સંગીત જીવનને સૂરીલું બનાવે છે. દરેક વ્યક્તિના દિલમાં ક્યાંકને ક્યાંક સંગીત આનંદ રૂપે વહે જ છે. હજારો ગીતો આપણે જીવન દરમિયાન સાંભળતા રહીએ છીએ. પરંતુ અમુક ખાસ ગીતો, ખાસ અવાજો અને ખાસ શબ્દ રચના એવી હોય છે જે હ્રદયને સ્પર્શી જાય છે અને એ ગીતો ક્યારેક ભૂલાતા નથી. આપણે એવી જ રસપ્રદ વાત કરવાનાં છીએ – એવાં ૧૦ અવાજોની જેમનાં સુરથી, જેમના આવાજથી કરોડો દિલોમાં જીવનનાં આંનદનું નજરાણું રચાયું છે. તો ચાલો, જાણીએ સંગીતના સૂર સમ્રાટોને….
૧. લતા મંગેશકર
નામ વાંચતાની સાથે જ લતાજીનો મીઠડો અવાજ કાનમાં ગુંજવા માંડ્યો હશે. સાચું ને..!! તેનાં અવાજથી કોણ અજાણ હશે? સાક્ષાત્ માં શારદા – સરસ્વતી જેના કંઠમાં બિરાજે છે, અને જે “ભારતની કોયલ” તરીકે ઓળખાય છે એવા લતા મંગેશકરનો અવાજ ભારતીય સંગીત જગતમાં આજે પણ ગુંજે છે. લતાજીએ લગભગ ૫૦,૦૦૦ જેટલાં ગીતો ગાયા છે. જેની ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડે નોંધ લીધી છે. તેઓ દુનિયાની પહેલી એવી મહિલા છે, જેમણે ૩૬ ભાષાઓમાં ગીત ગાયા છે. લતાજીને ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે.
૨. યેસુદાસ
યસુદાસ એક એવું નામ છે જે સંગીત જગતમાં હંમેશા અમર રહેશે. યસુદાસે લગભગ ૮૦,૦૦૦ ગીત જુદી જુદી ભાષાઓમાં ગાયા છે. જેમાં વિદેશી ભાષાઓ પણ શામિલ છે, જેમ કે અંગ્રેજી, અરેબિક, રશિયન અને લેટિન. તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી ૭ વખત સન્માનિત કરાયા છે.
૩. મોહમ્મદ રફી
મોહમ્મદ રફીનો અવાજ કોણ ભૂલી શકે? રફી સાહેબે લગભગ ૨૮,૦૦૦ ગીતો ગાયા છે. તેમણે ૧૧ જુદી જુદી ભાષાઓમાં ગીત ગાયા છે. રફી સાહેબને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. એ સમયમાં લતાજી અને રફી સાહેબની યુગલ જોડી ગીતો માટે ખૂબ જ પ્રસિદ્ધ હતી. અને લગભગ પ્રખ્યાત બનેલ ગીતમાં આ બંનેનો અવાજ સાંભળવા મળ્યો છે.
૪. કિશોર કુમાર
સંગીત અને અભિનય બંનેમાં દમદાર દબદબો ધરાવનાર ઇન્સાન – કિશોર કુમાર ખૂબ પ્રખ્યાત હતા. રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન માટેનો જાણીતો આવાજ એટલે કિશોર કુમાર. તેને લગભગ ૨૦૦૦ ગીતો ગાયા છે. તેમનો અવાજ ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. રમુજી ગાયકની શ્રેણીમાં તેમનો પ્રથમ નંબર હતો. તેમને સિલેક્ટેડ ગીતો લેડીસ વોઈસમાં પણ ગાયેલ છે.
૫. ઉદિત નારાયણ
ઉદિત નારાયણ સંગીત જગતમાં એક જાણીતું નામ છે. તેમણે લગભગ ૨૫,૦૦૦ ગીતો, ૩૬ ભાષાઓમાં ગાયા છે. ઉદિતજીને પદ્મશ્રી અને પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને ૩ વાર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. એકદમ શાંત સ્વાભવનાં ઉદીતજીનાં ગીતોમાં રોમાન્સ છલકી આવે છે.
૬. કુમાર સાનુ
કુમાર સાનુ બોલિવૂડના એક ખ્યાતનામ ગાયકોમાંના એક છે. તેમણે એક જ દિવસમાં ૨૮ ગીતો એક સાથે રેકોર્ડ કરવાનો વિક્રમ સજર્યો છે. જેને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે નોંધ લીધી છે. તેમને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
૭. અલ્કા યાજ્ઞિક
અલ્કા યાજ્ઞિકનો અવાજ કોણ ભૂલી શકે? તેમણે હિંદી ફિલ્મ જગતમાં ઘણા સુપ્રસિદ્ધ ગીતો ગાયા છે. તેમણે લગભગ ૨૫૦૦ ગીતોમાં અવાજ આપ્યો છે. તેમને ૩ વખત રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. સાથે અલ્કાજી એ બધી જ પરિસ્થિતિ અનુરૂપ અવાજમાં લહેકાને છલકાવ્યો છે.
૮. શ્રેયા ઘોષાલ
નવી સંગીત પ્રણાલીમાં શ્રેયા ઘોષાલના ગીતો બધાં જ સાંભળવા ઈચ્છે છે. તેમનો અવાજ કોયલ જેવો છે. નાની ઉંમરમાં શ્રેયા ૪ વખત રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂકી છે. તેમણે ઘણી ભાષાઓમાં ગીત ગાયા છે. રાષ્ટ્રીય પુરસ્કાર તેમને હિંદી, મરાઠી અને બંગાળી ગીતો માટે મળ્યા છે. બહુ જ નાની ઉમર અને ટૂંકા સમયમાં તેમણે બોલીવૂડમાં મોભા ભર્યું સ્થાન મેળવ્યું છે.
૯. સોનુ નિગમ
“કલ હો ના હો” આ ગીતને કોઈ ભૂલી જ ન શકે. આ ગીતમાં જેના અવાજે જીવ નાખ્યો છે એ અવાજ છે એટલે “સોનુ નિગમ”. સોનુ નિગમે ૧૧ ભાષાઓમાં લગભગ ૨૦૦૦ ગીતો ગાયા છે. તેમને “કલ હો ના હો” ફિલ્મના ગીતો માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.
૧૦. અરિજિત સિંઘ
આજકાલ ગીતોમાં કોઈ મશહૂર છે તો એ છે અરિજિત. યુથ જનરેશન તેના ફેન છે. નવી જનરેશન તેમના અવાજને ખૂબ પસંદ કરે છે. લોકો તેમનાં અવાજના દિવાના છે. અત્યારના સમયમાં કદાચ જ કોઈ ગાયક એવો હશે જે અરિજિત સિંઘને ટક્કર આપી શકે. ખૂબ જ નાની ઉંમરમાં અરિજિતે એ મુકામ હાંસલ કર્યું છે જે ઘણાં લોકો માટે સપના જેવું હોય છે.
ભારતીય ફિલ્મ ઇન્ડ. પણ કાંઈ ઓછા તારલાને સાચવીને નથી બેઠી..!!! ઘણાંએ તેના મૂળ વતનથી લઈને મુંબઈ ફિલ્મી દુનિયા સુધીની સફર પૂરી કરી છે અને અમુક માટે હજુ ચાલું છે. એક વાત છે.. આ સુમધુર ગીત – સંગીતની દુનિયાએ જીવવા માટે કંઈક નવું આપ્યું છે. નહીતર આપણે બધા ગીત-સંગીત વગરની દુનિયામાં કેવી રીતે જીવી રહ્યા હોત..!
આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.
લેખક – Payal Joshi
આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.