આ છે ઇન્ડિયાના Top 5 લોકેશન – ચોમાસામાં પાર્ટનર સાથે ફરવા માટે આ બેસ્ટ જગ્યાઓ છે

વરસાદની મૌસમ ચાલી રહી છે અને વરસાદની મૌસમ દિલમાં રોમાન્સ જગાડવા માટેની ખાસ ઋતુ છે. વરસાદ ચાલુ હોય અને પાર્ટનર સાથે એ વરસાદમાં પલળવાની મજા અલગ હોય છે. તમે પણ જો પાર્ટનર સાથે ચોમાસાની સીઝનમાં ફરવા જવા માટેનું વિચારી રહ્યા છો તો આ લેખ તમારી મદદ કરી શકે છે. આજનો લેખ સ્પે. તમારા માટે જ તૈયાર કરેલ છે, જેમાં ઇન્ડિયાના બેસ્ટ મોનસૂન પ્લેસ વિશેની જાણકારી જણાવી છે. આ ઇન્ડિયાના એવા લોકેશન છે જ્યાં તમે પાર્ટનર સાથે જિંદગીની અમુલ્ય ક્ષણોને એન્જોય કરી શકો છો. તો ચાલો, જોઈએ ઇન્ડિયાના મોનસૂન ડેસ્ટીનેશન…,

(૧) કુર્ગ, કર્ણાટક

પશ્ચિમી ઘાટમાં આવેલું કુર્ગ મોનસૂનની સીઝનમાં જોવા અને માણવા લાયક સ્થળ છે. અહીં કોફી, ચા અને મસાલાના ઝાડ વધુ જોવા મળે છે. અહીં મોનસૂનની સીઝન એટલી ખૂબસૂરત હોય છે કે, આ સ્થળને ‘ભારતનું સ્કોટલેન્ડ’ની ઉપમા મળી છે. અહીં કોફી અને મસાલાની ખેતી મોટેપાય થાય છે. કુર્ગ જઈએ ત્યારે ઘણા એવા પર્યટન સ્થળ છે, જે પાર્ટનર સાથેના સાથને યાદગાર બનાવે છે. મંડાલપતી, તિબ્બતી મઠ, કાવેરી નદી, ઈરૂપુ ફોલ, ઇગુથાપા મંદિર, ઓમકારેશ્વર મંદિર, બ્રમ્હાગીરી પહાડી જેવા ઘણા સ્થળો જોવા જેવા છે.

(૨) મુન્નાર, કેરલ

આ જગ્યા પર વિશાળ જગ્યામાં ‘ચા’ ના બગીચા આવેલા છે. ફિલ્મો અને ટીવીમાં જોતા હોય એવા સીન અહીં અનુભવાય છે. મુન્નાર ભારતનું ફેમસ હિલ સ્ટેશન છે. અહીં મસાલાની ખુશ્બુ આવે છે. કારણ કે, અહીં મોટાભાગે મસાલાની જ ખેતી થાય છે. અહીં પર્યટકો માટે હાઉસબોટિંગ બહુ જ પોપ્યુલર છે. આ લોકેશન પણ પાર્ટનર સાથેનો સમય રોમાંસથી ભરપૂર બનાવે એવું છે.

(૩) દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ

સ્વર્ગ જેવી અનુભૂતિ કરવી હોય તો પશ્ચિમ બંગાળના આ લોકેશનની અવશ્ય મુલાકાત લેવી પડે. અહીંનું લોકેશન પર્યટકોને આકર્ષિત કરે એવું છે. આ સ્થળ પણ ચા ના બગીચા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. મોનસૂનની સીઝનમાં આ સ્થળ ખૂબસૂરતીથી છલોછલ થઇ જાય છે. દાર્જિલિંગની આબોહવા પાર્ટનરને જોશથી બાથ ભરવા માટે મજબૂર કરે એવી છે. મોનસૂન સીઝનમાં આ જગ્યા પર ફરવા માટેનો પ્લાન બેસ્ટ રહેશે.

(૪) ગંગટોક, સિક્કિમ

સિક્કિમની રાજધાની અને ખૂબસૂરત શહેર ગંગટોક પ્રવાસીઓએ ખર્ચેલ પૈસા વસૂલ કરી આપે છે. કારણે કે, અહીં ઘણા એવા લોકેશન છે જે એકથી એક ચડિયાતા છે. અહીં પ્રાચીન મહેલ, મંદિર અને અન્ય ઘણા એવા રિસોર્ટ પણ છે જ્યાં ફરવાની મજા જન્નત જેવો અનુભવ કરાવે છે. અહીં એક કંચનજંઘાનું હિલ સ્ટેશન છે, જેનો નજારો એટલો અદ્દભુત છે કે, એક ફોટો ક્લિક કરવાનું મન થઇ જ જાય. મોનસૂન સીઝનમાં ફરવાની મજા વધારી દે એવું આ લોકેશન પાર્ટનર સાથેના પ્રેમમાં વધારો કરશે.

(૫) અંદમાન અને નિકોબાર, દ્વીપસમૂહ

આ લોકેશન બધી ઋતુ માટે અનુકુળ છે. આ જગ્યાની રાજધાની પોર્ટ બ્લેયર છે. અહીંનો સમુદ્ર કિનારો ચમકદાર છે, જે એકદમ શાંતિનો અહેસાસ કરાવતું સ્થળ છે. કુદરતી વાતાવરણ એટલું શાંતિપ્રિય લાગે છે કે, જાણે તમે ખુદ જાત સાથે જીવતા હોય એવો અનુભવ કરાવે છે. મોનસૂન સીઝન પણ અહીં બેસ્ટ હોય છે. પાર્ટનર સાથે નજદીકી વધારી દે એવા આ દ્વીપસમૂહની મુલાકાત અવશ્ય લેવા જેવી છે.

#Author : Ravi Gohel

Leave a Comment