માણસ પોતાની જિંદગી ના સૌથી સારા અને સુંદર દિવસો ના પળો ની લીસ્ટ બનાવે તો પહેલા નમ્બર પર આવશે સ્કુલ ના એ માસુમ દિવસો. જ્યાં ખભા પર પુસ્તકો નું વજન હતું, ના પ્રેમ માં પડવાની કોઈ હરીફાઈ અને ના તો જીમ્મેદારીઓ ની ચિંતા. જયારે ખુશ થતા હતા ત્યારે હૈયું ભરીને હસતા વગર કોઈ સંકોચે. એ ટીફીન બોક્સ, એ જ્યોમેટ્રી બોક્સ, સ્કુલ બસ જેવી સારી અને કીમતી યાદો બસ યાદો બની ને રહી ગઈ છે.
સ્કુલ બસો માં પીળો રંગ લગાવાની શરુઆત અમેરિકા થી થઇ હતી. સ્કુલ બસ કેવી હોવી જોઈએ આ વાત પર ત્યાં એક કોન્ફ્રેંસ થઇ રહી હતી. ત્યાં ડોક્ટર ફ્રેંક સાઈરે નક્કી કર્યું કે શૂળની બસો માં પીળો રંગ કરશું. ડોક્ટર સાહેબ કોલમ્બિયા યુનીવર્સીટી માં ભણાવતા હતા, બસોના પીળા કલર હોવાના શું શું ફાયદા હોય શકે તે તેમણે પ્રેસ કોન્ફ્રેંસ માં જણાવ્યું. તેમની વાત સાચી લાગી અને બધાયે સમર્થન કર્યું.
ચાલો જાણીએ શું કારણો બતાવ્યા હતા
ડોક્ટર સાહેબે જણાવ્યું કે પીળા રંગ માં એક એવો તત્વ હોય છે કે જો તેની ઉપર કાળા રંગ ની પટ્ટીઓ કે કાળા રંગથી લખાણ થાય તો ભલે કેટલું પણ અંધારું હોય, બધુજ સાફ-સાફ નજર આવશે.
પીળા રંગ ને મનુષ્ય નું મગજ સૌથી સરળ રીતે નોટ કરે છે. પીળા રંગ માં લાલ રંગ કરતા વધુ તાકત છે. તેથી, ડ્રાઇવિંગ દરમિયાન દરેક પરિસ્થિતિમાં પીળો રંગ દેખાશે.
તો હવે તમને ખબર પડી ગઈ કે સ્કુલ બસો કેમ પીળા કલર ની હોય છે. અને જયારે કોઈ આ પ્રશ્ન પૂછે તો લોકોને આ જ્ઞાન આપી શિક્ષિત કરજો…
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI