શું ગર્ભમાં બાળક રહી ગયું અને જીવ ગભરાઈ છે? તો આ લેખની માહિતી અવશ્ય જાણી લેજો

કોઇપણ સ્ત્રીને ‘મા’ બનવું એક સપનું હોય છે પણ એ સાથે સ્ત્રીને ઘણીબધી તકલીફ પણ વેઠવી પડે છે. એટલે જ કહેવાય છે ને બાળક સાથે સૌથી નજીકનો સંબંધ હોય તો એ ‘મા’ છે. ‘મા’ છોકરાઓની દરેક વાતને સ્પર્શી શકે છે અને આપોઆપ જાણી પણ જાય છે. (આખરે નવ મહિના પેટમાં રાખીને તેને સંસ્કાર આપ્યા હોય છે તો મનની વાત તો જાણી શકે જ ને!!)


સ્ત્રીને ગર્ભધારણ કરવાની ખુશી હોય છે અને મનમાં ચિંતા પણ સતાવતી હોય છે. પેટમાં રહેલા બાળકને લઈને ઘણા પ્રશ્નો પ્રેગનેન્ટ લેડીને મૂંઝવતા હોય છે. પ્રેન્ગેનેન્સીની સાથે અમુક પ્રકારની શારીરિક સમસ્યા પણ અસહ્ય બનતી હોય છે અને ઉલટી-ઉબકા, થકાન, માનસિક તાણ વગેરે સામાન્ય બની ગયું હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન જીવ મૂંઝાય એવી પણ સમસ્યા ઉદ્દભવતી હોય છે. તો આજના લેખમાં સ્ત્રીઓ માટે અતિઉપયોગી માહિતી લખી છે, જેને જાણીને તમે ક્યારેય ચિંતિત બનશો નહીં.

પ્રેગનેન્સી દરમિયાન આટલી કાળજી જરૂરથી રાખો :

(૧) પ્રેગનેન્સી દરમિયાન ચક્કર આવી શકે છે અને એ વખતે પડીને વાગી જવાની બીક પણ લાગે છે. તો પ્રેગનેન્સી દરમિયાન હેલ્ધી ફૂડ જ લેવું જોઈએ.

(૨) જલ્દી-જલ્દી ઉતાવળથી ખાવાની ટેવ બદલાવી લેવી જોઈએ.

(૩) જમ્યા પછી તરત જ સુઈ જવાની આદત છોડી દેવી.

એ સાથે ઘરગથ્થુ ઉપચાર પણ જાણી લો જે તમને પ્રેગનેન્સી દરમિયાન ખુબ કામ આવશે અને શારીરિક સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે.

(૪) લીંબુ રસ અને જીરૂ :

જો વારેવારે ઉબકા આવતા હોય તો લીંબુના રસમાં સહેજ આખું જીરૂ ભેળવી લીબુંને થોડો સમય ચાટતા રહો જે ઉબકા બંધ કરવા માટે તરત જ અસર બતાવશે.

(૩) તુલસીના પાન :

તુલસીના પાન કોઇપણ વ્યક્તિ માટે ફાયદાકારક છે. એમ, ગર્ભાવસ્થા દરમિયાન પણ તુલસીના પાન ઉતમ ગણાય છે. થકાન અને તાવ-શરદીમાં તુલસીના પાન રાહત આપે છે જેથી ગર્ભમાં રહેલા બાળકને પણ કોઈ તકલીફ ન થાય.

(૨) કોથમીર :

કોથમીર માત્ર દાળ કે શાકની શોભા જ વધારે એવું નથી! કોથમીરને સુકવી લો અને ત્યારબાદ તેને પીસેને તેમાં તીખા ભેળવીને થોડી થોડી વારે સહેજ માત્રામાં ખાવાથી ઉલટી અને ઉબકામાંથી રાહત મળે છે.

(૧) આંબળાનો મુરબ્બો :

આંબળા અતિગુણકારી છે, લોહીના શુદ્ધિકરણ માટે આંબળા સર્વોતમ ગણાય છે. પ્રેગનેન્સી દરમિયાન ઉલટી આવવાની ફીલિંગ્સને દૂર કરવા માટે આંબળાનું સેવન કરવું જોઈએ.

આજના લેખમાં અતિમહત્વની જાણકારી દર્શાવવામાં આવી હતી કારણ કે પ્રેગનેન્સીનો સમય એવો હોય છે જેમાં ‘મા’ અને બાળક બંનેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તો આ લેખની માહિતી તમે અન્ય લોકો સાથે શેયર કરજો જેથી તમારા મિત્રોને યોગ્ય માહિતી મળી રહે.

આવી જ અન્ય માહિતી જાણવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો જેથી તમને આંગળીના ટેરવે અવનવી માહિતી જાણવા મળતી રહેશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment