કોરોનાને લીધે હવે શ્રદ્ધાળુઓ વગર જ નીકળશે જગન્નાથ રથયાત્રા, સમિતિએ કરી લાઈવ પ્રસારણની ભલામણ

દર વર્ષે અષાઢી બીજનાં દિવસે નીકળનારી ભગવાન જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથયાત્રા ગુજરાત સહીત અનેક દેશ માટે અનોખી કોમી એકતા, પ્રેમ, આસ્થા અને સામજિક સમરસતાનો સંદેશ પૂરો પાડનારી બની ગઈ છે. વર્ષોથી નીકળનારી રથયાત્રાની યાદો આજે પણ દરેક નાગરિકનાં હૃદયમાં અંકબંધ છે.

image source

ઓડિશામાં આગામી ૨૩મી જુનના રોજ રથયાત્રા યોજાવા જઇ રહી છે. આ સ્થિતિ વચ્ચે રથયાત્રાનું આયોજન કરનારી જગન્નાથ મેનેજિંગ કમિટીએ સરકારને કહ્યું છે કે આ વખતે રથયાત્રા કાઢવામાં આવે પણ યાત્રાળુઓને તેમાં સામેલ ન કરવા જોઇએ. મેનેજિંગ કમીટીએ આ ભલામણ કરી છે પણ તે અંગે સરકાર દ્વારા કોઇ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો.

image source

કમિટીએ લીધો આ નિર્ણય

આ પહેલા ઓડિશા સરકારે રેલવેને કહ્યું હતું કે તે પુરી તરફ કોઇ ટ્રેન ન ચલાવે કે જેથી લોકોની ભીડ એકઠી ન થાય. શ્રી જગન્નાથ મેનેજિંગ કમિટી (એસજેટીએમસી)ની એક બેઠક ગજાપતી મહારાજ દિબ્યસિંઘા દેબની આગેવાનીમાં યોજાઇ હતી. આ કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સોશિયલ ડિસ્ટંસિંગને ધ્યાનમાં રાખીને માત્ર આયોજકો અને પુજારી દ્વારા જ રથયાત્રા કાઢવામાં આવે.

image source

લાઇવ પ્રસારણની ભલામણ

સાથે એવી પણ ભલામણ કરી હતી કે રથયાત્રાનું ટીવી પર લાઇવ પ્રસારણ કરવામાં આવે કે જેથી જે યાત્રાળુઓ રથયાત્રામાં સામેલ નથી થવાના તેઓ પણ તેના દર્શન ઘરે બેઠા કરી શકે. પત્રકારો સાથેની વાતચીતમાં કમિટીના સંચાલકે આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે રથયાત્રા યોજવી કે નહીં તેનો અંતિમ નિર્ણય સરકારે લેવાનો છે પણ અમે અમારી ભલામણ સરકાર સુધી પહોંચાડી છે. દર વર્ષે આ રથયાત્રા યોજાય છે અને પુરી ઉપરાંત અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ રથયાત્રા કાઢવામાં આવે છે. જોકે હાલ કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે આ સ્થિતિ વચ્ચે રથયાત્રા કાઢવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો એકઠા થશે તેનાથી ચેપ વધવાની શક્યતાઓ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જ યાત્રાળુઓને રથયાત્રામાં ન જોડવાનો નિર્ણય કમિટીએ લીધો છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment