દરેક સમયે દુઃખનો બોજો ઉઠાવનાર માણસ સદાય દુઃખી જ રહે છે અને તેનું મન પણ ક્યારેય ખુશ નથી રહી શકતું. તેના જીવનમાં દુખો ચાલ્યા જ કરતા હોઈ છે. ક્યારેય પણ દુઃખોને તમારા પર હાવી ના થવા દો. એક લોકકથા મુજબ એક સંત તેના શિષ્ય સાથે રહેતા હતા, આ સંત ખુબ જ બુદ્ધિશાળી હતા. જેના લીધે દરેક લોકો તેની સમસ્યાઓ લઈને આ સંત પાસે આવતા હતા.એક દિવસ આ સંત કોઈ કામ માટે બહાર ગયા હતા, ત્યારે એક માણસ સંતને મળવા તેના આશ્રમે આવી પહુચ્યો.સંતને આશ્રમમાં ના જોતા આ વ્યક્તિ શિષ્યથી મદદ માંગે છે અને શિષ્યને એક સવાલ કરે છે કે ખુશ રહેવાનો મંત્ર શું છે ?
શિષ્ય પાસે આ સવાલનો જવાબ ના હતો. શિષ્ય વ્યક્તિ ને કહે છે કે તમે કૃપા કરી કાલે આશ્રમમાં આવજો. હું મારા ગુરુને આનો જવાબ પૂછી તમને જણાવીશ. સાંજે જયારે સંત આશ્રમ માં આવે છે ત્યારે શિષ્ય તેને સવાલ પૂછે છે કે ગુરુદેવ જીવનમાં સદાય ખુશ રહેવા માટેનો મંત્ર શું છે ?
સંત શિષ્યને કહે છે કે તું મારી સાથે લાકડીઓ લેવા જંગલમાં આવ. હું ત્યાં જ તને આ સવાલનો જવાબ આપું. જંગલમાં જઈ સંત ખુબ જ ભારે લાકડીઓ શિષ્યને પકડાવી દે છે. લાકડીઓના ભારના લીધે શિષ્યને હાથ દુખવા લાગે છે.
પરંતુ શિષ્ય કઈ પણ બોલ્યા વગર સંત પાછળ ચાલ્યા કરે છે. થોડીવાર પછી સંત વધુ લાકડીઓ તે શિષ્યને પકડાવી દે છે અને પાછુ આશ્રમ ચાલવા માટે કહે છે. લાકડીઓના વજન ના લીધે શિષ્યના હાથ વધુ દુખવા લાગે છે અને અંતમાં શિષ્ય સંતને રોકીને કહે છે. ગુરુજી હવે હું આ લાકડીઓ ઉઠાવી નહિ શકું, મારા હાથમાં ખુબ જ દુખાવો થાય છે.
સંત શિષ્યને લાકડીઓ નીચે રાખવા કહે છે આવું કરવાથી શિષ્યના હાથનો દુખાવો તરત જ સારો થઈ જાય છે અને ત્યારે સંત શિષ્યને કહે છે બસ આ જ જીવનમાં ખુશ રહેવાનો મંત્ર છે. શિષ્યને ગુરુની વાત સમજમાં નાં આવી અને તે સંતને પૂછે છે કે લાકડીઓને નીચે રાખવી એ કઈ રીતે ખુશ રહેવાનો મંત્ર હોઈ શકે.
સંત આ સવાલ નો જવાબ આપતા કહે છે કે જ્યાં સુધી આપણે દુઃખો નો બોજ ઉઠાવતા રહીશું ત્યાં સુધી આપણને દુઃખ અને નિરાશા જ મળશે. આ લાકડીઓ તને દુઃખ આપી રહી હતી. જેવી તે તેને નીચે રાખી તો તને શાંતિ મળી. આવી જ રીતે દુઃખોના બોજને તમારા થી દુર કરવાથી તમારા જીવનમાં હમેશા ખુશીઓ અને શાંતિ જ મળશે. શિષ્યને ગુરુની વાત સમજમાં આવી ગઈ અને શિષ્યએ પેલા માણસ ને પણ ખુશ રહેવાનો મંત્ર જણાવ્યો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team
1 thought on “શું તમે તમારા જીવનમાં દુઃખી છો ? તો તમારા જીવનમાં પણ આવી શકે છે સુખ, જાણો ખુશ રહેવાનો મંત્ર”