યોગ અને આયુર્વેદના આ 6 નુસખાઓ અજમાવીને વધારો ઇન્યુનીટી તેમજ રહો સ્વસ્થ

કોરોના કાળમાં ઈમ્યુનીટી પાવર કેવી રીતે વધારવો તે બધા જાણવા ઇચ્છે છે સાથેજ તમે સ્વસ્થ કેવી રીતે બનો તે પણ જરૂરી છે. પરંતુ તે વાત સમજવી જરૂરી છે કે ભોજનથી જ રોગ ઉત્પન્ન થાય છે અને તેનાથી દૂર થાય છે. એટલે કે ભોજન જ તમારી રોગ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે અને તે તેને નબળી બનાવે છે. તેથી અમે લાવ્યા છીએ આયુર્વેદની એવી 6 બાબતો જે જાણવી જરૂરી છે. જો તમે આ કરતા નથી તો ભલે વિટામિન સી લેતા રહો અથવા ડ્રાયફ્રૂટ ખાતા રહો તેનાથી કોઈપણ ફરક પડશે નહિ.

1. આયુર્વેદ મુજબ ભોજન પચવું જરૂરી છે. સમયસર પચી જાય તો સમજો કે ઈમ્યૂન સિસ્ટમ પણ યોગ્ય થવા લાગી. આંતરડાને પચવામાં વધારે મેહનત ન કરવી પડે તેથી દાંતનો ભરપૂર ઉપયોગ કરો. એક ટુકડાને ઓછામાં ઓછી 32 વાર ચાવીને પછી ગળો. તેમ પણ કરી શકો છો કે નાના નાના ટુકડા લઈ અને ત્યાં સુધી ચાવો જ્યાં સુધી તે મીઠા લાગે નહિ. 32 દાંત હોય છે તેથી ઓછામાં ઓછી 32 વાર. 32 વાર ચાવવાથી ભોજન સંપૂર્ણ રીતે ચવાઈ ને લાળ સાથે ભળી જશે જે સરળતાથી પચી જાય છે.

2. આયુર્વેદ કહે છે કે જો ભોજનના દોઢ કલાક પછી તમે પાણી પીશો તો હંમેશા નિરોગી બની રહેશો. ભોજન દરમિયાન અથવા તેના પછી પાણી પીવાના ઘણા નુકશાન થાય છે. એટલે ઉચિત માત્રામાં અને ઉચિત સમય પર પાણી પીવું જોઈએ. ઉચિત એટલે સમયસર. પાણીનું કામ ભોજનને પચાવવાનું હોય છે. જો તમે ઓછું પાણી પીધું છે તો તે યોગ્ય નથી અને વધારે પાણી પીઓ છો તે પણ યોગ્ય નથી ઓછું એટલે સરખી માત્રામાં પાણી પીઓ. તમારા શરીરને જ્યારે પાણીની તરસ લાગે ત્યારે પીઓ અને તેટલું પીઓ જેટલી તરસ લાગી હોય. જો તમારા શરીરના તાપમાન મુજબ તમે 4 ડિગ્રી ઓછું અથવા વધારે પાણી પીઓ છો તો તે એક આદર્શ સ્થિતિ છે. પાણી ઘૂટડો ઘૂંટડો પીવું જોઈએ. એક સાથે ખૂબ વધારે પાણી પીવું નહિ.

3. આયુર્વેદ કહે છે કે સૌથી પેહલા ગળ્યું, પછી નમકીન અને છેલ્લે કડવું ખાવું જોઈએ, નહિતર એક સરખુ ભોજન કરો. સૌથી પેહલા રસદાર, વચ્ચે ગાઢ અને છેલ્લે દ્રવ્ય પદાર્થ ગ્રહણ કરવો. જોકે ઘણા નિષ્ણાત માને છે કે ભોજન કરતા પેહલા તીખું એટલા માટે ખાવું જોઈએ કેમકે તેનાથી તમારું પાચનતંત્ર સક્રિય થાય. આયુર્વેદ મુજબ શરૂઆતમાં તીખું ભોજન કર્યા પછી પેટમાં પાચન તત્વ અને એસિડ સક્રિય થાય છે. જેનાથી પાચન તંત્ર ઝડપી થાય છે. ગળી વસ્તુઓમાં કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે જે પાચન પ્રક્રિયાને ધીમી કરે છે તેથી ભોજન કર્યા પછી ગળ્યું ખાવાથી પાચન પ્રક્રિયા સ્વસ્થ રહે છે. ભોજન પછી કેહવાય છે કે હવે કઈક મીઠું ખાઈએ. તે મીઠા પાણીની તરસ દૂર કરે છે.

આયુર્વેદ મુજબ ભોજન પછી ગળ્યું ખાવાથી એસિડની તીવ્રતા ઓછી થઈ જાય છે જેનાથી પેટમાં બળતરા અથવા એસિડિટી થતી નથી. તમારે ગળ્યામાં સફેદ ખાંડ ખાવી જોઈએ નહીં તે નુકશાનકારક છે. તેનાથી બનતી વસ્તુઓનું પણ સેવન કરવું જોઈએ નહીં. તેનાથી મોટાપણું અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાનું જોખમ થઈ શકે છે. તેના બદલે તમારે ઓર્ગેનિક ગોળ ખાવો જોઈએ અથવા ગોળની બનેલ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તમે ઇચ્છો તો બ્રાઉન શુગર અથવા નારીયેળ શુગર નો ઉપયોગ કરી શકો છો.

4. થોડું ભોજન કરતાં લોકોને આરોગ્ય, જીવન, બળ, સુખ, સુંદર સંતાન અને સુંદરતા પ્રાપ્ત થાય છે. એટલે ભોજન ભરપેટ કરવું નહિ ઓછામાં ઓછી એક રોટલીની ભૂખ બાકી રાખો. વધારે ભોજન કરવાના નુકશાન પણ છે. ભોજન ચકલીની જેમ કરો. ભોજન પછી દિવસમાં ચાલવું અને રાત્રે સો ડગલા ચાલીને ડાબી બાજુ સૂવું અથવા વજ્રાસનમાં બેસવાથી ભોજનનું પાચન સારું થાય છે. ભોજનના એક કલાક પછી ગળ્યું દૂધ અને ફળ ખાવાથી ભોજનનું પાચન સારું થાય છે.

5. ભોજનના મેળને સમજો, જેમકે દૂધની સાથે મીઠું, દહીં, છાશ, ખાટી વસ્તુઓ, આમલી, તરબૂચ, ગોળ, નારિયેળ, મૂળા અથવા તેના પાન, તુરીયા, વેલ, કુલથી,રીંગણા,જેકફ્રૂટ અને સંતરા હાનિકારક હોય છે. ચોખા સાથે સિરકા હાનિકારક હોય છે. ઘણા ઓછા લોકો જાણે છે કે પાલકની સાથે પનીર અને દૂધની સાથે ચા પીવાથી નુકશાન થાય છે. આ રીતે ઘણા પ્રકારના મેળ વગરના ભોજન આપણે કરતા રહીએ છીએ જેનાથી અજાણતા જ નુકશાન થતુ રહે છે અને આપણું ઈમ્યૂન સિસ્ટમ પણ નબળું થઈ જાય છે. તેથી એક વાર તમે મેળ વગરના ભોજન વિશે સરખી રીતે જાણી લો.

6. જે રીતે પાણીનું કામ ભોજનને પચાવવા અને વજનને ઘટાડવામાં થાય છે તેવી રીતે હવાનું કામ પણ ભોજનને પચાવીને બહાર કાઢવાનું હોય છે. જો તમે સરખી રીતે શ્વાસ લઈને બહાર છોડી રહ્યા છો ત્યારે ભોજનને પચવામાં વાર લાગશે. જો તમે યોગ્ય રીતે શ્વાસ લઈ શકતા નથી તો પ્રાણાયમનો અભ્યાસ કરો. અનુલોમ વિલોમ કરવાથી ભોજન ઝડપથી પચે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “યોગ અને આયુર્વેદના આ 6 નુસખાઓ અજમાવીને વધારો ઇન્યુનીટી તેમજ રહો સ્વસ્થ”

Leave a Comment