એવોકાડો વિટામિન અને ખનીજથી ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં તેની ચટણી પણ ઘણી ફાયદાકારક હોય છે. એવોકાડોની ચટણી ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દી માટે પણ ફાયદાકારક છે.
લીલી ચટણી, લસણની ચટણી ઘણી ફાયદાકરક હોય છે, પરંતુ જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ભોજનમા જ તમે કેટલીક હેલ્ધી અને સ્વાદિષ્ટ વસ્તુઓ ઉમેરો. તેનાથી સ્વાસ્થ્ય પણ જળવાય રહેશે સાથેજ બેસ્ટ ટેસ્ટનો આનંદ પણ માણી શકશો.
સામગ્રી –
- એવોકાડો – 1
- કાંદા – 1/2 કપ
- ટામેટા – 1/2 કપ
- લીલા ધાણા – 1/2 કપ
- લીલા મરચા – 2
- લીંબુનો રસ – 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
એવોકાડો ચટણી બનાવવાની રીત –
- ચટણી બનાવવા માટે સૌથી પેહલા એવોકાડોની છાલ કાઢીને તેને વચ્ચેથી કાપી લો.
- તેની ગોઠલી કાઢીને બધી પેસ્ટ કાઢી અલગ કરો.
- હવે કાંદા, ટામેટા અને લીલા મરચાને કાપી લો.
- ત્યારબાદ મિક્સરમાં એવોકાડો, કાંદા, ટામેટા, લીલા મરચા અને મીઠું નાખીને પેસ્ટ બનાવી લો.
- આ તૈયાર પેસ્ટને એક વાટકીમાં નાખો.
- ત્યારબાદ ઉપરથી લીંબુનો રસ નાખી સરખી રીતે મિક્સ કરી લો.
- એવોકાડોની ચટણી બનીને તૈયાર છે, તેને તમે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ એવી એવોકાડો ની સ્વાદિષ્ટ ચટણી, જે ઘણી ફાયદાકારક છે, તો ચાલો જાણીએ તેની રેસીપી”