આપણું ભારત અલગ અલગ સંસ્કૃતિ વાળો દેશ છે. અને તેથી દરેક સંસ્કૃતિના રીતરિવાજ અને પરંપરા પણ અલગ અલગ જોવા મળે છે દરેક વ્યક્તિ પોતાના રીતરિવાજ અને પરંપરા ને તે જ રીતે નિભાવે છે જેવી રીતે વર્ષો પહેલા નિભાવવામાં આવતું હતું પરંતુ તેમાંથી અમુક જૂની પરંપરા ની પાછળ ઘણા બધા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા લાભ પણ છે જે કદાચ લોકો જાણતા નહીં હોય તેમાં નમસ્તે મેડીટેશન હળદરથી ભોજન બનાવવું તાંબાના વાસણમાં પાણી પીવું અને હાથથી જમવું વગેરે સામેલ છે. આજે અમે ભારતની તે વર્ષો જૂની પરંપરા ની પાછળ છુપાયેલા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ આવો જાણીએ આ પરંપરાની પાછળ છુપાયેલા અદભુત સ્વાસ્થ્ય લાભ.
નમસ્તે ભાવનું મહત્વ
હાથ જોડીને બીજા સાથે વાત કરવી તે નમ્રતા અને કૃતજ્ઞતા વ્યક્ત કરનાર એક ભાવ છે.અને તે અભિવાદન કરવા માટે કરવામાં આવે છે જ્યારે આપણે પોતાના હાથની હથેળીઓને નમસ્તે ની મુદ્રામાં જોઈએ છીએ ત્યારે તેને અંજલી મુદ્રા કહેવામાં આવે છે. અંજલી મુદ્રાનો અભ્યાસ નિયમિત રૂપે એકાગ્રતા વધારવા માટે કામ આવે છે અને મનને શાંત કરે છે તથા તણાવ દૂર કરવા માટે પણ મદદરૂપ થાય છે અંજલી મુદ્રા આપણી વિચારની પ્રક્રિયાને અસ્થાયી રૂપે વ્યવસ્થિત કરવાનું કામ કરે છે. એડ્રેનલ અને કફોત્પાદક ગ્રંથીઓના કાર્યને સંતુલિત કરે છે.
મંદિરમાં વાગતી ઘંટડી
પરંપરાગત રૂપથી પૂજાની શરૂઆત માં મંદિરમાં ઘંટડી વગાડવાની હોય છે અને ઘંટડીનો શાંત અવાજ વ્યક્તિનું ધ્યાન કેન્દ્રીત કરવા માટે અને પોતાની જાત સાથે જોડાવા માટે મદદ કરે છે. ઘંટડી નો મધુર અવાજ મસ્તિષ્કની ડાબી અને જમણા ભાગ ની વચ્ચે એક સુમેળ ઊભો કરે છે અને આ અવાજ માનવ શરીરના સાત ચક્રોને સક્રિય કરે છે તે દરેક નકારાત્મક વિચારોને તમારા મસ્તિષ્કમાંથી દૂર કરે છે.
ધ્યાન અથવા મેડિટેશન નું મહત્વ
ધ્યાનનો ઉદ્દેશ્ય અભ્યાસી ની આત્મા અને પરમાત્માની વચ્ચે એકતા પ્રાપ્ત કરવાનો છે ધ્યાન તમારા શરીર મન અને ઇન્દ્રિયો અને શાંત કરે છે ધ્યાન કરવાથી એકાગ્રતા નું સ્તર વધે છે અને તે તમારા ભાવનાત્મક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા સિવાય માથાનો દુખાવો અને અનિદ્રા, સાંધાના દુખાવા, સ્નાયુઓની સમસ્યાને ઓછી કરવા માટે પણ મદદ કરે છે.
હળદરથી ભોજન બનાવવું
હળદરનો ઉપયોગ ભારતમાં પેઢીઓથી કરવામાં આવે છે અને તે એક મસાલો છે અને તેનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ માટે કરવામાં આવે છે તે ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે પરંતુ ઘણી બધી ધાર્મિક વિધિમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે હળદરમાં ઘણા બધા ઔષધીય ગુણ જોવા મળે છે.હળદરમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી એન્ટિ ઓક્સિડન્ટ ની સાથે સાથે કરક્યુમિન નામનું એન્ટિઓક્સિડન્ટ જોવા મળે છે.અને તે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે હૃદયના રોગોનું જોખમ ઓછું કરે છે.
હાથથી જમવું
આંગળીઓની તંત્રિકા આંતરડાના પાચનને વધારો આપે છે અને આયુર્વેદ અનુસાર આપણી પાંચ આંગળીઓ પાંચ તત્વો સમાન છે તેમાં ભૂમિ અગ્નિ આકાશ અને વાયુ વગેરે સામેલ છે તેનાથી શરીરના પાંચ તત્વો જાગૃત થઈ જાય છે અને તેનાથી માત્ર ભૂખ જ નહીં પરંતુ મન પણ તૃપ્ત થાય છે વેદો અનુસાર આપણી આંગળીઓની નકલો ત્રીજી આંખ, હૃદય, ગળું, સૌર નાડી, જાતીય, મૂળ ચક્ર સાથે સંબંધિત છે.તેથી જ હાથથી ભોજન કરતી વખતે સ્પર્શ કરવાથી ચક્ર ઉત્તેજિત થઈ જાય છે અને તેનાથી ઘણા બધા ફાયદા મળે છે.
તાંબાના વાસણમાં પાણી પીવું
કોપર માનવ સ્વાસ્થ્ય માટે એક જરૂરી મિનરલ છે અને તે પાણીમાં ઉપસ્થિત મોલ ફંગસ અને બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુઓને મારી શકે છે. જે શરીરને નુકસાન પહોંચાડે છે તાંબાના વાસણમાં રહેલું પાણી શરીરના પિયજ લેવલને સંતુલિત રાખવા માટે મદદરૂપ થાય છે. તાંબુ એનિમિયા ને રોકવા માટે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડના સ્તરને ઓછું કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team