જો તમને એવું કહીએ કે IPL ની સિજન-13 વ્યૂઅર શીપ ફક્ત ક્રિકેટર્સ ના કારણે નહીં પણ આ હસીન એન્કરસ ના લીધે વધી છે તે કોઈ ખોટી વાત નથી.
અત્યારે IPL 2020 નો ખુમાર છવાયેલો છે, પણ ક્રિકેટ ફેન્સ બ્રેક દરમિયાન પોતાની પસંદગી ની મહીલા એન્કર ને બતાવાનું નથી ભૂલતા. ચાલો જાણીએ આ એન્કરસ વિશે જેને આ IPL માં ચાર ચાંદ લગાવી દીધા.
1. કિરા નારાયણન
કિરા નારાયણન એન્કર ની સાથે એક્ટ્રેસ પણ છે. તેઓ મલેશિયા ની રાજધાની કુઆલાલુમપુર માં મોટી થઈ છે. તેમણે 13 વર્ષ ની ઉમર માં જ એક્ટિંગ ચાલુ કરી દીધી. તેમણે યુનિવર્સિટિ કોલેજ ઓફ લંદન થી સાયકોલોજી નો અભ્યાસ કર્યો છે. સાથે જ તેમણે ન્યુયોર્ક ફિલ્મ એકૈડમી માં થી એક્ટિંગ માં ડિપ્લોમા કર્યું છે. તે ગ્રેટ બ્રિટેન ના નેશનલ યૂથ થિએટર ની સદસ્ય પણ છે. 2018 માં તે કુઆલાલુમપુર થી મુંબઈ આવી ગઈ. અને એક્ટિંગ માં કરિયર ચાલુ કર્યું. તેમણે ‘ પ્રો કૅબ્બડી લીગ’ માં પણ એન્કરીગ કર્યું છે. અત્યારે તેઓ IPL દરમિયાન ‘ક્રિકેટ લાઈવ શો’ હોસ્ટ કરે છે.
2. નેરોલી મિડોસ
નેરોલી મિડોસ એ ઔસ્ટ્રેલિયન ટીવી પ્રેજન્ટર,સ્પોર્ટ્સ જર્નલિસ્ટ,અને સ્પોર્ટ્સ કોમમેન્ટેટર છે. તે ક્રિકેટ સિવાય બાસ્કેટ બોલ અને ઔસ્ટ્રેલિયન ફૂટબોલ લીગ ને હોસ્ટ કરી ચૂકી છે.અત્યારે તેઓ સુનિલ ગાવસ્કર અને કેવિન પીટરસન ની સાથે શો હોસ્ટ કરી રહી છે.
3. સંજના ગણેશન
સંજના ગણેશન નો જન્મ 1991 માં મહારાષ્ટ્ર ના પૂણે માં થયો હતો. તેણે સ્કૂલનું શિક્ષણ બિશપ્સ સ્કૂલ પુણે અને સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. ક્રિકેટ સિવાય તે બેડમિંટન અને ફૂટબોલ ની ટુર્નામેન્ટ ને હોસ્ટ કરી ચૂકી છે. આ ઉપરાંત તે MTV splitsvilla માં કન્ટેસ્ટન્ટ તરીકે આવી ચૂકી છે.
4. નશપ્રીત સિંઘ
તેમનો જન્મ 1998 ફિજી માં થયો હતો. અને તે ઔસ્ટ્રેલિયા ના મેલબોર્ન માં મોટી થઈ છે. તેઓ હિન્દી, અંગ્રેજી, સિવાય પંજાબી પણ જાણે છે.તેમણે યુનિવર્સિટિ ઓફ મેલબોર્ન થી ગ્રેજયુએશન કર્યું છે. તેમણે 2014 માં મૉડેલિંગ થી કરિયર ની શરૂઆત કરી. આ ઉપરાંત તેઓ શોર્ટ ફિલ્મ સ્ટ્રિંગસ માં જોવા મળી છે. તેમણે ચોપડીઓ વાંચવી અને ટ્રાવેલ કરવું ખૂબ ગમે છે.
5. તાન્યા પુરોહિત
તાન્યા પુરોહિત મૂળ રૂપ થ્હી ઉત્તરાખંડ ની રહેવાસી છે. તેમણે ઘધવાલ યુનિવર્સિટિ થી એમ એ માસ કમ્યુનિકેશન નો કોર્સ કર્યો છે. તેઓ NH-10 મૂવી માં પણ જોવા મળી હતી. તેમણે દિપક ડોભાળ જે નવા એન્કર છે તેમની સાથે લગ્ન કર્યા છે.
6. મયંતી લેંગર
મયંતી લેંગર ક્રિકેટ ની દુનિયા માં જાણીતું નામ છે. ક્રિકેટ ફેંસ ક્રિકેટેર ની સાથે જ બીજા એન્કર અને તેમા ખાસ કરી ને મયંતી લેંગર ને જોવા નો લાહવો મળી રહ્યો છે. આ વખતે તેઓ એંકરીંગ નથી કરી રહ્યા તેની પાછળ નું તેમનું પર્સનલ કારણ છે. તેઓ પોતાના પહેલા બાળક પછી થોડો બ્રેક લેવા માંગે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team