બટેકાની ફ્રેંચ ફ્રાઈ આપણને બધાને પસંદ હોય છે પરંતુ જો તમે તેનું વધારે માત્રામાં સેવન કરો છો તો મેદસ્વીતા વધે છે. અહી અમે તમને કેટલીક હેલ્ધી ફ્રાઈઝ વિશે જણાવી રહ્યા છીએ.
ફ્રેંચ ફ્રાઈઝ સંપૂર્ણ વિશ્વમાં એક લોકપ્રિય અને પસંદ કરવામાં આવતો નાસ્તો છે અને તેનું સેવન લોકો એક સાઈડ ડિશ તરીકે કરે છે. આ ડિશને બાળકોથી લઈને યુવાન અને વૃદ્ધ પણ ખાય છે, કેમકે તે ખૂબ મુલાયમ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાદિષ્ટ ફ્રેંચ ફ્રાઈઝ બટેકાથી બનેલ હોય છે જેમાં સોડિયમ અને તેલની માત્રા ખુબ વધારે હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોઈ શકે છે.
જો તેને દરરોજ ખાવામાં આવે તો મેદસ્વીતા વધે છે, જે સેકડો રોગોનું મૂળ છે. સામાન્ય રીતે ફ્રેંચ ફ્રાઈઝ ઘણા બધા રેસ્ટોરન્ટમાં પીઝા બર્ગર ની સાથે પીરસવામાં આવે છે. આવી સ્થિતિમાં જે લોકો હેલ્ધી ફૂડને પસંદ કરે છે, તે ફ્રેંચ ફ્રાઈઝને બદલે બીજા ફ્રાઇ ફુડને પસંદ કરી શકે છે. જેનાથી સ્વાસ્થયને કોઈ નુકસાન ન થાય. અહીં અમે તમને કેટલીક ફ્રાઈઝ વાનગીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે બટેકાની ફ્રેંચ ફ્રાઈઝ ને બદલે સેવન કરી શકો છો.
શક્કરિયા ની ફ્રાઈઝ
શક્કરિયા ફ્રાઈ, ફ્રેંચ ફ્રાઈ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેની બનાવટ તો ફ્રેંચ ફ્રાઈઝની જેમજ હોય છે સાથેજ તે સ્વાદિષ્ટ પણ હોય છે. શક્કરિયા ફાઇબર અને વિટામીનથી ભરપૂર ભોજન છે. તેને બનાવવા માટે શક્કરિયા ને લાંબા ટુકડામાં કાપી લો અને પછી 10 મિનિટ માટે મીઠાના પાણીમાં રાખો.
ત્યારબાદ થોડી સુકવો અને પછી તેને જૈતૂનના તેલમાં તળો. તેનો સ્વાદ વધારવા માટે એક ચપટી મીઠું અને મરી પાવડર નાખો. આ રીતે તૈયાર છે તમારી હેલ્ધી અને કડકડી ચિપ્સ.
તુરિયાની ફ્રાઈ
તે માટે સૌથી પહેલા તુરીયા સારી રીતે ધોઈ અને પછી કાપી લો. તળતા પેહલા ચકાસો કે તુરીયા સુકાઈ ગયા હોય, કેમકે ભીના હશે તો ક્રિસ્પી ચિપ્સ બનશે નહીં. કાપ્યા પછી સુકવીને તળવાથી તમને ક્રિસ્પી ફ્રાઈ બનાવવમાં મદદ મળશે. તમે આ ચિપ્સમાં મીઠું ઉમેરીને ખાઈ શકો છો અથવા તેને વધારે સ્વાદિષ્ટ બનાવી શકો છો.
તુરીયા તળ્યા પછી એક વાટકી લો અને એક ઈંડાને ફૂલે ત્યાં સુધી હલાવતા રહો. ફેટેલા ઈંડામાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ગાર્લિક પાવડર અને એક ચપટી મીઠું નાખો. તુરીયાની સ્લાઈસ ને ઈંડાના ઘોળ મા ડૂબાડી અને ઓવન ટ્રે પર રાખો. તેને 25 મિનિટ સુધી બેક કરી અને થોડા સમયે તેને બદલતા રહો જેથી તે સારી રીતે શેકાઈ શકે. તે તાજા ખીરા અમે માયોનીઝ ડીપ સાથે સારી લાગે છે.
સફરજનની ફ્રાઈ
સફરજનને તમે ખાઈ તો શકો છો જેના ઘણા સ્વાસ્થ્ય ફાયદા છે. પરંતુ તમે હેલ્ધી ફ્રાઈની શોધ કરો છો તો સફરજનની ચિપ્સ પસંદ કરવી સારો વિકલ્પ છે. સફરજનની ફ્રાઈઝ હળવી, મીઠી અને ટેસ્ટી હોય છે, જે તમારા બાળકને ખૂબ પસંદ આવશે, તેને બનાવવા માટે એક વાટકીમાં અડધો કપ દૂધ, 1 કપ મેંદો, અડધી નાની ચમચી ખાવાનો સોડા અને મીઠું તેમજ ખાંડ તમારા સ્વાદમુજબ ઉમેરો.
સફરજનના ગોળ કાપેલી સ્લાઈસને આ ઘોળમાં ઉમેરી તવા ઉપર થોડું તેલ લગાવીને ફ્રાઈ કરો. તેને ત્યાં સુધી ફેરવતા રહો જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે શેકાઈ ન જાય અને ગોલ્ડન કલર થઈ જાય, ત્યારે સમજવું કે હવે તે ખાવા માટે તૈયાર છે.
પાલક ચિપ્સ:
સાંભળવામાં અલગ લાગી રહી હોય કે પાલકની ચિપ્સ કેવી રીતે બનતી હશે પરંતુ તેની ચિપ્સ હેલ્ધી, શેકેલી અને બનવામાં ખૂબ સરળ છે. સૌથી પહેલા તમારે પાલકના પાનને ધોઈને સૂકવી લેવાના છે. જ્યારે તે સંપૂર્ણ રીતે સુકાઈ જાય, ત્યારે તેને એક વાટકામાં કાઢી લો અને જેતુનનું તેલ નાખો અને ચકાસો કે દરેક પાનમાં જેતુનનું તેલ લાગેલું હોય.
પછી પાનને બેકિંગ પેપરથી ઢાંકી ઓવન ટ્રે પર રાખો. એક વાટકીમાં મીઠું, લાલ મરચું પાવડર, લસણ પાવડર અને અજમા ઉમેરો. આ મિશ્રણને પાન પર છાંટી અને 180 ડિગ્રી સેલ્સિયસ પર 15 મિનિટ માટે બેક થવા માટે રેહવા દો. થોડી વારમાં આ ચિપ્સ તમારા ખાવા માટે તૈયાર છે.
રીંગણ ચિપ્સ:
જો તમે તમારું વજન ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો આ નુસખો એક જરૂરી પ્રયાસ છે કેમકે આ એક એર ફ્રાયરમાં તૈયાર કરવામાં આવે છે, તેથી તેમાં ખૂબ ઓછી કેલરી હોય છે. આ ચિપ્સ બનાવવા માટે, રીંગણને ધોઈ લો અને સ્લાઈસમાં કાપી જેતુનના તેલમાં મેરીનેટ કરો. ત્યારબાદ તમે તમારા પસંદના મસાલાથી મિશ્રણને પસંદ કરી શકો છો. તેને 20 મિનિટ માટે ભળવા દો અને પછી ફ્રાઈને 15 મિનિટ માટે એર ફ્રાયરમાં મૂકી દો. શેકાઈ ગયા પછી, તમે તેના ઉપર શેકેલા તલ નાખી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team