જો ઘર માં લાવવું છે ગુડલક તો વાસ્તુ અનુસાર ઘરમાં લગાવો આ જગ્યાએ અરીસો 

Image Source

પોતાની જાતને અરીસામાં જોવું કોઈ પણ મહિલાઓ માટે ખુશીની વાત છે, અને તેમને ખુશીનો અનુભવ આપે છે. લગભગ ઘણી બધી મહિલાઓ દિવસમાં ઘણી વખત અરીસાની સામે જઇને પોતાની જાતને જુએ છે. અરીસો આપણી સુંદરતા દર્શાવવાની સાથે સાથે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવાનું કારણ પણ બની શકે છે. આમ તો બજારમાં ઘણા બધા ડિઝાઇન અને આકારના અરીસા મળે છે પરંતુ તમને આ જાણકારી મેળવીને આશ્ચર્ય થશે કે તેનાથી આપણા ઘરમાં પોઝિટિવ એનર્જી પણ લાવી શકાય છે. નવું ઘર બનાવી રહ્યા હોય અથવા શોરૂમ, અરીસા નો ઉપયોગથી તેની સુંદરતા વધારી શકાય છે. ઘણી ઓછી મહિલાઓ જાણતી હશે કે અરીસો માત્ર વસ્તુઓ જોવા માટે જ મદદ કરે છે એવું નથી પરંતુ પોતાના આકાર અને દિશા અનુસાર આપણા જીવનને પણ પ્રભાવિત કરે છે. જો તે વાસ્તુ અનુસાર ઘરમાં લગાવેલી હોય તો તેની મદદથી ઘરમાં પોઝિટિવ એનર્જીનો પ્રવાહ વધારી શકાય છે. ન્યુમેરોવાસ્તુ ના સંસ્થાપક નીતિન ગુપ્તા થી જાણીએ અરીસાના વાસ્તુથી જોડાયેલ આ અમુક ઉપાયો

Image Source

અરીસા માટે અપનાવો આ વાસ્તુ ટીપ્સ

જો તમારા ઘરની દક્ષિણ દિશામાં પૂર્વની દીવાલ પર એક મોટો ગોળ અરીસો છે તો તે તમારા જીવનમાં રૂપિયાની તંગી, તમારું પેમેન્ટ આપવું અને દુર્ઘટના જેવા અશુભ પ્રભાવ ઉત્પન્ન કરી શકે છે. એટલું જ નહીં આ અરીસો દક્ષિણ દિશામાં લાગેલો હોય તો અચાનકથી તમારી નોકરી છૂટી જવી અથવા સમાજ માં અપયશ મળવો જેવા પ્રભાવ ઉત્પન્ન કરી શકે છે. આ રીતે વાસ્તુ દોષથી બચવા માટે અરીસા મુકવાની જગ્યા ને ખૂબ જ જલ્દી બદલી દેવી જોઇએ.

એવું માનવામાં આવે છે કે જો ઉત્તર દિશામાં અરીસો લાગેલો હોય તો તે ધનને આકર્ષિત કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે અરીસો ધન નહીં પરંતુ ધનની લાલસા ઉત્પન્ન કરી શકે છે. એવા ઘરમાં રહેતા લોકોને ધનની ઉણપ ભટકતી રહે છે જો તમારા ઘરમાં ઉત્તર દિશા કપાયેલી હોય તો તે અરીસો તમારો માટે ધનપ્રાપ્ત કરાવી શકે છે.

ઘણા વાસ્તુ સલાહકાર એ પણ સલાહ આપે છે કે બેડરૂમમાં બેડ સામે અરીસો મૂકવો જોઇએ નહીં, આમ થવાથી આપણા સ્વાસ્થ્ય અને સંબંધ ઉપર ખૂબ જ ખરાબ અસર પડે છે, પરંતુ એ સાચું નથી અરીસો માત્ર ત્યારે જ નુકસાન પહોંચાડી શકે છે જ્યારે તે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં લગાવેલો હોય. અને તેનાથી ધનની હાનિ પણ થઈ શકે છે બેડની સામે હોવાથી કે ન હોવાથી કોઈ ફરક પડતો નથી.

Image Source

નુમેરોવાસ્તુ ટીમ દ્વારા કરેલ રિસર્ચ અનુસાર જો તમારી જન્મ તિથિ માં અંકોનો યોગ 1, 6 અથવા 9 હોય છે તો તમારે દક્ષિણ દિશામાં અને જો 2,3,4 અને 7 છે તો દક્ષિણ અને પશ્ચિમ દિશામાં કોઈ પણ પ્રકારનો અરીસો મૂકવો જોઇએ નહીં. આદર્શ રૂપમાં પશ્ચિમ દિશામાં ગોળ ઉત્તર-પૂર્વમાં અંડાકાર અને દક્ષિણ દિશામાં ત્રિકોણાકાર નો અરીસો લગાવી શકો છો.

 જો તમારા ઘરમાં અરીસો અલગ દિશામાં લગાવેલો છે તો તે તમારા માટે અશુભ પ્રભાવ ઉત્પન્ન કરી રહ્યો છે. અત્યારે તમારે તેને ક્રીમ કલરના પરદા અથવા પેપરથી ટાંકી દેવો જોઇએ, તેનાથી તેનો પ્રભાવ ઘણી હદ સુધી ઓછો થઈ જશે અને ઘરમાં પોઝિટિવીટી વધારવા માટે પણ મદદ મળશે. 

અરીસાની યોગ્ય સાઇઝ, ફ્રેમ નું મટીરીયલ અને રંગ તથા અન્ય ન્યુમરોવાસ્તુ ઉપાયો દ્વારા પણ અરીસાના પ્રભાવને લાભદાયક બનાવી શકાય છે.

અરે સાથે જોડાયેલ આ વાસ્તુ ટિપ્સ અપનાવવાથી તમને ખૂબ જ પોઝિટિવ રીઝલ્ટ મળવા લાગશે. એટલે કે ઘર અને પરિવારમાં સંબંધો મજબૂત થશે માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને ધનસંપન્નતા બની રહેશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment