
મિત્રો, હાલ દેશભરમાં કોરોના એ હાહાકાર મચાવ્યો એવામાં આપણે દરેકે આપણા શરીર ને લગતી દરેક બીમારીઓ થી બચવું ખુબ જ જરૂરી છે. દેશભરમાં હાલ બે ઋતુ જેવું વાતાવરણ ચાલી રહ્યું છે. જેના લીધે વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. કોરોના સામે બચવા અને તંદુરસ્તી માટે રોગ પ્રતિકારક શક્તિ સૌથી અનિવાર્ય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ કોઈપણ પ્રકારની માંદગી કે ઇન્ફેક્શન સામે લડત આપવામાં અવરોધરૂપ બની શકે છે.

હાથ ધરવામાં આવેલા સર્વેમાં એ વાતની સ્પષ્ટતા થઈ છે કે, જમવા સમયે લોકોએ મીઠાનું સેવન યોગ્ય રીતે જ કરવું જોઈએ અને ખાન-પાનમાં મીઠાનો ઘટાડો પણ કરવો જોઈએ. સાથોસાથ રોગપ્રતિકારક શકિત વધારવા માટે વિટામીન-સી યુકત ફળ અને શાકભાજી ખાવા લોકો માટે અત્યંત હિતાવહ છે અને ડોકટરો પણ તેનું સેવન કરવા માટેની સુચનાઓ આપે છે.

વિટામીન-સીનાં સેવનથી લોકોની રોગપ્રતિકારક શકિતમાં અનેકગણો વધારો થાય છે અને ચામડીના થતા રોગોમાં પણ ઘટાડો નજરે પડે છે. સાથો સાથ જે લોકો અનિમિયાથી પીડાતા હોય તેમના માટે સાઈટ્રીક ફ્રુટ અત્યંત લાભદાયી નિવડે છે. હાલના તબકકે લોકો વિટામીન-સીનું મહતમ સેવન કરે તો તેમને કોઈ પ્રકારની બિમારીઓ સ્પર્શશે નહીં તે વાતમાં સહેજ પણ મીન મેક નથી. લોકોએ વિટામીન-સીમાં કયાં ફ્રુટનું સેવન કરવું તે જાણવું અત્યંત જરૂરી છે તો સૌપ્રથમ નારંગીમાં વિટામીન-સીની માત્રા ભરપુર રહેલી છે. નારંગી જયુસ જો કોઈ વ્યકિત તેમનાં નાસ્તામાં તેનું સેવન કરે તો તેમની ઈમ્યુનીટી સિસ્ટમમાં ઘણો ખરો ફેર પડશે અને તેમની રોગપ્રતિકારક શકિતમાં પણ વધારો જોવા મળશે. જયારે લોકો લીંબુનું સેવન કરે તો તે લોકોને માનસિક સ્વસ્થ રાખવા માટે અત્યંત ઉપયોગી નિવડે છે.

એવી જ રીતે કીવી ફ્રુટ એ ફ્રુટ છે જેમાં લોકોને અનેકવિધ પ્રકારનાં સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ પ્રાપ્ત થતા હોય છે. કીવી ફ્રુટમાં વિટામીન-સીનું પ્રમાણ અત્યંત વધુ હોવાથી તેઓને વિટામીન-ઈ અને વિટામીન-કેનો પણ લાભ મળે છે. આ સમયગાળા દરમિયાન લોકો પપૈયાનું સેવન ખુબ વધુ માત્રામાં કરે છે કે જે ચામડીને સ્વસ્થ રાખવા માટે અત્યંત ઉપયોગી છે. જે કોઈ વ્યકિત પપૈયાનું સેવન કરતું હોય તેને ચામડીથી થતા રોગોનાં પ્રમાણમાં અનેકગણો ઘટાડો જોવા મળે છે.

ડોકટરોનું માનવું છે કે, લોકોએ બ્રોકલીનું સેવન કરવું એટલું જ લાભદાયી છે. બ્રોકોલીનાં સેવનથી લોકોના બ્લડપ્રેશરને કાબુમાં રાખવા માટે અત્યંત લાભદાયી અને ઉપયોગી નિવડે છે. સાથોસાથ વિટામીન-સી, વિટામીન-કે તથા પોટેશીયમ ભરપુર માત્રામાં બ્રોકોલીમાં જોવા મળે છે. સૌથી વધુ અકસીર ટમેટાનું જયુસ છે જેમાં વિટામીન-સીની સાથોસાથ અન્ય વિટામીનો પણ ભરપુર માત્રામાં રહેલા છે. જેથી જે લોકો ટમેટા જયુસનું સેવન કરતા હોય તેમનામાં પાચન શકિત, આંખની શકિતમાં ભરપુર વધારો થાય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team