ઇન્દોરમાં લોકોના દિવસની શરૂઆત જ પૌઆથી કરે છે. મોટાભાગના ઘરોમાં સવારના નાસ્તામાં પૌઆ બનાવવામાં આવે છે અને જો વાસ્તવિક ઇન્દોરના રહેવાસીઓને સવારે પૌઆ મળી જાય તો તેમનો આખો દિવસ આપમેળે સુધરી જાય છે.
સવારે ઊઠતાં જ ઇન્દોરીઓને જો કંઈ જોઈએ તો એ છે એક હાથમાં પૌઆ-જલેબીથી ભરેલી પ્લેટ અને બીજા હાથમાં ચાથી ભરેલો કપ. ઇન્દોરના લોકો ઓછામાં ઓછા બે-બે પ્લેટ પૌઆ ન ખાય, ત્યાં સુધી તેમનું મન જ નથી ભરાતું.
હા, ઇન્દોરના લોકોની સવારની શરૂઆત જ પૌઆથી થાય છે. જો સવાર-સવારના નાસ્તામાં પૌઆ મળી જાય તો દિવસ બની જાય એ સ્વાભાવિક છે. ઇન્દોરમાં સવારે 6 વાગ્યાથી લોકો પૌઆની દુકાનો પર ટુટી પડે છે. સવારના નાસ્તામાં ઇન્દોરના મોટાભાગના ઘરોમાં પૌઆ બને છે. આ સિવાય ઇન્દોરમાં મોટાભાગની દુકાનમાં પૌઆ બપોરના 12 વાગ્યાં સુધી વેંચતા રહે છે.
એટલું નહીં, ઇન્દોરમાં લોકો પૌઆના એટલા દીવાના છે કે લોકો રાત્રે પણ પૌઆ ખાવા બહાર દુકાનોમાં ભીડ લગાવે છે. ખરેખર, ઇન્દોરના સરવટે બસ-સ્ટેન્ડની ચા અને પૌઆ ખુબ જ પ્રખ્યાત છે. ખાસ વાત એ છે કે તે રાત્રે પણ મળે છે. જેને લોકો ખુબ ઉત્સાહથી ખાય છે અને તેને લોકો પસંદ પણ કરે છે.
ઇન્દોરી પૌઆની સફર :
આમ તો પૌઆ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ માં વધારે વખણાય છે. મધ્ય પ્રદેશમાં પણ ખાસ કરીને માલવા વિસ્તારમાં. તેના ઇતિહાસને લઈને ઘણી વાર્તાઓ છે. પરંતુ દેશની આઝાદીના લગભગ બે વર્ષ પછી પૌઆએ ઇન્દોરમાં રાજ કર્યું છે. મહારાષ્ટ્રના રાયગઢમાં રહેતા પુરુષોત્તમ જોશી એમની ફોઈના ત્યાં ઇન્દોર આવ્યો હતો. તે દરમિયાન તે એક કંપનીમાં સેલ્સમેનની નોકરી કરતાં હતા. તે દરમિયાન જોશીના મનમાં પૌઆની દુકાન ખોલવાનો વિચાર આવ્યો. તે પછી, પુરુષોત્તમને ઇન્દોરમાં પૌઆની દુકાન ખોલી દીધી. તે પછી ઇન્દોરમાં પૌઆનું ટ્રેન્ડ સતત વધતું ગયું.
પૌઆ ડાંગરમાંથી બનાવવામા આવે છે અને એક સમયમાં છત્તીસગઢ મધ્ય-પ્રદેશનો એક ભાગ હતો. ડાંગરના પાકનો પાક વધુ હોવાને કારણે તેનો અનેક રીતે ઉપયોગ થવાનું શરૂ થયું. જેમાંથી એક પૌઆ હતા.
ઇન્દોરના પૌઆ અન્ય સ્થળોથી કેવી રીતે અલગ છે?
પૌઆને ચટપટા અને હેલ્દી નાસ્તામાં સમાવેશ કરવામાં આવે છે. લોકો સામાન્ય રીતે તેને સામાન્ય શાકભાજી તરીકે રાંધતા હોય છે. પરંતુ ઇન્દોરમાં તે અલગ રીતે બનાવવામાં આવે છે. પૌઆને બે કે ત્રણ વખત પાણીથી ધોઈ નાખવામાં આવે છે અને તેમાં થોડીક હળદર નાખીને થોડો સમય (પાણીમાં પલાળીને) છોડી દેવામાં આવે છે. પછી એમાં રાઈ, મીઠો લીમડો, મગફળીના દાણા અને હળદર મરીનો વગાર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેને પૌઆમાં ભળીને પાણીથી ભરેલી તપેલી ઉપર રાખી રાંધવામાં આવે છે.
પૌઆ પાણીની વરાળમાં ગરમ થવા સાથે તૈયાર પણ થાય છે. ત્યારબાદ તેમાં બે પ્રકારની સેવ નાખવામાં આવે છે. એક મોટી સેવ જે તીખી સેવ હોય છે, મોટી સેવ સાથે તેમાં તીખી બુંદી પણ નાખવામાં આવે છે. બીજી સેવ બારીક હોય છે અને તેમાં મરચું હોતું નથી. આ ઉપરાંત બારીક સમારેલી ડુંગળી, લીલા ધાણા, લીંબુનો રસ, દાડમના દાણા અને ઉપરથી જીરું નાખીને ગરમ જલેબી સાથે ખાવામાં આવે છે. આ બધું જોઈને ત્યાં હાજર દરેક લોકોના મોઢામાં પાણી આવવા લાગે છે. તો બસ આજ વસ્તુ બધાથી ઇન્દોરના પૌંઆ ને અલગ બનાવે છે.
એક રિપોર્ટ મુજબ, ઈંદોરના જથ્થાબંધ બજારમાંથી દરરોજ લગભગ 65 ટન પૌઆ વેચાય છે. પૌઆનું ઉત્પાદન મોટાભાગે ઉજ્જૈન અને છત્તીસગઢમાં થાય છે. પરંતુ તેનો મહત્તમ વપરાશ ઇન્દોર અને તે પછી સમગ્ર માલવા વિસ્તારમાં થાય છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સાથે ઘણા રાજ્યોમાં તેને પસંદ કરવામાં આવે છે. યુપી, રાજસ્થાન, છત્તીસગઢ, દિલ્હી-એનસીઆરમાં પણ પૌંઆ ખાવામાં આવે છે. પરંતુ એ વાત અલગ છે કે બીજી જગ્યાએ સ્વાદમાં મજા નથી હોતી જે ઇન્દોરના પૌઆમાં હોય છે.
પૌઆના કેટલા નામ છે:
પૌઆને અલગ-અલગ પ્રદેશો અથવા સ્થળોએ ઘણા નામોથી ઓએખવામાં આવે છે. મહારાષ્ટ્ર અને એમપી માં પૌઆના નામથી ઓળખાય છે. પૌવાને પિટા ચોખા અને પ્લેન ચોખા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તેલુગુમાં અતુકુલુ, બંગાળ અસમમાં ચિડા, બિહાર-ઝારખંડ માં ચીરા ચુડા અને ગુજરાતીમાં પૌઆ તરીકે ઓળાખાય છે. આ ઉપરાંત, તે દરેક જગ્યાએ વિવિધ રીતે બનાવવામાં આવે છે. ઘણી જગ્યાએ દૂધમાં ખાંડ મિક્ષ કરીને ખાવામાં આવે છે જેને દૂધ-પૌઆ કહે છે. જ્યારે કેરળમાં તે નારિયેળ અને કેળાથી બનાવવામાં આવે છે. વળી, તેને તળીને ઘણી જગ્યાએ ચેવડા તરીકે ખાવામાં આવે છે. બિહારમાં, ખાસ કરીને મિથિલા ક્ષેત્રમાં,દહીં સાથે ચુડા ખાવાનું વધારે પસંદ કરે છે. મગધના વિસ્તારમાં ચુડાને સત્તુ સાથે પણ ખાવામાં આવે છે.
ઇન્દોરમાં પૌઆ દિવસ :
7 જૂને વિશ્વ પૌઆ દિવસ ઇન્દોરમાં મનાવવામાં આવે છે. તેની શરૂઆત ઇન્દોરના કલાકાર રાજીવ નેમા દ્વારા કરવામાં આવી હતી. જે આજકાલ વિદેશમાં રહે છે. આ દિવસે ઇન્દોરમાં પૌઆ અને જલેબીનું વિસ્તરણ થાય છે અને સોશ્યિલ મીડિયા દ્વારા દેશભરમાં તેના વિશે જણાવવામાં આવે છે.
જી આઈ ટેગનું હરીફાઈમાં પોળનું નામ :
આ નામની ભલામણ જી આઈ ટેગ (જ્યોગ્રાફિકલ ઈન્ડેક્સ ટેગ )માટે વધુ ચાર વસ્તુઓ માટે કરવામાં આવે છે. જેમાં ઈંદોરના પૌઆનો સમાવેશ થાય છે. તેમાં પૌઆ,લાંબી સેવ, ખટ્ટા-મીઠાં નમકીન અને દૂધમાંથી બનેલા શિકંજીનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે બજેટમાં પૌઆ -જલેબી અને નમકીન બ્રાન્ડિંગ પણ જાહેરાત કરી હતી. જો કે જી આઈ ટેગની પ્રક્રિયા લગભગ 6 મહિના પહેલા શરૂ થઇ છે.
શું હોય છે જી આઈ ટેગ :
જ્યોગ્રાફીકલ ઈન્ડેક્સ ટેગ આ એક એવા ઉત્પાદનોને મળે છે, જ્યાંથી એક જગ્યાની ઓળખ હોય છે. તેને પ્રાપ્ત કર્યા પછી, કોઈ વ્યક્તિ અથવા સંસ્થા તેને પોતાનું કહી શકશે નહીં.
એકંદરે જો તમે ઇન્દોર આવ્યા હોય અને પૌઆ ના ખાધા તો તમે શુ ખાધું. અહીંના પૌંઆ ખાવામાં તો સ્વાદિષ્ટ છે જ, સાથે સાથે હેલ્થી પણ છે. તો જતા જતા તમને કહી દઇએ કે ઇન્દોર જાઓ તો તમારે આ દુકાનમાં પૌઆનો સ્વાદ કરવો જોઈએ.