ઘરે બનાવો 4 પ્રકાર ની કોફી, મસાલા અને ચોકલેટ કોફી તણાવ દૂર કરીને રોગો સામે લડવાની શક્તિ વધારે છે; સેફ અનસ પાસે થી જાણો બનાવવાની રીત.

Image source

કોફી સ્વાદ માં જેટલી લાજવાબ હોય છે, થાક પણ એટલો જલ્દી ઉતરી જાય છે. કોફી નો પ્રકાર ફક્ત તેમાં ભેળવવા માં આવતી સામગ્રી અને તેને બનાવવાની રીત થી અલગ થઈ જાય છે. આમાં ભેળવવા માં આવતી સામગ્રી, કોફી નો સ્વાદ અને સુગંધ બદલી નાખે છે. આ જ સ્વાદ ની મજા માણવા માટે આપને કેફે અને રેસ્ટોરન્ટ માં જઈએ છીએ. પરંતુ આને ઘરે પણ બનાવી શકાય છે.

આજે વિશ્વ કોફી દિવસ છે, આ તકે સેફ અનસ કુરેશી પાસે થી જાણો ઘરે અલગ અલગ પ્રકાર ની કોફી કેવી રીતે બનાવવી.

Image source

એસપ્રેસો કોફી.

• શું જોઈએ:

દૂધ -૧ કપ, પાણી – ૧ મોટી ચમચી, કોફી પાવડર – ૧ નાની ચમચી, ચોકલેટ સજાવટ માટે.

• કેવી રીતે બનાવવું:

એક કોફી કપ માં કોફી પાવડર, દળેલી ખાંડ અને એક મોટો ચમચો પાણી નાખી ને સરખી રીતે હલાવવું. તેને ત્યાં સુધી હલાવવું જ્યાં સુધી પેસ્ટ આછા ભૂરા રંગની ન થઈ જાય. એક કડાઈ મા ધીમા તાપે દૂધ ગરમ કરતા રહો, પરંતુ દૂધ ને ઉકાળવું નહિ. ગરમ થયેલા દૂધ ને કાચ ની બરણી માં નાખી ને ફીણ વળે ત્યાં સુધી જલ્દી થી હલાવો. કોફી વાળા કપ માં ફીણ વાળું આ દૂધ ધીમે ધીમે નાખતા ચમચી થી હલાવો. કડાઈ મા વધેલા ફીણા ને કોફીની ઉપર નાખો. પછી આને ચોકલેટ સીરપ કે ચોકલેટ પાવડર થી સજાવટ કરો.

Image source

મસાલા કોફી.

• શું જોઈએ:

કોફી પાવડર -૧/૨ નાની ચમચી, એલચી પાવડર – ૧/૪ નાની ચમચી, તજ પાવડર – ૧/૨ નાની ચમચી, આદું – ૧ નાની ચમચી બારીક કાપેલું, ફૂલ ક્રીમ દૂધ – ૨૦૦ મિલી, ખાંડ – ૧ નાની ચમચી, પાણી – અડધો કપ

•કેવી રીતે બનાવવું:

એક કડાઈ મા પાણી ગરમ કરો. તેમાં કોફી પાવડર, તજ પાવડર, એલચી પાવડર અને આદુ ભેળવો. આને સારી રીતે ભેળવો અને થોડી વાર પકાવો. જ્યારે આમાં ઉફાણ આવી જાય પછી તેમાં ધીરે ધીરે દૂધ નાખો. આ ઉફાણ આવે ત્યાં સુધી પકાવો. તાપ બંધ કરી ને તેમાં ખાંડ નાખી ને પકાવો. ખાંડ છેલ્લે નાખશો નહિં તો દૂધ ફાટી જશે. તમારા સ્વાદ મુજબ મસાલો વધુ કે ઓછો કરી શકો છો. હવે આને એક કપ માં ચાળની થી ચાળી લો. મસાલા કોફી તૈયાર છે જે રોગ સામે લડવાની ક્ષમતા પણ વધારે છે.

Image source

ચોકલેટ કોફી.

• શું જોઈએ:

ડાર્ક ચોકલેટ – ૧ મોટો ચમચો, તજ પાવડર , કોફી પાવડર, જાયફળ પાવડર, ખાંડ અને મોટો ચમચો દૂધ નાખી ને ભેળવો. મિશ્રણ પીગળે ત્યાં સુધી આને ચમચા થી ભેળવો. આને માઇક્રોવેવ માં પણ ૨૦ મિનિટ ગરમ કરી શકો છો. હવે આને એક કપ માં નાખી દો અને ઉપર થી ગરમ દૂધ નાખો અને સરખી રીતે ભેળવો. ચોકલેટ કોફી તૈયાર છે. આ તમને ખુશ રાખવાનું કામ કરશે.

Image source

કૈફે લાતે.

•શું જોઈએ:

કોફી પાવડર – ૨ નાની ચમચી, દળેલી ખાંડ – ૧ નાની ચમચી, ગરમ પાણી – ૧/૪ કપ, દૂધ – ૧ કપ.

•કેવી રીતે બનાવવું:

/એક કપ માં કોફી પાવડર, દળેલી ખાંડ અને ગરમ પાણી નાખીને સરખી રીતે ભેળવો. ગરમ દૂધ ને કાચ ની બરણી માં નાખી ને ફીણ વળે ત્યાં સુધી હલાવો. હવે આ દૂધ ને ધીમે ધીમે કોફી વાળા કપ માં નાખો. જેમ જેમ દૂધ કપ માં નાખશો, ફીણ નીચે જતા જશે જે છેલ્લે કોફી ની ઉપર આવી જશે. હવે ચાળણી ની મદદ થી લોકો પાવડર ને કોફી ઉપર છાંટી દો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment