એર પ્યોરીફાયર ની જગ્યાએ ઘરમાં લગાવો આ પ્રાકૃતિક છોડ તમારા ઘર ની ખૂબસૂરતી વધશે અને તેની સાથે જ તમને મળશે શુદ્ધ હવા 

Image Source

છેલ્લા કેટલાક સમયથી વાયુ પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, બેન્ઝિન, ફોર્માલ્ડિહાઈડ અને ટ્રાઇક્લોરોએથેન જેવા ઝેરી પદાર્થ ના કારણે હવામાં શ્વાસ લેવાનું મુશ્કેલ બની ગયું છે. ઝેરી હવાને લીધે, તમામ ઉંમરના લોકોમાં શ્વાસ લેવામાં તકલીફ વધી રહી છે.  પ્રદૂષણ ફક્ત ઘરની બહાર જ નહીં, પણ આપણા ઘરની અંદરની હવા પણ ખૂબ ઝેરી બની ગઈ છે. તેથી જ હવે લોકો તેમના ઘરોમાં એર પ્યુરિફાયર સ્થાપિત કરે છે. તેની સાથે જ લોકો હવે તેમના ઘરોમાં એર પ્યુરિફાયર ઇન્ડોર પ્લાન્ટ સ્થાપિત કરી રહ્યા છે.  આ છોડ ઘરની સુંદરતા વધારવાની સાથે સાથે હવાને શુદ્ધ કરે છે. 

આજે આ લેખમાં, અમે તમને કેટલાક હવા શુદ્ધિકરણ છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરની હવાને શુદ્ધ રાખવામાં મદદ કરશે.

એલોવેરા 

આજકાલ તમને દરેક ઘરમાં એલોવેરાનો છોડ જોવા મળશે.  એલોવેરામાં ઘણા ઔષધીય ગુણધર્મો છે અને તે હવાને શુદ્ધ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આ છોડની સંભાળ રાખવા માટે વધુ પ્રયત્ન કરવાની અથવા કાળજી લેવાની જરૂર નથી. આ છોડ થોડા સૂર્યપ્રકાશમાં પણ ખીલી શકે છે. આ ઉત્તમ ઇન્ડોર પ્લાન્ટ હવાના અશુદ્ધિઓ દૂર કરે છે અને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી તત્વોને દૂર કરીને હવાને શુદ્ધ કરે છે.

તુલસી

હિંદુ ધર્મમાં તુલસીનો છોડ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસીના છોડમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે,  પરંતુ તેની સાથે તુલસી વાતાવરણને સ્વચ્છ રાખવા માટે પણ કામ કરે છે.  તુલસી હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઝડપથી વધારે છે. આ ઉપરાંત તે હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી તત્વોને શોષી લે છે. તુલસીના છોડને ઘરમાં જ્યાં ઓછો સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં બાલ્કની અથવા બારી વગેરે જેવી જગ્યાએ રાખી શકાય છે.

Image Source

બામ્બુ પામ

બામ્બુ પામ નો છોડ આજકાલ ઘણા ઘરોમાં જોવા મળે છે. આ છોડ હવામાં અશુદ્ધિઓ ને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. તે હવામાંથી બેન્ઝીન, ફોર્માલ્ડીહાઇડ અને ટ્રાઇક્લોરોએથેન જેવા ઝેરી તત્વોને દૂર કરે છે. આની સાથે તે હવાને ભેજયુક્ત રાખે છે અને વાતાવરણમાં ઠંડક રાખે છે. તમે આ ઇનડોર પ્લાન્ટ તમારા લિવિંગ રૂમમાં અથવા બેડ રૂમમાં મૂકી શકો છો.

મની પ્લાન્ટ

મની પ્લાન્ટ એ એક છોડ છે જેને તમે ઘરના કોઈપણ ખૂણામાં સરળતાથી ઉગાડી શકો છો.  મની પ્લાન્ટ ની વધુ કાળજી લેવાની જરૂર નથી.  તમે મની પ્લાન્ટ તમારા ડ્રોઈંગ રૂમ, બેડરૂમમાં અને ડાઇનિંગ ટેબલ પર પણ મૂકી શકો છો. આ છોડની વિશેષતા એ છે કે તે હવામાંથી ફોર્માલ્ડીહાઇડ જેવા ઝેરી તત્વોને દૂર કરે છે, સાથે સાથે ઓરડાને એક તાજી હવા આપે છે.

Image Source

સ્પાઈડર પ્લાન્ટ

આ સુંદર ઇન્ડોર પ્લાન્ટ તમારા રૂમની સુંદરતા વધારે છે તથા હવામાં રહેલી અશુદ્ધિઓ ને દૂર કરવાની ક્ષમતા પણ ધરાવે છે.સ્પાઈડર પ્લાન્ટ હવામાંથી ઝાયલીન, બેન્ઝિન, ફોર્માલ્ડિહાઈડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી તત્વોને દૂર કરે છે અને આસપાસની હવાને શુદ્ધ કરે છે.  તેની દેખરેખ માટે તમારે કોઈ સખત મહેનત કરવાની જરૂર નથી.

Image Source

રબર પ્લાન્ટ

રબરનો છોડ જોવા મા ખૂબ જ સુંદર છે પરંતુ તેની સાથે જ તે હવાને શુદ્ધ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તમે તેને ઘરના કોઈપણ ખૂણામાં અથવા બહાર રાખી શકો છો. તે હવામાંથી ઝેરી તત્વોને દૂર કરે છે તેમજ બેન્ઝીન શોષી લે છે.  તમે તેને તમારા ઘરના કોઈપણ રૂમ માં અથવા ઓફિસમાં રાખી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment