અંડરઆર્મની કાળી ત્વચાથી છુટકારો મેળવવા માટે આ સમસ્યાનું કારણ જાણવું જરૂરી છે. ક્યારેક ખૂબ ચુસ્ત કપડાં પહેરવાને કારણે પિગમેન્ટેશનના ચિહ્નો જોવા મળે છે. કેટલાક લોકો અન્ડરઆર્મ્સમા જલ્દી જલ્દી શેવિંગ કરે છે, જેના કારણે પણ પિગમેન્ટેશનની સમસ્યા થઈ શકે છે. વજનમાં વધારો અથવા પરફ્યુમ અને ડીઓડરન્ટ્સનો વધુ પડતો ઉપયોગ પણ કાળા અંડરઆર્મ્સનું કારણ બની શકે છે. તેને દૂર કરવા માટે, તમે કેટલાક સરળ ઘરેલું ઉપચાર અપનાવી શકો છો, જેના વિશે આપણે આગળ જાણીશું.
1. સંતરા અને લીંબુનો ઉપયોગ
અંડરઆર્મ પિગમેન્ટેશનની સમસ્યાને દૂર કરવા માટે તમે સંતરા અને લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. સંતરાનો રસ અને લીંબુનો રસ એક બાઉલમાં કાઢીને મિક્સ કરો. ત્યારબાદ કોટનના કપડાંની મદદથી તેને અંડરઆર્મમાં લગાવીને 15 મિનિટ માટે લગાવેલ રેહવા દો. પછી ત્વચાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. તેનાથી અંડરઆર્મ્સમાં કાળાપણાથી છુટકારો મળશે.
2. કાકડીનો ઉપયોગ
અંડરઆર્મ્સમાં કાળાપણાની સમસ્યાને દૂર કરવા માટે તમે કાકડીનો ઉપયોગ કરો. કાકડીને ટુકડામાં કાપી લો. પછી કાકડીને અંડરઆર્મ્સમાં 2 થી 3 મિનિટ સુધી ઘસો. કાકડીમાંથી નીકળતા રસને અંડરઆર્મ્સ પર લગાવેલ રેહવા દો. તમે આ ઉપાયને દરરોજ ઉપયોગ કરી શકાય છે. કાકડીનો ઉપયોગ કરવાથી ત્વચામાં રહેલ ગંદકી સાફ થાય છે અને મૃત કોષો નીકળી જાય છે.
3. ટી ટ્રી ઓઈલ
કાળા અંડરઆર્મ્સથી છુટકારો મેળવવા માટે તમે ટી ટ્રી ઓઈલનો ઉપયોગ કરી શકો છો. ટી ટ્રી ઓઈલના 3 થી 4 ટીપા નાળિયેર અથવા બદામના તેલમાં મિક્સ કરીને અંડરઆર્મ્સ પર લગાવો. પછી અંડરઆર્મ્સને ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત આ ઉપાયનો ઉપયોગ કરી શકો છો.
4. દૂધ અને ગુલાબ જળ
અંડરઆર્મ્સમાં કાળાપણાથી છુટકારો મેળવવા માટે તમે દૂધ અને ગુલાબજળના મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. એક ચમચી દૂધ લો અને તેમાં એક ચમચી ગુલાબજળ ઉમેરો. આ મિશ્રણને અંડરઆર્મ્સ પર લગાવેલ રહેવા દો. ત્યારબાદ અંડરઆર્મ્સને ઠંડા પાણીથી સાફ કરો. તમે આ મિશ્રણને નિયમિત લગાવી શકો છો. આ ઉપાયમાં તમારે કાચા દૂધનો ઉપયોગ કરવાનો છે. કાચું દૂધ ત્વચાને સાફ કરે છે અને કાળા ડાઘની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
5. અંડરઆર્મ્સમાં એલોવેરા લગાવો
એલોવેરાની મદદથી પણ તમે અંડરઆર્મ્સમાં કાળાપણાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. અંડરઆર્મ્સ પિગમેંટેશનને દૂર કરવા માટે તમે એલોવેરાના તાજા જેલનો ઉપયોગ કરો. એલોવેરાના પાનને કાપીને તાજુ જેલ કાઢો. પછી તેને અંડરઆર્મ્સમાં લગાવી લો. એલોવેરામાં એલોસિન જોવા મળે છે. તે ત્વચા પર પિગમેંટેશનને દૂર કરે છે.
અંડરઆર્મ્સ પિગમેંટેશનને અટકાવવા માટે આ ખાસ ઉપાયને અજમાવી શકો છો. કોઈ સામગ્રીથી એલર્જી થવા પર તેનો ઉપયોગ ત્વચા પર કરશો નહિ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “શું તમારી અંડરઆર્મની ત્વચા કાળી છે?? તો રાહત મેળવવા માટે અજમાવો આ 5 સરળ ઘરેલૂ ઉપાયો”