આ છે ભારતના સૌથી મોંઘા વેડિંગ વેન્યુ, જાણો શું છે તેમાં સૌથી ખાસ 

લગ્નનો દિવસ દરેક વ્યક્તિ માટે ખૂબ જ ખાસ હોય છે.  તેમના જીવનમાં આ ક્ષણ નો ઇંતજાર લોકો ઘણા વર્ષોથી કરે છે. જેને યાદગાર બનાવવા માટે દરેક વ્યક્તિ પોતાનાથી થતી દરેક કોશિશ કરે છે. પહેલાના સમયમાં લગભગ લગ્ન ઘરે જતા હતા પરંતુ હવે લોકો પોતાના લગ્ન માટે એક સારા લોકેશન ની શોધમાં રહે છે. જ્યાં તેમના લગ્નની દરેક ઇવેન્ટ એટલે લાઈફટાઈમ મોમેન્ટ બની જાય. તેથી જ લોકો હવે લગ્ન માટે ડેસ્ટિનેશન વેડિંગનો ઓપ્શન પસંદ કરે છે.

ભારતની અમુક એવી સુંદર જગ્યાઓ છે જ્યાં દરેક સામાન્ય વ્યક્તિ લગ્ન કરી શક્તા નથી. એનું કારણકે તે જગ્યા ખૂબ જ મોંઘી હોય છે.ભારતમાં ઘણા બધા એવા છે જે દુનિયાના સૌથી મોંઘા વેડિંગ વેન્યુ માં સામેલ છે. બોલિવૂડના ઘણા બધા સિતારાઓ અને મોટા બિઝનેસમેન પોતાના લગ્ન માટે આ જગ્યાઓની પસંદગી કરે છે તો આવો જાણીએ કે તે કયા વેડિંગ વેન્યુ છે.

ઉમ્મેદ ભવન, જોધપુર

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં ઉમ્મેદ ભવન દુનિયાનું સૌથી સુંદર લગ્ન કરવા માટેની જગ્યા છે. તે કોઈ આલીશાન મહેલ ની જેમ દેખાય છે. જ્યાં લગ્ન દરમિયાન મહેમાનોનું સ્વાગત ખૂબ જ શાહી રીતથી કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે આ પેલેસને 1928 થી 1943 ની વચ્ચે બનાવવામાં આવ્યો હતો જે ભારતીય વિરાસતનો એક અનોખો નમૂનો છે.

બોલિવૂડની સ્ટાર્સ પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નીક જોનાસ એ આ પેલેસમાં લગ્ન કર્યું હતું અહીં લગ્ન કરવા ની કિંમત 2 કરોડ રૂપિયાથી લઈને 3 કરોડ રૂપિયાની આસપાસ હોય છે. જો તમે કોઈ શાહી વેડિંગ નું સપનું જુઓ છો તો આ જગ્યા તમારી માટે ખૂબ જ યાદગાર સાબિત થશે.

તાજ ફલકનુમા પેલેસ, હૈદરાબાદ

આ ખૂબ જ સુંદર પેલેસ હૈદરાબાદમાં સ્થિત છે જેને બ્રિટિશ સરકારમાં રહેલા સ્તર બાયકર દ્વારા પોતાની માટે રહેવા બનાવ્યું હતું. ત્યારબાદ આ પેલેસને હૈદરાબાદના નિઝામ લોકોને સોંપી દેવામાં આવ્યુ હતું .

આ પેલેસનો ભારતના સૌથી લક્ઝરી પેલેસમાં સમાવેશ થાય છે. ટોલિવૂડ ના ઘણા બધા સેલિબ્રિટિશ પોતાના લગ્ન માટે આ લોકેશન ને પસંદ કરે છે.આ પેલેસમાં લગ્ન કરવા ની કિંમત કરોડોમાં છે. જેના કારણે સામાન્ય લોકો અહીં વેડિંગ લોકેશન કરવાનું વિચારી શકતા નથી કારણ કે તે ખૂબ જ મોંઘી હોય છે.

હોટલ તાજ, મુંબઈ

તાજ હોટલને કોણ નથી ઓળખતું? તે ભારતની સૌથી ફેમસ હોટલો માંથી એક છે. બોલિવૂડ નગરી મુંબઈ માં ઘણા બધા સેલિબ્રિટીસ્ એ પોતાના લગ્ન માટે આ જગ્યાની પસંદ કરી હતી. આલીશાન પ્લેસ ગેટવે ઓફ ઇન્ડિયા ની પાસે અરબ સાગરના કિનારે આવેલ છે.

મુંબઈમાં ઉપસ્થિત આ હોટલ પોતાની લક્ઝરી સર્વિસ માટે ખૂબ જ જાણીતું છે. અહીં એક લગ્નના પ્લાન કરવા ની કિંમત કરોડોમાં છે.

આઈટીસી ગ્રેન્ડ બારાત, ગુરુગ્રામ

અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલ એક ખુબ જ સુંદર જગ્યા ગુરુગ્રામ માં વેડિંગ માટે આલીશાન વેન્યુ છે.તેની ડિઝાઇન ભારતની સુંદર વાસ્તુ કળા ને દર્શાવે છે જેને વર્ષ 1975માં બનાવવામાં આવ્યું હતું. મહેલની જેમ દેખાતી લગ્નની આ જગ્યામાં એક પ્લેટ ભોજન ની કિંમત લગભગ 6 હજાર રૂપિયાની આસપાસ છે.

મોટા મોટા રજવાડાના કારણે રાજસ્થાનમાં ઘણા બધા સુંદર પેલેસ જોવા મળે છે. તેમાંથી એક લીલા પેલેસ પણ છે. અહીં લગ્ન નો પ્લાન કરવા માટે તમારે લગભગ બે કરોડ રૂપિયા સુધીનું બજેટ જોઈશે. હા, પેલેસના એક રૂમ ની કિંમત પણ લગભગ ૨૫ હજાર રૂપિયા સુધી હોય છે. ત્યાં જ પેલેસને શણગારવા માટે લગભગ 25 થી 30 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે.

ગ્રેન્ડ હયાત, ગોવા

ગોવા શહેરની ડેસ્ટિનેશન વેડિંગ માટે ખૂબ જ સુંદર શહેરમાં તેની ગણતરી થાય છે. અહીં પર આવેલ ગ્રાન્ડ હયાત ગોવાના સૌથી મોટા વેડિંગ વેન્યુ માં ગણવામાં આવે છે. જો તમે તમારું લગ્ન દરિયા કિનારે રાખવા માંગો છો તો આ જગ્યા તમારી માટે એકદમ પરફેક્ટ છે. આ હોટલના ભાવ પણ ખુબ વધારે છે. જેના કારણે તેને કોઈ જ એફોર્ડ કરી શકતું નથી.

 જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

image credit- wikimedia.com, bstatic.com, hindirush.com, wedding.com, wedding.net.co, delhi.wedding.net and udaipurblog.com

Leave a Comment