શું કોવિડ થી બચવા માંટે ઘરે પણ માસ્ક પહેરવું જરુરી છે?

Image Source

હમણાંજ સરકાર ના આદેશ મુજબ હવે તમારે ઘર માં પણ માસ્ક પહેરવું પડશે. શું આ વાત સાચી છે?જો હા તો કઈ પરિસ્થિતિ માં આવું કરવું હિતાવહ છે. આવો જાણીએ. નીતિ આયોગ ના નિયમ ને ન અનુસરવા પર લેશે કડકાઇ થી પગલાં.

ભારત સરકાર ના નિયમ મુજબ તેમનું કહેવું છે કે જો તમે એક એરિયા માં રહો છો તો તમારે તમારા ઘર માં પણ માસ્ક પહેરવું જોઈએ. સાથે જ તમારે તમારા ઘરે પણ કોઈ મહેમાન ને ન બોલવા જોઈએ. નીતિ આયોગ ના સદસ્ય અને સરકારી વેકસીનેશન ના હેડ ડૉ વીકે પોલ નું કહેવું છે કે આ સમયે લોકો એ ઘર ના અંદર પણ માસ્ક પહેરવાનું શરૂ કરવું જોઈએ.અને આ વસ્તુ ત્યારે જ શક્ય બને છે જ્યારે તમારા ઘર માં કોઈ કોવિડ પોસિટિવ હોય અને તેનાથી તમારું ઇન્ફેકશન નું રિસ્ક પણ ઘટી જાય છે.

  • આ સંજોગો માં તમારે ઘર માં માસ્ક પહેરવું જોઈએ. અને બિન જરુરી ઘર ની બહાર ન નીકળવું. અને તમારા પરિવાર સાથે જ રહો. અને પરિવાર સાથે પણ માસ્ક પહેરી ને જ રાખો. આપણાં થી જેટલું થાય એટલું પોતે અને પોતાના પરિવાર ને બચાવી રાખો.
  • સરકારે એ પણ કીધું છે કે માસ્ક બરાબર ન પહેરવાથી તેમ જ સોશિયલ ડિસ્ટન્સ ન રાખવાથી સંક્રમણ નો ખતરો 90% જેટલો વધી જાય છે. જો વ્યક્તિ માસ્ક બરાબર પહેરે તેમ જ સોશિયલ ડિસ્ટન્સ રાખે તો સંક્રમણ નો ખતરો 30% જેટલો ઓછો થઈ જાય છે.

  • એક શોધ અનુસાર એક સંક્રમિત વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સીન્ગ નું પાલન નથી કરતો તો એ 30 દિવસ ની અંદર 407 લોકો ને સંક્રમિત કરે છે. જો તે વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સીન્ગ નું પાલન કરે છે તો એ 30 દિવસ સુધી 2-3 લોકો ને સંકમિત કરી શકે છે. સરકાર મુજબ આવી સ્થિતિ માં જો કોઈ વ્યક્તિ ને લક્ષણ દેખાય તો તેને પોસિટિવ ની જેમ જ ટ્રીટ કરવું જોઈએ ભલે પછી તેમનો rt-pcr રિપોર્ટ પોસિટિવ હોય કે નેગેટિવ.
  • ભારત માં રોજ ના 3 લાખ થી વધુ ના કેસ થાય છે. જે ખૂબ જ ગંભીર વાત છે. લક્ષણ હોવા છતાં પણ રિપોર્ટ નેગેટિવ આવે છે, તેની પર એમ્સ ના ડાયરેક્ટર ડૉ રનદીપ ગુલેરીયા કહે છે કે rt-pcr ની સેન્સીટીવીટી 100% સાચી ન હોય. આવા માં જો તમારા પાસે કોઈ પોજિટિવ વ્યક્તિ હોય તો તમે પોસિટિવ છો એજ માની લેવું.

  • તેમણે કીધું છે કે હોસ્પિટલ માં કોવિડ ના વોર્ડ પણ બનાવા ના ચાલુ થઈ ગયા છે. જેમ ની રિપોર્ટ તો નેગેટિવ હોય, પણ લક્ષણ તો કોવિડ ના હોય જ છે. સરકાર ના અનુસાર ટેસ્ટિંગ કીટ ની કોઈ કમી નથી.
  • દેશ ની આવી હાલત ને અનુસાર કોવિડ ની આવી સ્થિતિ માં વેકસીનેશન ની અછત નહીં પણ વૃદ્ધિ થવી જોઈએ. સરકારે એવી નીતિ લાવી જોઈએ કે જેથી ચોક્કસ થી બધા ને વેકસીન મળે જ. સરકાર વધુ વેકસીનેશન લાવશે એ વિશ્વાસ છે

  • ભારત સરકાર વારે વારે વિનંતી કરે છે કે માસ્ક પહેર્યા વગર ઘર ની બહાર ન નીકળો. જો તમે માસ્ક પહેર્યા વગર ઘર ની બહાર નિકળશો તો તમારે દંડ પણ ભરવો પડશે. આ ગાઈડ લાઇન તમારા સુરક્ષા માંટે બનાવા માં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સેનિટાઈઝરનો ઉપયોગ કરવા માટે ગાઈડ લાઇન પણ જારી કરવામાં આવી છે. કોરોના થી બચવા માંટે વારે વારે સાબુ થી હાથ ધોવા જોઈએ. સાથે જ 2 ફૂટ નું અંતર પણ રાખવું જરુરી છે. જો બધી વાત માં જનતા સાથ આપે તો આ ચેન ને તોડી શકાય છે. ભારત માં એવું કોઈ રાજ્ય નથી કે જ્યાં કોરોના ન હોય. બધા જ રાજ્ય ના સરકાર પોત પોતાના રીતે કોરોના સંક્રમણ ને હરાવી રહ્યા છે. ભારત સરકાર ની નવી ગાઈડ લાઇન પ્રમાણે જો કોઈ વ્યક્તિ નિયમ નું પાલન ન કરે તો તેની પાસે થી દંડ પણ વસૂલાશે.

નિષ્કર્ષ

અમે બધા જ રાજ્ય ના વર્તમાન અને ખરાબ હાલત ને જોઈ રહ્યા છીએ. આવી સ્થિતિ માં જરા પણ ચૂક થવી જોઈએ નહીં. અને બધી જ રીતે સેફટી લેવી જોઈએ. તેવી જ રીતે જો કોઈ તમારા ઘર માં કોઈ ને કોવિડ થયો છે તો તમારે ઘર માં પણ માસ્ક પહેરવું જોઈએ. તમારી સુરક્ષા તમારા હાથ માં છે તો તમારે તમારું ધ્યાન રાખવું જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment