કોરોનાકાળમાં હ્રદયને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે… વાંચો કેવી રીતે સ્વસ્થ રાખી શકશો

Image Source

હાલ પરિસ્થિતી એટલી ખરાબ છે કે સૌ કોઈ પોતાનું સ્વાસ્થ્ય સારુ રાખવા માગે છે. આપણા શરીરમાં રહેલું હ્રદય આપણું એન્જિન છે. જેથી તેને સ્વસ્થ રાખવું ખુબ જરૂરી છે. કારણકે જો હ્રદયમાં ક્યારેય પણ કોઈ સમસ્યા સર્જાય તો સમસ્યા નાની હોય તો પણ તેને ગંભીરજ ગણવામાં આવે છે. આજે અમે તમને એ જણાવીશું કે તમે તમારા હ્રદયને સ્વસ્થ કેવી રીતે રાખી શકશો. પરંતુ એ પહેલા એ વસ્તુઓ જાણવી પણ ખુબજ જરૂરી છે કે કઈ કઈ સમસ્યાઓને કારણે હ્રદય પર ગંભીર અસર થાય છે.

એથેરોસ્લેરાસિસ

આ સમસ્યામાં આપણા હ્રદયની ધમનીઓ સંકુચીકત થઈ જાય છે. ખાસ કરીને જે લોકો નોનવેજ વધારે ખાય છે. સાથેજ જે લોકોને ધુમ્રપાન કરવાની આદત છે. તે લોકોને આ સમસ્યા પહેલા સર્જાતી હોય છે. કોલેસ્ટ્રોલ જ્યારે વધી જાય ત્યારે પણ આ સમસ્યા થતી હોય છે. જોકે મોટા ભાગે આ સમસ્યા વૃદ્ધોમાં જોવા મળે છે.

પેટની એરોર્ટિક એન્યુરિઝમ

આ સમસ્યામાં ઉદરીય મહાધમનીનો વ્યાસ 50 ટકા કરતા વધારે મોટો થઈ જાય છે. જેના કારણકે હ્રદયની અંદરની ભાગે પહેલા અસર થાય છે. જે લોકોને ધુમ્રપાન કરવાની આદત છે તે લોકોને આ સમસ્યા થાય છે. સાથેજ જે લોકોને અન્ય કોઈ રીતે તમાકુનું સેવન કરે છે. તે લોકોને પણ આ સમસ્યાનો સમાનો કરવો પડે છે.

પેરિફેરલ આર્ટેરિયલ ડિસીસ

આ સમસ્યામાં આપણા હ્રદયની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે. જેના કારણે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે નથી થઈ શકતું. પર્યાપ્ત માત્રામાં જ્યારે આપણાને ઓક્સિજન ન મળી શકે ત્યારે આ સમસ્યા સર્જાતી હોય છે. આ સમસ્યાનું મુખ્ય કારણ પણ ધુમ્રપાન માનવામાં આવે છે. તે સિવાય ડાયાબિટસ અને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તે લોકોના હ્રદયમાં પણ આ સમસ્યા સર્જાઈ શકે છે.

સ્ટ્રોક

સ્ટ્રોક જેવી પરિસ્થિતીમાં આપણું મસ્તિષ્ક જ્યારે યોગ્ય રીતે કામ ન કરી શકે. તેમજ લોહીનું પરિભ્રમણ પણ ઓછું થઈ જાય. ત્યારે આ સમસ્યા સર્જાતી હોય છે. આ સમસ્યામાં વ્યક્તિનું મોત પણ થઈ શકે તેટલી ગંભીર સમસ્યા છે. ડ્રગ્સનું સેવન કરતા લોકોને સ્ટ્રોક આવી શકે છે. સાથેજ બીજા ઘણા બધા અન્ય કારણો પણ છે. જેના કારણે આ સમસ્યા સર્જાતી હોય છે.

કોરોનરી હ્રદયરોગ

આ સમસ્યામાં હ્રદય સુધી લોહી પહોચાડતી રક્તવાહીનીઓ સંકુચીત થઈ જાય છે. ધુમ્રપાનને કારણે શરીરમાં રહેલું લોહી ઘટ્ટ થઈ જતું હોય છે. જેના કારણે આ સમસ્યા સર્જાય છે. સાથેજ આ સમસ્યા એટલી ગંભીર છે કે દર્દીનું મોત પણ થઈ શકે છે. ખાસ કરીને જે લોકોને ડાયાબિટસ તેમજ કોલેસ્ટ્રોલ જેવી બિમારી છે તે લોકોને પણ આ સમસ્યા થઈ શકે છે. ઉપરાંત જે લોકોને મદિરાપાન કરવાની આદત છે. તે લોકોને પણ આ  સમસ્યા થઈ શકે છે.

આ તો વાત થઈ કે કયા કારણોસર આપણા હ્રદયને ગંભીર બિમારીઓનો સામનો કરવો પડે છે.સાથેજ કઈ બીમારીમાં હ્રદયને કેવી અસર થતી હોય છે. પરંતુ હવે અમે તમને જણાવીશું કે જો તમારે તમારુ હ્રદય સ્વસ્થ રાખવું હોય તો તમારે શું કરવું જોઈએ.

ધુમ્રપાન અને નોનવેજથી દૂર રહો

ખાસ કરીને જે લોકોને સીગરેટ કે બીડી પીવાની આદત છે, તે લોકોના હ્રદય પર તેની ગંભીર અસર થઈ શકે છે. મોટા ભાગે લાંબી ઉંમરે આ બધાની અસર જોવા મળતી હોય છે. જોકે તે સિવાય પણ જે લોકો અન્ય રીતે તમાકુનું સેવન કરે છે. તે લોકોને પણ હ્રદય સંબંધી સમસ્યાઓ સર્જાઈ શકે છે. ઉપરાંત જે લોકોને નોનવેજ વધારે ખાવાની આદત છે તે લોકોએ પ્રમાણસર નોનવેજ ખાવું જોઈએ કારણકે તેના કારણે પણ આપણા શરીર પર તેની ગંભીર અસર થઈ શકે છે.

કોલેસ્ટ્રોલનું પ્રમાણ

લોહીમાં જ્યારે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય ત્યારે તેની અસર સીધી આપણા હ્રદય પર પડતી હોય છે. કારણકે તેના કારણે લોહી ઘટ્ટ થઈ જાય છે. જેના કારણે સ્ટ્રોકની સમસ્યા સર્જાઈ શકે છે. ચામાં ગરમ માસાલો નાખીને તમે પીશો તો પણ તમારું કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થઈ શકે છે. ઉપરાંત જો તમે શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું કરવા માગો છો. તો તમે આયુર્વેદિક દવાઓનું સેવન કરી શકો છો. પરંતુ ડૉક્ટરની સલાહ લીધા બાદ દવાનું સેવન કરશો તે વધારે સારુ રહેશે

બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખો

બ્લડપ્રેશરને હંમેશા તમારે કંટ્રોલમાં રાખવું જોઈએ કારણકે ખાસ કરીને બ્લડપ્રેશરના પ્રમાણમાં જ્યારે વધ ઘટ થાય ત્યારે તેની અસર સીધી આપણા શરીર પર પડતી હોય છે. ખાસ કરીને જ્યારે બ્લડપ્રેશર વધી જાય ત્યારે હ્રદયના ધબકારાઓ પણ વધી જતા હોય છે. માટે જો તમને બ્લડપ્રેશરની સમસ્યા છે તો તમે તમારા ફેમેલી ડૉક્ટર પાસે નિયમીત રીતે ચેકઅપ કરવાતા રહેજો.

ડાયાબિટીસ

ડાયાબાટિસને કારણે સ્ટ્રોકની સમસ્યા વધી જતી હોય છે. માટે ડાયાબિટીસના દર્દીઓએ અળસીનું સેવન કરવું જોઈએ તેનાથી ઘણો ફાયદો થતો હોય છે. તે સીવાય પણ ખાંડની જગ્યાએ સુગર ફ્રી યુઝ કરવાનું રાખશો તો તેનાથી પણ તમને ઘણો ફાયદો મળી રહેશે. ખાસ એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે શરીરમાં સુગરનું પ્રમાણ ન વધે. કારણકે સુગર વધી જવાને કારણે હ્રદય પર તેની સીધી અસર થતી હોય છે.

શારિરીક શ્રમ જરૂરી

શરીરને સક્રિય રાખવા માટે શારિરીક શ્રમ જરૂરી છે. જેમા માટે તમે જીમ જઈ શકો છો. સાથેજ યોગા પણ કરી શકો છો. આવું કરવાથી તમારુ શરીર પણ સ્વસ્થ રહેશે. પરંતુ જો તમે શરીરને જરા પણ શ્રમ નહી આપો તો લાબાં ગાળે તમારા શરીર પર તેની ગંભીર અસરથી શકે છે. જેના ખાસ કરીને હ્રદય રોગની સંભવના પણ વધી જાય છે. કારણકે શરીરને જ્યારે કોઈ શ્રમ ન પડે ત્યારે હ્રદય રોગની સંભવના વધી જતી હોય છે.

પૌષ્ટીક આહાર

શરીરને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટીક આહાર લેવો ખુબ જરૂરી છે. ખાસ કરીને લીલા શાકભાજી જો તમે ખાવાનું રાખશો તો તમારા શરીરને ઘણો ફાયદો મળી રહેશે. સાથેજ મીઠું જેટલું ઓછું બને તેટલું ખાવાનું રાખજો જેથી તમને ફાયદો મળી રહે. આ સીવાય બહારનું ખાવાનું છોડીને તમે ઘરનું ખાવાનું વધારે રાખો જેથી તમને પૂરતા પ્રમાણમાં ફાયબર મળી રહેશે. જેના કારણે શરીર સ્વસ્થ રહેશે તેમજ હ્રદય સંબંધી પણ કોઈ સમસ્યા નહી સર્જાય.

માનસીક શાંતી

માનસીક શાંતી પણ આપણા શરીર માટે ઘણી જરૂરી છે. કારણકે માનસિક શાંતી ન હોય તો આપણા શરીર પર તેની ગંભીર અસર થઈ શકે છે. ખાસ કરીને જ્યારે આપણે કોઈ આઘાતમાં જતા રહીએ ત્યારે તે આઘાત સહન કરવાની શક્તિ રાખવી જોઈએ. મગજ પર તે આઘાત ભારે પડી જાય તેવી સ્થિતી ન લાવી જોઈએ આવી સ્થિતીમાં આપણા હ્રદય પર તેની ગંભીર અસરો થતી હોય છે. જે લોકો વધારે પડતું ટેન્શન લેતા હોય છે. તેમણે પણ થોડીક શાંતી રાખવી જોઈએ. કારણકે તેના કારણે હ્રદય સંબંધી બીમારીઓ થઈ શકે છે. માટે બને તેટલું તમે તમારા મગજને શાંત રાખશો તે વધારે સારુ રહેશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment