વાહ ભારત વાહ – હવે તો ભારત પણ વિદેશથી કાંઈ કમ નથી. ભારતની પ્રગતી હવે કોઈ રોકી શકે એમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારા દિવસોમાં ભારતને ખુબ ઉંચાઈ સુધી લઇ જશે એ વાત નિશ્ચિત છે. એવું જ એક ઉદાહરણ જોઈએ તો લોકોનો ૨૧ વર્ષનો ઈન્તેજાર ખતમ થયો. હવે આ અમાનત વડાપ્રધાનના હસ્તે ઉદ્દઘાટન થઇ દેશ માટે સોંપી દેવાશે. જેનાથી આસામ અને અરૂણાચલ પ્રદેશને જોડી શકાશે. ચાલો, જાણીએ આ પૂલ વિશેની માહિતી જે છે ભારતની નવું નજરાણું.
જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ભારત પ્રખ્યાત બન્યું એવી રીતે ભારતમાં પ્રથમ વખત ડબલ ડેકર પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રમ્હ્પુત્ર નદી પર ડબલ ડેકર પુલથી બંને રાજ્યના વ્યવહારને જોડી શકાયો છે. સૌથી મહત્વની વાત આ પુલથી ઉતરપૂર્વ સીમા પરના સેનાના જવાનો માટે મોટી સગવડતા છે. ક્રિસમસ નજીક છે ત્યારે આ પુલને લોકો માટે સોંપી દેવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પુલ દેશ માટે સોંપી દેશે.
આ પુલની વિચારણા ૧૯૯૭ માં પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડા દ્વારા કરવામાં આવી હતી. ગુવાહાટીથી અંદાજીત ૪૪૨ કિમી દૂર આ પુલ ૪.૯૪ કિમી લાંબો છે. અહીં દેશની સૌથી મોટી રેલ-રોડ બ્રીજ છે. બે રાજ્યોને જોડવામાં આ પુલ સારો એવો રસ્તો સાબિત થશે. પુલથી બમ્હ્પુત્ર નદીના ઉતર અને દક્ષીણ વિભાગોને એકબીજા સાથે જોડી શકાય છે. આ વિસ્તારમાં વાતાવરણ પણ બહુ તકલીફ ઉભી કરે એવું હોય છે ત્યારે આ પુલને બનાવીને તૈયાર કર્યો એ ભારત દેશનો એક પડકાર હતો. કારણ કે અહીંનો વિસ્તાર ભારે વરસાદી છે. સાથે ભૂકંપની વધુ શક્યતાવાળો આ વિસ્તારમાં રહે છે. છતાં ભારતે દેશનો સૌથી મોટો પૂલ બનાવીને સલામી આપવા જેવું કામ કર્યું છે.
એટલું જ નહીં આ પૂલને ડબલ ડેકર બનાવવામાં આવ્યો છે. ડબલ ડેકર બનાવવામાં ભારતીય રેલવેની મહેનત પણ છે. પૂલની નીચે બે રેલ લાઈન છે અને ઉપરના ભાગે ૩ રોડની લેન છે. આ પૂલ પહેલા ઉતરમાં ધેમાજી અને દક્ષીણમાં ડીબ્રેગઢ જવા ૫૦૦ કિમી જેટલું અંતર રહેતું અને ૩૪ કલાક જેવો સમય લાગતો હતો. જે પૂલ બન્યા પછી માત્ર ૧૦૦ કિમી જેટલું અંતર થયું છે. જે ૩ કલાકમાં પૂર્ણ કરી શકાય છે.
પૂલના નિર્માણમાં ખર્ચ પણ કરોડોના કર્યો છે. ૫૯૨૦ કરોડ જેવો ખર્ચ કરીને સમગ્ર પૂલ તૈયાર કરવામાં આવ્યો છે. શરૂઆતમાં ૧૭૬૭ કરોડ જેટલું અનુમાન હતું બાદ પૂલ તૈયાર કર્યા પછી કુલ ૫૯૨૦ કરોડ જેટલો ખર્ચ થયો. સ્થાનીય લોકોનું કહેવું છે કે, મેડીકલ ઈમરજન્સી વખતે આ પૂલ મદદગાર સાબિત થશે. પહેલા ડીબ્રેગઢ જવા માટે જહાજથી જવું પડતું એ હવે આસાનીથી જઈ શકાશે. તો ૨૧ વર્ષ જેટલો સમય લાગ્યો આ પૂલને સંપૂર્ણ બનાવવામાં પણ આખરે ભારત દેશનો સૌથી મોટો ડબલ ડેકર પૂલ તૈયાર થઇ ગયો.
ભલે ૫૯૨૦ કરોડ જેટલો ખર્ચ થયો પણ એ સાથે સુવિધામાં પણ વધારો થયો. આવનારા સમયમાં પીએમ મોદી ઉદ્દઘાટન કરીને લોકો માટે આ પૂલને ખુલ્લો મુકશે. દેશનું નામ રોશન કરનારા કામ માત્ર એક જ વ્યક્તિ કરી શકે એ છે – “નરેન્દ્ર મોદી.” દુનિયાની અજાયબી સમકક્ષ વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. ૧૯૯૭ના પ્રોજેક્ટને વર્ષ ૨૦૧૮ સુધીમાં કમ્પ્લીટ કરી નાખ્યો. સાથે આ ડબલ ડેકર પૂલ બન્યો દેશનો સૌથી મોટો પૂલ.
અમારા ફેસબુક પેઇઝને લાઈક કરવાનું ભૂલતા નહીં. અહીં તમને તમામ એવું માહિતી મળતી રહેશે. તો યાદ રાખો લાઈક કરવા જેવું માત્ર એક જ પેઇઝ – “ફક્ત ગુજરાતી.”
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohil