શું વરસાદના કારણે ઘરમાં ફૂગ છે? વસ્તુઓ ખરાબ થઈ રહી છે? તો આ ટિપ્સ અજમાવો

Image Source

વરસાદની ઋતુમાં ઘરોમાં હંમેશા ફૂગ લાગી જાય છે, તેનાથી રાહત મેળવવા માટે તમે આ ઘરેલુ ટિપ્સ અજમાવી શકો છો.

વરસાદની ઋતુ આવ્યા પછી લોકો ઘરમાં આવતા કીડી-મકોડા, જીવજંતુઓ વગેરે જેવી ઘણી સમસ્યાઓથી પરેશાન રહે છે. જો ઘર જૂનું હોય તો ફૂગ અને બેકટેરિયા વધવા લાગે છે, તેના કારણે ત્વચામાં એલર્જિક પ્રતિક્રિયા થવાની પણ સંભાવના રહે છે. એક વખત ઘરમાં ફૂગ અથવા બેકટેરિયા ફૂલી જાય પછી તો વધતા જાય છે. તે ધીમે ધીમે ફર્નિચર, કપડા અને ઘરમાં રાખેલી વસ્તુઓને ખરાબ કરવા લાગે છે. તેમજ તે ફક્ત જોવામાં ખરાબ નથી લાગતી પરંતુ તેનાથી કીડી મકોડા આવવાની સંભાવના પણ વધારે રહે છે. ઘરમાં આ પ્રકારની સમસ્યાઓનો સામનો જો તમે હંમેશા કરો છો તો આ ઘરેલુ ટિપ્સ અજમાવી શકો છો.

Image Source

સૂર્યપ્રકાશનો લાભ લો:

વરસાદની ઋતુમાં હવામાન ભેજવાળું હોય છે,તે કારણે ઘરમાં રાખેલા સામાન અને અન્ય વસ્તુઓમાં ભેજ રહે છે. આવી સ્થિતિમાં પ્રયત્ન કરો કે તમારા ઘરમાં તાજી હવા અંદર સુધી આવી શકે, તેના માટે તડકા દરમિયાન પણ બારીઓ ખુલ્લી રાખો. સૂર્યના કિરણો ફૂગ અને બેક્ટેરિયાને વધવા દેતા નથી. જો કે,આ દરમિયાન તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે ફર્નિચર કે બુક શેલ્ફ દીવાલોથી ચીપકી ન હોય. દરેક વસ્તુ દીવાલથી દૂર રાખો, કેમકે ફૂગ સૌથી પેહલા દીવાલ અને ભીની જગ્યાઓએ વધવાનું શરૂ કરે છે.

Image Source

રસોડામાં એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરો:

રસોડામાં અને બાથરૂમમાં ભેજ વધારે હોય છે તેથી એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરો. રસોઈ કરતી વખતે, ફ્લોર લૂછતાં,વાસણ ધોતા બારીઓ ખુલ્લી રાખી દો. તેમજ જો તમારું બાથરૂમ ખરાબ અથવા જૂનું છે તો ફૂગ વધવાનો ભય રહે છે, તેથી સ્નાન કર્યા પછી દરવાજાને ખુલ્લો રાખો. જેથી દિવાલ જલ્દી સુકાઈ જાય, તેમજ ચોમાસામાં શાવર, પડદા અને મોટી મેટનો ઉપયોગ કરવો નહીં કેમકે તે ભેજ જાળવી રાખે છે, જેનાથી માઇલ્ડ્યુ ઉદ્દભવે છે. તેમજ ઘરમાં જો કોઈ એસી કે બેસિન પાઇપલાઇન લીક થઈ રહી છે તો તેને તરત જ ઠીક કરાવો. મસાલા અને અનાજનો બગાડ અટકાવવા માટે સમયાંતરે સૂર્યપ્રકાશ નો સંપર્ક કરવો. લાંબા સમય સુધી કોઈ પણ વસ્તુને સંગ્રહિત કરીને રાખવી નહિ.

Image Source

ફુગને દુર કરવા માટે વિનેગરનો ઉપયોગ કરો:

ઘરમાં ફૂગ ઉદ્દભવી રહી છે તો તે સ્થળ પર વિનેગરથી સ્પ્રે કરો. તેના માટે એક સ્પ્રેની બોટલમાં વિનેગર મિક્સ કરો અને તેને તે સ્થળ પર સ્ક્રબ કરો. ૨૦ થી ૩૦ મિનિટ તેમજ રેહવા દો, પછી બ્રશ અથવા સ્ક્રબ કરો અને ગરમ પાણીથી ધોઈ લો. જો ફૂગ કપડામાં છે તો તેનાથી રાહત મેળવવા માટે તેને સાફ કરતી વખતે વિનેગરનો ઉપયોગ કરો. તેમજ બૂટમાં ફૂગ લાગી હોય તો એક સ્વચ્છ કપડાને વિનેગરમા પલાળી અને સારી રીતે લૂછી લો.

Image Source

બેકિંગ સોડા પણ સારો વિકલ્પ છે:

વિનેગર જેવા બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. તેથી એક સ્પ્રેની બોટલમાં બે ચમચી બેકિંગ સોડા અને બે કપ ગરમ પાણી મિક્સ કરી દો. જે સ્થળ પર ફૂગ લાગી છે ત્યાં તેને સ્પ્રે કરી દો અને એક કલાક સુધી રેહવા દો. ત્યારબાદ સ્ક્રબર  અને બ્રશની મદદથી તેને સાફ કરો. અંતે તેના પર વિનેગર પણ સ્પ્રે કરો અને સુકાયેલ કપડાથી લૂછી લો.

કપૂરનો ઉપયોગ:

અંધારા અને બંધ ઓરડામાં ફૂગ વધારે ઉદ્દભવે છે, આ કિસ્સામાં તમે કપૂરનો ઉપયોગ કરી શકો છો. કપૂરની ગોળી અને લવિંગને એક કપડામાં બાંધીને વોર્ડરોબ, શુ-રૈંક કે પછી બુક શેલ્ફ માં રાખી દો. આ ટિપ્સ ફુગથી લડવા માટે મદદરૂપ માનવામાં આવે છે.તમે ઇચ્છો તો આ નુસખાનો અન્ય સ્થળ પર પણ ઉપયોગ કરી શકો છો, જ્યાં આવી સમસ્યાઓ છે.

Image Source

લીંબુના ઉપયોગથી ફુગની સમસ્યા દૂર થઈ જશે:

લીંબુના બ્લીચીંગ ગુણ હોય છે, તેથી ફૂગની સમસ્યાને દૂર કરવા માટે અસરકારક માનવામાં આવે છે. તેના માટે તમારે સૌથી પેહલા જે સ્થળ પર ફૂગ ઉદ્દભવી રહી છે તે સ્થળને પેહલા ગરમ પાણીથી ધોવી પડશે અને પછી લીંબુનો રસ અથવા લીંબુના ટુકડા ઘસો. હવે તેને સ્ક્રબર અને બ્રશની મદદથી સાફ કરો, તેનાથી ફૂગ દૂર થઈ જશે. તેમજ કબાટમાં રાખેલ, કપડાને ધોવા માટે પણ લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. તેના માટે ગરમ પાણીમાં અડધો કપ લીંબુનો રસ ઉમેરી અને કપડાને સુકાવા માટે રાખી દો. આ ઉપરાંત તમે કપડામાં ફૂગ વાળા સ્થળ પર પણ લીંબુના ટુકડાને ઘસી શકો છો.

Image Source

આ રીતે લીમડાના પાનનો ઉપયોગ કરો:

લીમડામાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે ફૂગ અને અન્ય બેક્ટેરિયાથી રાહત મેળવવામાં મદદ કરે છે. તેટલું જ નહી તે તમારા કપડાને પણ ધૂળ અને સંક્રમણથી બચાવવા માટે અસરકારક માનવામાં આવે છે. ઘરમાં લાગેલ ફૂગથી વસ્તુઓ ખરાબ થઈ રહી છે તો તેના માટે વરસાદ પેહલા, લીમડાના પાનના લગભગ ૧૦-૧૫ ડાળીને છાયડામાં સૂકવી લો. છાયડામાં પાનને સુકાવવાથી તેમાં એસેંશિયલ ઓઈલ સુરક્ષિત રેહશે અને તેનાથી તેની અસર ઓછી થશે નહીં. હવે તેને સુતરાઉ કાપડમાં બાંધીને બુક શેલ્ફ,શુ-રૈંક કે અન્ય અસરકારક સ્થળ પર રાખો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તેને શેર કરો અને તેમજ આ પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો તમારી પોતાની વેબસાઈટ ફક્ત ગુજરાતી સાથે

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment