વજન ઓછું કરવા માટે જીમ જવું જરૂરી નથી, ઘરના ફર્નિચરની મદદથી જો તમે આ કસરત કરશો તો પણ વજન ઘટી શકે છે

જો તમે તમારી જાતને તંદુરસ્ત રાખવા અને ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો ઘરે જ તમે ફર્નિચરની મદદ થી આ સરળ કસરતો કરી શકો છો.

Image Source

છેલ્લા કેટલાક મહિનાઓએ આપણું સમયપત્રક સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. આપણે લાંબા સમય સુધી બેસીને કામ કરીએ છીએ, આહાર પર ધ્યાન આપતા નથી અને ફિટનેસને તો જાણે ભૂલી જ ગયા છીએ. આ બધા વચ્ચે આપણું વજન ઝડપથી વધી રહ્યું છે. કેટલીક સ્ત્રીઓને લાગે છે કે એવું એટલા માટે છે કેમકે તે પોતાને તંદુરસ્ત રાખવા માટે જીમ જઈ શકતી નથી. તે અસંભવિત છે કે આપણામાંના ઘણા બધા કોરોનાવાયરસ પછી જલ્દી જીમ પાછા આવશે, પરંતુ આ તંદુરસ્ત ન રહેવાનું કોઈ કારણ નથી. તમે પોતાને તંદુરસ્ત રાખવા માટે ઘરે જ કસરત કરી શકો છો.

જીહા, જો તમે ઈચ્છો તો ઘરે રહીને પણ જીમ જેવું વર્કઆઉટ કરી શકો છો, પરંતુ તેના માટે તમારે તમારા ઘરના ફર્નિચરની મદદ લેવી પડશે. તમારા ઘરનું સામાન્ય દેખાતું ફર્નિચર તમારા માટે જીમ જેવું કામ કરે છે. ફક્ત તમને તેનો સરખી રીતે ઉપયોગ કરતા આવડવું જોઈએ. આજે અમે તમારા માટે ઘરના ફર્નીચર નો ઉપયોગ કરીને વર્કઆઉટ ની સરળ અને અનોખી ટીપ્સ અને ટ્રીક્સ લઈને આવ્યા છીએ. આ કસરત ની જાણકારી અમને સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાળા ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોયા પછી મળી. પરંતુ સૌથી પહેલાં આપણે કેટલીક પ્રી વર્કઆઉટ ટિપ્સ વિશે જાણી લઈએ.

પ્રી- વર્કઆઉટ ટિપ્સ:

  • કસરત કરતી વખતે સુતરાઉ કપડાં પહેરો જે તમારી ત્વચાથી પરસેવાને દૂર રાખશે, જેનાથી તમારું શરીર ઠંડુ રહેશે.
  • યોગ્ય ફીટ સાથે આરામદાયક કપડાં પહેરો એવા કપડા જે વધારે ચુસ્ત ના હોય અને વધારે ઢીલા પણ નહીં. ટમી ટકસ, માઉન્ટેન કલાઇમ્બર અને સિંગલ સ્ટેન્ડ અપ જેવી કસરત કરવા માટે, મોટા પગ કે ઢીલા પેન્ટ પહેરવાથી બચવું કેમ કે તે ગૂંચવાઈ શકે છે.
  • એવા ટ્રેનિંગ પગરખા પહેરો જે આરામ દાયક હોય કેમ કે ખોટા પગરખાં પહેરવાથી ફક્ત ઓછા અસરકારક વર્કઆઉટ્સનો અર્થ જ નહીં, પરંતુ તે તમને નુકસાન પણ પહોંચાડે છે.

સોફા સાથે કસરત કરો:

સોફાનો ઉપયોગ આજ કાલ કંઇક બાકી દિવસોની સરખામણીમાં વધારે જ થઇ રહ્યો છે. અમે તમને સોફાને છોડવાની સલાહ આપી રહ્યા નથી પરંતુ અમે તમને બતાવી રહ્યા છીએ કે તમે સોફાની મદદથી તમે પોતાને તંદુરસ્ત રાખી શકો છો. જીહા, તમારા ઘરમાં રહેલા સોફા તમારા જીમના સાધનોની જેમ ફાયદાકારક બની શકે છે. તમે વધારાના પૈસા ખર્ચ્યા વગર તંદુરસ્ત રહેવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. આ કસરત વિશે આપણને સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાળા બતાવી રહ્યા છે.

થોડા દિવસો પહેલા યાસ્મીન કરાચીવાળા એ સોફા સાથે કેટલીક કસરતો કરતા હોય તેઓ એક વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા તેઓએ કેપ્શન માં લખ્યું છે,”૭ સરળ કસરતો તમે તમારા સોફા પર કરી શકો છો.”આપણે બધા વધારે પડતો સમય સોફા પર બેસીને વિતાવીએ છીએ, પરંતુ આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ચળવળ ની જરૂર હોય છે. આ સરળ કસરતો કરો અને તે એન્ડોર્ફિન્સને બહાર કાઢો, જે ફીલ ગુડ હોર્મોન્સ ના નામે જાણીતા છે. યાસ્મીનના આ વીડિયોને જોઈને તમે સોફાની મદદથી સરળતાથી કસરત કરી શકો છો.

પલંગની મદદથી કસરત કરો:

જો તમે પોતાને તંદુરસ્ત રાખવા માટે જિમ જઈ શકતા નથી કે તમને સવારે પથારી છોડવાની ઈચ્છા થતી નથી તો તમે અલંગ નો ઉપયોગ જીમના સાધનની જેમ કરી શકો છો. આ કસરત ન કરવા માટે તમારે પથારી છોડવાની પણ જરૂર નથી. થોડા દિવસો પહેલા યાસ્મીન એ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પલંગ પર જ સરળ કસરત કરતી દેખાય છે. તમે પણ તમારી સુવિધા મુજબ પલંગ પર કરી શકો છો.

ઈન્સ્ટાગ્રામમાં પલંગ પર કસરત નો વિડીયો શેર કરતા યાસ્મીને કેપ્શન માં લખ્યું છે કે,”કોઈ દિવસ આપણને પથારીમાંથી ઊભા ની ઈચ્છા ન થતી હોય તો, આપણે એકલા કસરત કરીએ છીએ. મેં પલંગ પર અને તેની આસપાસ છ સરળ કસરતો કરી છે. આ જ આગળ વધવાનો સમય છે.”જો તમે પણ પોતાને તંદુરસ્ત રાખવા માંગતા હોય તો આ વીડિયોની મદદથી યાસ્મીનની જેમ કસરત કરો.

ખુરશી ની મદદથી કસરત કરો:

યાસ્મીન કરાચીવાળા જે સેલિબ્રિટીઓને તંદુરસ્ત રહેવા માટે ટ્રેનિંગ આપે છે, તે તેમના ચાહકોને પ્રેરણા આપવા માટે સમયાંતરે ઇન્સ્ટાગ્રામ પર ફિટનેસ વીડિયો શેર કરે છે. લોકડાઉન દરમિયાન તે પણ ઘરે હાજર હતી અને ચાહકોને દરરોજ પ્રેરણા આપવા માટે ફિટનેસ વિડિયો શેર કરતી હતી. આ શ્રેણીમાં, યાસ્મિને ખુરશીની કસરત સાથેનો એક વિડિયો શેર કર્યા હતા. આ શ્રેણીમાં યાસ્મીને ખુરશી સાથે કસરત કરતા હોય તેવો એક વીડિયો શેર કર્યો હતો. જો તમે અત્યારે જીમ જવા નથી માંગતા તો આ વીડિયોની મદદથી સરળતાથી કસરત કરી શકો છો.

ખાસ નોંધ : ઉપરોક્ત માહિતી પ્રદાન કરવા માટે અમે સંપૂર્ણ કાળજી લીધી છે. તેમ છતાં, વાચકોને  વિનંતી છે કે  ઉપરોક્ત   કસરત કરતાં પેહલા   તમારા  ચિકિત્સક અથવા ડોક્ટર ની સલાહ  આવશ્યક છે.

આ કસરત ની મદદથી તમે વગર જીમે ફર્નિચરની મદદથી પોતાને તંદુરસ્ત રાખી શકો છો. તમને આ લેખ કેવો લાગ્યો? અમને ફેસબુક પર કમેન્ટ કરીને જરૂર જણાવો. ફિટનેસ ને લગતી આવી જ વધુ જાણકારી માટે અમારી વેબસાઇટ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment