આ સાલ સેલિબ્રિટીઓની મેરેજ સીઝન માટે સારી એવી ચર્ચામાં રહી છે. વર્ષ ૨૦૧૮ એટલે નામદાર હસ્તીઓના લગ્ન માટેના ઈતિહાસ પન્નામાં છપાઈ ગઈ. એ રીચમેનની યાદીમાં ઈશા અંબાણી પણ શામેલ છે. અહીં આપણે આજ એ જ ચર્ચા કરવાના છીએ. ઈશા અંબાણી એ ઇન્ડિયન આઉટફીટ એવા પહેર્યા હતા કે બધા રેકોર્ડ બ્રેક થઇ ગયા. કિંમતની દ્રષ્ટિએ અને ડીઝાઇનની બારીકી પણ અદ્દભુત હતી એ સાથે સોનાના તારનો ઉપયોગ લેંઘાને તૈયાર કરવા માટે થયો હતો. વધુ જોઈએ આગળ…
વર્ષ ૨૦૧૮ ઈશા અંબાણીએ પણ ચમકાવ્યું હતું. તેના રિસેપ્શનમાં જમણવારથી લઈને ડેકોરેશન અને ડેકોરેશનથી લઈને ખુદ તેના કપડાની પસંદગી અફલાતુન કરીને બધાને જોતા જ રાખી દીધા હતા. ઈશા અંબાણી અને આનંદ પિરામલની લગ્ન ખુબ જ શાહી અંદાજમાં થયા. બધી જગ્યાએ રોયલ ઠાઠ જોવા મળ્યો હતો. નાનામાં નાની ચીજ-વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. તો પછી કપડાની બાબતમાં બાકી રહે ખરું!! હા, અમે ઈશા અંબાણીના કપડા વિશેની વાત કરી રહ્યા છીએ. લગ્ન દરમિયાન ખાસ ડીઝાઇનરોને બોલાવીને કસ્ટમ લેંઘો બનાવડાવ્યો હતો. જેની ડીઝાઇન એટલી જબરદસ્ત હતી કે કોઈ પણ વ્યક્તિની નજર તેના પરથી હટે એમ જ ન હતી
સલ્યાસાચી મુખર્જી અને અબુ જાની-સંદીપ ખોલસા જેવા મોટા ડીઝાઇનર સાથે ઇટાલિયન ડીઝાઇનર મૈજો વેલેસીનોએ લેંઘો તૈયાર કર્યો હતો. ખાસ આકર્ષણની વાત એ હતી કે એવું પહેલીવાર બન્યું કે વેલેસીનો એ કોઈ ઇન્ડિયન આઉટફીટની ડીઝાઇન તૈયારી કરી હતી. લેંઘાની ફલોરલ ડીઝાઇનને સોનાના બારીક દોરાથી બનાવવામાં આવ્યો હતો. તમને એવું હશે બસ આટલી જ વાત છે એવું નથી હજુ આગળ છે..,
માત્ર લેંઘાની વાત નથી. લેંઘા સાથે પહેર્યું હતું એ બ્લાઉઝ પણ બહુ ઉંચી કિંમતનું બનાવાયું હતું. તેમાં કિંમતી સ્ટોનની હેવી એમ્બ્રોઇડરી અને સાથે ઝરીથી તૈયાર કરેલ ડીઝાઇન બનાવવામાં આવી હતી. અત્યાર સુધી વેલેસીનોએ સેલીબ્રીટીના રેડ કાર્પેટ ગાઉન્સ જ બનાવ્યા હતા. પણ આ કલા તેની ઇન્ડિયન આઉટફીટમાં પણ દેખાઈ હતી. ઈશા અંબાણી એ તેના લગ્ન દરમિયાન ખુબ જ મોંઘા કપડાને પહેર્યા હતા. સાથે કસ્ટમાઈઝ ડાયમંડ જવેલરી પણ પહેરી હતી.
બધા જાણે જ છે અને આમ પણ ગુજરાતી પરિવારની ખ્યાતી બહુ મોટી છે. બધાથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્નમાં મોટા સેલિબ્રિટીઓ પણ હાજર રહ્યા હતા. ૧૨ ડીસેમ્બરે અંબાણી અને પિરામલ પરિવાર એક થયો. બહુ ઊંચા દરજ્જાના મહેમાનોએ હાજરી આપીને બંનેને ખુશી ભર્યા આશીર્વાદ અને શુભેચ્છા આપી હતી.
મહેમાનોની યાદી તૈયારી કરીએ તો ઘણું લાંબુ લીસ્ટ બને એમ છે પરંતુ હાઈલાઈટ હોય તેવા મહેમાનોમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણભ મુખર્જી, શરદ પાવર, રાજનાથ સિંહ, મમતા બેનર્જી, મેનકા ગાંધી, ચંદ્રબાબુ નાયડુ, રજનીકાંત, દેવેગૌડા, વિજય રૂપાણી, સુરેશ પ્રભુ, પી ચિદમ્બરમેં હાજરી આપી લગ્નની શોભા વધારી હતી. આ સાથે બોલીવુડની હસ્તીઓ પણ હાજર રહી હતી. લગ્નમાં સંગીત સેરેમની પણ જોરદાર બેન્ડની વ્યવસ્થા રાખવામાં આવી હતી.
જુઓ તો આ છે ઈશા અંબાણીની લેટેસ્ટ અપડેટ. મોંઘી એવી ડીઝાઇન બનાવી લગ્ન માટેના કપડા તૈયાર કરાવ્યા, જવેલરી ડીઝાઇન કરાવી સાથે આલીશાન ડેકોરેશન અને જમણવારથી અંબાણી પરિવાર મીડિયાની સુર્ખીઓમાં છવાઈ ગયું હતું.
તમે પણ અમારા પેઇઝને લાઈક કરવાનું ભૂલતા નહીં. કારણ કે આ પેઇઝ પર છે એકદમ સરસ મજાની માહિતી. તો અત્યારે જ લાઈક કરો ફેસબુક પેઇઝ – “ફક્ત ગુજરાતી.”
#Author : Ravi Gohel
Content copyrights received