આ લેખ વાંચતા પહેલા અહીં પોસ્ટ કરવામાં આવેલી જૈકલીન ફર્નાડીસની તસવીરો એકવા નિહાળી લેવી જોઈએ. કારણ કે ખૂબસૂરતીનો તાજ અને કામણગારી અદાઓ પેશ કરનાર અભિનેત્રી જૈક્લીનની વાતો અહીં કરવામાં આવી છે(જેની વાતો કરતા હોય તેના વિશે વધુ જાણી લઈએ તો થોડી વધુ મજા આવે).
સાલ ૨૦૦૯ અને જૈકલીનના કરિયરની શરૂઆત. એ ફિલ્મ તેને ‘અમિતાભ બચ્ચન’ અને ‘રીતેશ દેશમુખ’ સાથે કરી હતી અને ત્યારથી જૈકલીનની કરિયર પુરપાટ વેગે દોડવા લાગી. આ કરિયરની કહાની યાદ કરવાનો મોકો હમણાં મળ્યો. થોડા સમય પહેલા જ જૈકલીનની અમુક પર્સનલ વાતો બહાર આવી હતી જે આ લેખ દ્વારા તેના ચાહકો સુધી પહોંચી શકશે.
૧૯૮૫ ની સાલ અને ૧૧ ઓગષ્ટના રોજ બહરીનમાં જૈકલીનનો જન્મ થયો. પણ જૈકલીનના પૂર્વજ કેનેડા, મલેશિયા જેવા દેશો સાથે સંબંધ ધરાવતા હતા. એટલે જૈકલીનને ભારત સિવાય અન્ય દેશોના કલ્ચર વિશેની માહિતી પણ સારી આવી છે, જે ઘણીવાર અભિનયને આબેહૂબ રીતે પેશ કરવામાં તેને ખુબ કામ આવે છે.
જેમ આપણે જાણીએ છીએ કે, સેલિબ્રિટીઓનું શરૂઆતી કરિયર સ્ટ્રગલ અને અન્ય કોઈ કામની શરૂઆતથી થાય છે એવું જૈકલીન સાથે પણ બન્યું. અભ્યાસના મામલામાં તેને માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું એટલે પ્રથમ તેને શ્રીલંકામાં ટીવી રિપોર્ટર તરીકેનું કામ મળ્યું. એ કામના કલાકને સીરીયસ લઈને તે મહેનત દ્વારા ધીમે ધીમે આગળ ડગલા રાખતી જતી હતી.
હજુ સમય થોડો મહેનત માંગી લે એવો હતો અને ખાસ તો ફિલ્મી દુનિયામાં મશહૂર બનવા માટે તો ઘણું બધું કરીને કરવું પડે એમ હતું. પણ જૈકલીને રીપોર્ટીંગ દરમિયાન શ્રી લંકામાં મોડેલીંગ ઇન્ડ. જોઈન કરી, એ દિવસોમાં તે રેમ્પ વોક કરતી હતી. ૨૦૦૬ની સાલમાં એ માટે તે ‘મિસ શ્રી લંકા યુનિવર્સ’નો એવોર્ડ લઈને ઘરે આવી. જે હવે શ્રી લંકામાં સારી એવી ફેમસ થઇ ચુકી હતી.
ત્યાર બાદ તેને ભારત આવવાના ચસ્કાએ કરિયરમાં ચાર ચાંદ લગાડી દીધા. ૨૦૦૯માં જૈકલીન મોડેલીંગ હેતુથી ભારત આવી. એ મોડેલીંગ શો દરમિયાન તેની મુકાલાત થાય છે ‘સુજોય ઘોષ’ સાથે અને તેને ફિલ્મ ‘અલાદીન’ માટે શાઈન કરવામાં આવી.
ભારત આવીને જૈકલીને હિન્દી ભાષા શીખવા માટે ઘણી મહેનત કરી. એ સિવાય ઈંગ્લીશ, સ્પેનિશ, ફ્રેંચ અને અરબી ભાષાને મહત્વની ગણીને તેને પણ સમય આપીને શીખી લીધી. એમ તેને કરિયરના મેઈન પાર્ટમાં મર્ડર-૨, હાઉસફુલ-૨, હાઉસફુલ-૩, જુડવા-૨, બાગી-૨, રેસ-૩ અને કિક જેવી ફિલ્મો મળી જેમાં તેને અથાક મહેનત કરીને અભિનયને સફળતા આપવી.
તેને અપકમિંગ પ્રોજેક્ટ વિશે પર ચર્ચા કરતા જણાવ્યું હતું કે, તેની ૨૦૧૯માં એક ફિલ્મ રીલીઝ થવાની છે, જેનું નામ ‘ડ્રાઈવ’ હશે. હાલ અત્યારે ફિલ્મ ઇન્ડ. તે ઘણી ફેમસ થઇ ચુકી છે અને હજારો-લાખોની સંખ્યામાં તેના ચાહકોની પ્રિય એક્ટ્રેસ પણ બની ચુકી છે.
કહેવાય છે ને, ‘ખુદા જબ ભી દેતા હૈ તો દેતા હૈ છપ્પર ફાડકે…’ જૈકલીનને તેના કરિયરમાં સફળતા મળી અને એક ટીવી રિપોર્ટર થી લઈને મશહૂર અભિનેત્રીની કરિયરની ગાડી કાર માફક એટલી ફાસ્ટ ચાલી ગઈ કે આજે એ રીયલ લાઈફમાં પણ મોંધી કારમાં ફરી શકે છે.
ફિલ્મી જગતની જાણી-અજાણી વાતો જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો. અહીં અમે સ્પેશીયલ તમારા માટે અવનવી માહિતી પોસ્ટ કરતા રહીએ છીએ અને અમને વિશ્વાસ છે કે તમને ખુબ પસંદ પડશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel