ભારતમાં શિયાળા પેહલા પહેલવાની અને કુશ્તી થતી રહે છે. ગામા પહેલવાન અને દારા સિંહ જેવા ઘણા પહેલવાનો એ ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું હતું. બદલતા સમયની સાથે પહેલવાની અને કુશ્તીનું સ્વરૂપ બદલાઈ ગયું છે. જ્યાં પેહલા મલ્લ યુદ્ધ થયા કરતુ હતું, તેના બદલે આજે બોડી બિલ્ડિંગ આવી ગઈ છે.
પેહલા ફક્ત પુરુષ જ પહેલવાની કરતા હતા, પરંતુ આજે સ્ત્રીઓ પણ બોડી બિલ્ડર કરી રહી છે. ભારતની એવી ઘણી મહિલા બોડી બિલ્ડર / મહિલા પહેલવાન છે, જે દેશ વિદેશમાં નામ કમાઇ ચૂકી છે. તો ચાલો જાણીએ ભારતની એવી પ્રખ્યાત મહિલા બોડી બિલ્ડર વિશે.
1. યાશમીન ચૌહાણ
યાશમીન ચૌહાણ ભારતની ટોપ ફીમેલ બોડી બિલ્ડર છે. 40 વર્ષની યાશમીન ગુડગાંવની રેહનાર છે પરંતુ અત્યારે મુંબઈમાં રહે છે. યાશમીન આઈએફબીબી પ્રો કાર્ડ ( IFBB PRO ) જીતી ચૂકી છે. તેણે મિસ ઓલંપિયા 2018 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તે ઘણા બોડી બિલ્ડર મેડલ પણ જીતી ચૂકી છે.
લોકો ટોણા મારતા હતા
યાશમીને ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તેને ઘણીવાર લોકો ટોણા મારતા હતા કે તે પુરુષ જેવી દેખાઈ છે. પરંતુ તે હંમેશા તે કૉમેન્ટને અવગણતી હતી અને ફક્ત તેના કામ, કરિયર અને સખત મહેનત પર જ ધ્યાન આપતી હતી. આજે યાશમીન ભારતની શ્રેષ્ઠ મહિલા ફિટનેસ કોચ અને પ્રોફેશનલ બોડી બિલ્ડરમાંથી એક છે, જે ઘણા હાઈ પ્રોફાઈલ ક્લાયન્ટ્સ અને સેલિબ્રિટીને ટ્રેનિંગ આપે છે.
2. સોનાલી સ્વામી
ભારતની સોનાલી સ્વામી ઇન્ટરનેશનલ ફિટનેસ એથ્લેટ છે. તે પ્રોફેશનલ બોડી બિલ્ડર અને ફિટનેસ કોચ પણ છે. સોનાલીને ડાન્સનો ઘણો શોખ છે અને તે પ્રોફેશનલ ડાન્સર પણ છે. તેણે ફિટનેસ સર્ટિફિકેશન કર્યું અને ફિટનેસમાં કરિયર પણ બનાવ્યું.
ઘણા એવોર્ડ મળી ચૂકયા હતા
સોનાલી સ્વામી એશિયન ચેમ્પિયનશિપ 2016, બોડી પાવર ભારત, મસલમેનિયા ભારત 2014 જેવી ઘણી સ્પર્ધામાં મેડલ જીતી ચૂકી છે. તે હાઉસ વાઇફ પણ છે. કરિયર અને પરિવારમાં બેલેન્સ બનાવીને તેણે આ સફળતા મેળવી છે.
3. શ્વેતા મહેતા
શ્વેતા મહેતા ફિટનેસ મોડલ અને ભારતીય બોડી બિલ્ડર છે. તે જેરલ ક્લાસિક અને વુમન ફિટનેસ મોડલ જેવી સ્પર્ધાઓ પણ જીતી ચૂકી છે. શ્વેતા રોડીઝ સિઝન 15 ની વિજેતા પણ રહી ચૂકી છે.
દુર્ઘટનામાં 7 ફેક્ચર થયા હતા
2019 ની એક દુર્ઘટનામાં શ્વેતાના ગળામાં 7 ફેક્ચર થઈ ગયા હતા અને તેની કરોડરજ્જુના 3 હાડકાઓ પણ તૂટી ગયા હતા. મહિનાઓ સુધી બેડ રેસ્ટ પછી પણ શ્વેતાએ હિંમત હારી નહિ અને ફરીથી પેહલા જેવી ફિટનેસ મેળવી.
4. અંકિતા સિંહ
અંકિતા સિંહ ઉત્તરપ્રદેશની સોનભદ્ર જિલ્લાની રહેવાસી છે. તે સોફ્ટવેર એન્જિનિયર છે. સ્કૂલના દિવસોથી જ તેણે એરોબિકસ ક્લાસ જોઈન કર્યા હતા, જેનાથી તેનો ઝુકાવ ફિટનેસ તરફ ગયો હતો. જાણકારી મુજબ, કોલેજના દિવસોમાં હાર્ટ બ્રેક પછી ડિપ્રેશન દૂર કરવા માટે તેણે જીમ જવાનું શરૂ કર્યું હતું, ત્યારથી જ તેણે ફિટનેસમાં કરિયર બનાવવાનું નક્કી કરી લીધું હતું.
બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન
એશિયન ચેમ્પિયનશિપ 2015, મિસ ઇન્ડિયા 2021, મિસ કર્ણાટક 2018, 2019, 2021 જેવા ઘણા બોડી બિલ્ડર કોમ્પિટિશનમાં ભાગ લઈ ચૂકી છે અને તેને જીતી ચૂકી છે.
5. દીપિકા ચૌધરી
દીપીકા ચૌધરી પ્રોફેશનલ એથ્લેટ બોડી બિલ્ડર અને પાવર લિફ્ટર છે. તેઓ હાલમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી માં ટેકનિકલ ઓફિસર છે.
પેહલી મહિલા IFBB Pro
દીપીકા ચૌધરી ભારતની પહેલી મહિલા IFBB Pro વિજેતા છે. તેણે ઘણા બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન પણ જીત્યા છે. પોતાની બોડીને ટોન કરવામાં 2 વર્ષનો સમય લાગ્યો હતો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team