આમ તો ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે. અને એ માટે ઘણા ટીવી અને ફિલ્મી જગતના સ્ટાર જાહેરાત પણ કરે છે. શું તો એ પણ સ્મોકિંગ નથી કરતા? સાચું? જો જાહેરાત કરવાના પૈસા મળે એટલે કોઇપણ ચીજ વહેંચવા માટે બીગ સ્ટાર તૈયાર થઇ જાય છે!!
આ ધુમ્રપાનની વાત નીકળી છે તો એ પણ કહી શકીએ કે પુરૂષ કે મહિલા બંને ધુમ્રપાન કરવાના આદિ હોય શકે છે. એમાં ઘણી અભિનેત્રીઓ પણ સામેલ છે. એક બાજુ ફિલ્મમાં ધુમ્રપાન કરતા સીન બતાવવામાં આવે છે અને ફરી નીચે ‘વોર્નિંગ લેબલ’ પણ લખેલી આવે છે. એટલે એવું કહી શકીએ કે તમે જો સ્વાસ્થ્યની ચિંતા સાઈડ પર રાખીને ધુમ્રપાન કરવા માંગતા હોય તો આ સીન તમારા માટે ઓકે છે.
તમને એ પણ જણાવી દઈએ કે કેવી કઈ અભિનેત્રીઓ છે, જે આજે પણ સિગારેટની પીવાની જબરી દીવાની છે અને તે ઘણીવાર એ સિગારેટ પીતી પણ દેખાઈ ચુકી છે. સાથે મોટા સ્ટારની લાઈફમાં તો સિગારેટ અને શરાબનું સેવન એ ‘લાઈફ સ્ટાઈલ’ બની ચુકી છે. તો જોઈએ સિગારેટ પીતી હિરોઈનની યાદી…
પ્રિયંકા ચોપરા
હમણાં જ આ તસવીર સોશિયલ મીડિયા પર બહુ વાઈરલ થઇ હતી, જેમાં પ્રિયંકા સિગારેટ પીતી દેખાઈ રહી છે, જેને કારણે એ બહુ ટ્રોલ પણ થઇ હતી. પ્રિયંકાની સાથે તેનો પતિ નીક અને પ્રિયંકાની મધર માધુર ચોપરા પણ સિગારેટ પીતી નજરે પડી હતી. આ પરથી કહી શકાય કે, સ્મોકિંગ બંધ કરવા માટેના જેટલા પ્રોગ્રામ થયા તે આ અભિનેત્રીના મોઢે સાંભળવા સારા ન લાગે!!
માહિરા ખાન
પાકિસ્તાની ઇન્ડ.ની આ અભિનેત્રી પણ સિગારેટ પીતી હોય એ રીતે જોવા મળી હતી. તમને આ અભિનેત્રીની ‘રઈશ’ ફિલ્મ યાદ હશે. બસ, આ એજ અભિનેત્રી છે. માહિરા ખાન – રણબીર કપૂર સાથે સિગારેટ પી રહી હોય એવી તસવીર પણ વાઈરલ થઇ હતી. એટલે આ બંને પણ સ્મોકિંગ વિરુદ્ધ કાંઈ કહી શકે એમ નથી.
સુષ્મિતા સેન
એક સમયમાં આ અભિનેત્રી બહુ ચર્ચામાં હતી. જો કે આ અભિનેત્રીના બહુ ઓછા ફિલ્મો આવ્યા છે પણ તેની એક્ટિંગને લઈને તેને સારી ચાહના મળી હતી. જુઓ, આ તસવીર જેમાં સુષ્મિતા સેન પણ સિગારેટ પી રહી છે અને એ પણ સ્મોકિંગ માટે કોઈ કેમ્પેઈન કરે તો તેની વાત માનવી કે નહીં એ વિચારવા જેવું છે.
મનીષા કોઈરાલા
મનીષા તેની અદાકારી માટે બહુ જાણીતી છે પણ અત્યારે તેને ફિલ્મ મળવી મુશ્કેલ છે અને અત્યારે એ શું કરી રહી છે એ બહુ ઓછા લોકો જાણે છે. પણ મનીષા કોઈરાલાની સિગારેટ સાથેની ફોટો વાઈરલ થઇ ચુકી હતી અને તે પબ્લિક પ્લેસ પર સિગારેટ પીવાની મજા માણતી દેખાઈ હતી. ‘નો સ્મોકિંગ’ માટે મનીષા પણ લોકોને એક શબ્દ પણ સમજાવી શકે એમ નથી.
સારા ખાન
ટીવી સીરીયલ પડદે કામ કરનાર સારા ખાનની પણ સિગારેટ સાથેની તસવીર વાઈરલ થઇ હતી. જેમાં એ સિગારેટ પીતી નજરે પડે છે અને સિગારેટ હાથમાં હોય એ રીતે ફોટો ક્લિક કરાવ્યો હતો. મતલબ કે, સારા ખાન પણ ‘નો સ્મોકિંગ’ કેમ્પેઈન કરે તો સાચું માનવું અધરું થઇ જાય.
અહીં જેટલી સ્ટાર અભિનેત્રીઓના નામ જણાવ્યા છે એની તસ્વીરો પણ પોસ્ટ કરવામાં આવી છે એટલે બધાને આ વાત પર વિશ્વાસ આવે. તો હવે તમે જ નક્કી કરો લો કે, સ્મોકિંગ કરવું જોઈએ કે નહીં? કારણ કે આટલી અભિનેત્રીઓએ તો સાચું અને ખોટું બંને એકસાથે સમજાવ્યું છે, જેમાં પબ્લિકને કાંઈ દિમાગમાં સમજાયું નથી.
જો તમને તમારા સ્વાસ્થ્યની સહેજ પણ ફિકર હોય તો સ્મોકિંગને બંધ કરવાને બદલે ઓછું કરી શકો છો. આ એકમાત્ર એવો રસ્તો છે જેને તમે ખુદ જ કોઈની સલાહ લીધા વગર ફોલો કરી શકો છો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel