળામાં તમારા ભોજનનો ભાગ બનાવ્યો નથી, તો અહી જાણો તેને ખાવાના ફાયદા…..

ત્વચાની સમસ્યાઓને દુર રાખે છે :

Image source

જેવો શિયાળો આવે છે તો ત્વચામાં ફેરફાર થવાના શરૂ થઈ જાય છે, તેવામાં તમારે તમારું ગરમીનું રેગ્યુલર સ્કિન કેર રૂટિન છોડીને શિયાળાના હિસાબે ત્વચાને પોષણ આપનારા સ્કિન કેર રૂટિન અપનાવા જોઈએ. ત્વચાની બહારની સંભાળ તો તમે ઘણી રીતે કરી શકો છો, પરંતુ આ સમયે ત્વચાને શરીરની અંદરથી પણ પોષણની જરૂર હોય છે. ચિક્કીમા ઘણા બળતરા વિરોધી ગુણ હોય છે, જે ત્વચાની સમસ્યાઓને દૂર રાખે છે. મગફળીમાં રહેલા વિટામિન ઈ, ઝિંક અને મેગ્નેશિયમ તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકીલી બનાવી રાખે છે.

નર્વસ સિસ્ટમ ને મજબૂત કરે છે:

Image source

આપણું મગજ આપણા શરીરનું પાવર હાઉસ છે જે શરીરને સરળતાથી ચલાવવા માટે આદેશ આપે છે અને બધા નિર્ણય લે છે. તેથી તમે ઇચ્છો છો કે તમારું મગજ શ્રેષ્ઠ રીતે કામ કરતું રહે. પરંતુ વધતી ઉંમરની સાથે મગજ પણ નબળું થવા લાગે છે. સ્વાસ્થ્ય વર્ધક વસ્તુ ખાઈને તમે તમારા મગજને સ્વસ્થ બનાવી રાખો છો. ચિકકીમાં ઘણા એન્ટી ઓક્સિડન્ટ અને ફાઇટો ફેનોલસ જોવા મળે છે, જે મગજની સામાન્ય સમસ્યાઓ જેમકે ડિમેન્શિયા અને અલ્ઝાઇમર સામે લડવામાં તમારી મદદ કરે છે.

શરીરના વિકાસ નું ધ્યાન રાખે છે:

Image source

શિયાળો આવતાં જ આપણી શારીરિક ગતિવિધિઓ જેમકે કસરત, જીમ વગેરે ઘણી ઓછી થઈ જાય છે. જેનાથી આપણા સ્વાસ્થ્ય ના વિકાસ પર અસર પડે છે. તેનાથી બચવા માટે આપણે ભરપૂર એમિનો એસિડ ખાવો જોઈએ જે ગોળ અને મગફળી માં ભરપૂર માત્રામાં જોવા મળે છે.

હૃદયને સ્વસ્થ રાખેછે:

Image source

હંમેશા મોટા ભાગના લોકો જાણતા-અજાણતા એટલું જંક ફૂડ અને નુકસાનકારક વસ્તુઓ ખાઈ છે કે આપણું પેટ તો ભરાઈ જાય છે પરંતુ તે વસ્તુઓ કોલેસ્ટ્રોલ વધારીને આપણા હદયને નુકસાન પહોંચાડે છે. આ હાનિકારક વસ્તુઓના બદલે તમે ગોળ પટ્ટી અથવા ચીક્કી ખાઈ શકો છો અને કોરોનરી ધમની બીમારી અને સ્ટ્રોક થી બચી શકો છો. ચીક્કીમાં રહેલા મોનોઅનસૈચુરેટેડ ફૈટી એસિડ હદય નું ઘ્યાન રાખે છે અને કોલેસ્ટ્રોલ ના સ્તરને સંતુલિત રાખે છે.

બ્લડ શુગર નિયંત્રિત રાખે :

Image source

ડાયાબિટીસ એક એવી બીમારી છે જેને સારી તો નથી કરી શકાતી પરંતુ તંદુરસ્ત જીવનશૈલી અને .યોગ્ય આહાર ખાવાથી નિયંત્રિત કરી શકાય છે. જો આરોગ્ય અહેવાલનું માનીએ તો મેંગેનીઝ થી ભરપૂર ચીક્કી ને ડાયાબિટીસના દર્દીઓ પણ સંતુલિત માત્રામાં ખાઈ શકે છે. તેવુ એટલે કેમકે મેંગેનીઝ ચરબી અને કાર્બોહાઈડ્રેડને બચાવવામાં મદદ કરે છે, જેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

ચીક્કી ના ઘણા ફાયદા છે, પરંતુ તમારા ભોજનમાં કોઈ પણ ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment