ભારતમાં આયુર્વેદ સદીઓથી ચાલ્યું આવ્યું છે અને તેમાં પણ આયુર્દેવચાર્યોએ દુનિયાને ઘણું નવું આપ્યું છે. આયુર્વેદને ભારતની એક પરંપરા તરીકે ઓળખવામાં આવે છે. જટિલ અને કઠીન રોગોની દવાવ પણ આયુર્વેદ પદ્ધતિમાં મળી રહે છે. આજ દુનિયા જ્યારે મેડીકલ ક્ષેત્રે બહુ આગળ વધીને ગગનચુંબ સફળતા મેળવી રહી છે, તેમાં આયુર્વેદનો પણ ફાળો છે.
આજના આર્ટિકલમાં એવી જ આયુર્વેદને લગતી માહિતી જણાવવામાં આવી છે, જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળશે. જો તમે પણ બદલતા મૌસમ અને વાયરસથી પરેશાન થઇ રહ્યાં હોય તો આર્ટિકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં. ઉપરાંત જે વ્યક્તિ વારેવારે બીમાર થઇ જતું હોય એવા લોકો માટે પણ આ આર્ટિકલ બહુ જ કામ આવશે.
આયુર્વેદ ઉપચાર દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિને બુસ્ટ કરી શકાય છે અને સ્વાસ્થ્યમાં સુધાર કરી શકાય છે. ચાલો, વધુ વિસ્તૃત માહિતી જાણીએ આયુર્વેદિક પદ્ધતિના ઉપચારની, જેનાથી ઘેર બેઠા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે.
1. ગરમ પાણીનું સેવન :
ગરમ કોઈ પણ ખાદ્યચીજમાં વાયરસ કે બેક્ટેરિયા જીવિત રહી શકતા નથી. એમાં ગરમ પાણી પણ શામેલ છે. એટલે તો ઘણીવાર ડોક્ટર ગરમ પાણી પીવાની સલાહ આપતા હોય છે. તમને એ પણ જણાવી દઈએ કે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગરમ પાણી અકસીર ઈલાજ છે. ગરમ પાણીનું નિયમિત સેવન અનેક બીમારીથી બચાવી શકે છે. સવારે ઉઠતાની સાથે અથવા રાત્રે સુતા પહેલા ગરમ પાણીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હિતાવહ રહે છે.
2. હળદરવાળું દૂધ :
માત્ર શરદી થાય ત્યારે જ નહીં પણ હળદરવાળું દૂધ કાયમ માટે પીવામાં આવે તો પણ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કારણ કે હળદરમાં કુદરતી એન્ટીબાયોટીક દવા જેવા ગુણ રહેલા છે જેને કારણે શરીરમાં અન્ય બીમારી સામે રક્ષણ મેળવી શકાય છે. આમ તો હળદરવાળું દૂધએ શરદી માટેની અકસીર દવા ગણવામાં આવે છે, જેનાથી શરદીમાં જલ્દીથી રાહત મળે છે. અવાજ બેસી ગયો હોય એ માટે પણ હળદરવાળા દૂધને પીવામાં આવે તો સમસ્યામાંથી જલ્દી રાહત મળે છે. તો નિયમિત હળદરવાળું દૂધ પીવું પણ સ્વાસ્થ્યને સારું રાખવામાં માટે ઉત્તમ ગણવામાં આવે છે.
3. લવિંગ પાઉડર :
ગળાને લગતી કોઇપણ સમસ્યામાં લવિંગ જલ્દીથી રાહત આપી શકે છે. તેમજ ઠંડા મૌસમમાં લવિંગને શરદી દૂર કરવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. એક અન્ય ઉપાય એ પણ છે કે લવિંગના પાઉડરની નાસ લેવાથી પણ શ્વાસનળીમાં રાહત મળે છે અને બંધનાકમાં રાહત મળે છે તેમજ શરદીને જલ્દીથી દૂર ભગાવી શકાય છે. નવજાત શિશુને સહેજ માત્રામાં લવિંગ પાઉડર સુંઘાડીને શરદીમાં રાહત આપી શકાય છે. તમે ઈચ્છો તો ગરમ પાણીમાં લવિંગ પાઉડર ઉમેરીને પણ નાસ લઇ શકો છો અને શરદી સામે રક્ષણ મેળવી શકો છો.
4. ઉકાળાનું સેવન :
આયુર્વેદ પદ્ધતિમાં સામાન્ય રીતે રસોડામાં વપરાતા તેજાનાને ઔષધ માનવામાં આવે છે અને એવી જ રીતે આ વસ્તુઓ દવા તરીકે પણ ઉપયોગી છે. ઘરમાં વપરાતા તેજાનામાંથી બનાવેલ ઉકાળો શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે. જેમાં તુલસી, તીખા, આદુ, સુંઠ, લવિંગ, અજમો, હળદર વગેરેનો ઉપયોગ કરી શકાય છે. લીંબુના રસને પણ સહેજ માત્રામાં ઉકાળામાં ઉમેરીને પી શકાય છે. આ ઉકાળાને ગરમ જ પીવો જોઈએ અને નિયમિતપણે પણ સેવન કરી શકાય છે.
5. લસણ કળી :
લસણને આયુર્વેદમાં દવા ગણવામાં આવે છે. લોહીના બંધારણને સુધારવા માટે તેમજ રક્તવાહિનીઓમાંથી વહેલા લોહીના પ્રવાહને નિયમિત રાખવા માટે લસણ બહુ જ ઉપયોગી છે. લસણમાં રહેલ એસીલીન એસીડ બીમારીઓને દૂર કરે છે સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. નિયમિત લસણની એક કળી ચાવવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે.
6. પાલક :
પાલક વિટામીન તેમજ શરીરને ઉપયોગી એવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડેંટ પેટમાંથી નકામો કચરો દૂર કરે છે અને ધીમી ધીમે શરીરની પાચનશક્તિને મજબુત બનાવે છે પરિણામે શરીરના સ્વાસ્થ્યને સાચવી શકાય છે. ખાસ કરીને ઠંડીની મૌસમમાં જો પાલક ખાવામાં આવે તો વધારે ફાયદો થાય છે.
7. આદુ :
આદુ કુદરતી સુગંધથી ભરપૂર હોય છે અને આદુમાં રહેલી તીખાશ શરીરમાં રહેલા વાયરસ સામે લડીને તાવ-શરદીમાં રક્ષણ આપી શકે છે. જો તમે ચા પીવાના શોખીન હોય તો આદુવાળી ચા પી ને પણ સ્વસ્થ રહી શકાય છે. આદુને નિયમિતપણે ખાવામાં આવે તો પણ ઘણો જ ફાયદો થાય છે.
8. ગીલોય :
ગીલોયને ‘અમૃતા’ના નામથી પણ ઓળખવામાં આવે છે. ગીલોય સંપૂર્ણ આયુર્વેદિક દવા છે અને ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની સચોટ દવા! તો ગીલોયના ઉપયોગ દ્વારા પણ શરીરને કાયમ માટે સ્વસ્થ રાખી શકાય છે.
અહીં જણાવેલ બધા જ ઉપચાર તમે ઘેર બેઠા અજમાવી શકો છો અને બહુ ખર્ચાળ પણ નથી, તો તમે પણ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા ઇચ્છતા હોય અથવા કાયમ માટે સ્વસ્થ રહેવા ઇચ્છતા હોય તો આ ઘરેલું ઉપચારને અજમાવવાનું ભૂલશો નહીં.
જો તમે આ આર્ટિકલની માહિતી પસંદ આવી હોય તો તમારા નજીકના મિત્રો સાથે આ માહિતીને શેયર કરવાનું ભૂલશો નહીં. આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.
#Author : Ravi Gohel