દાઢી વધારવા માટે આ પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ તમારા ભોજન માં કરો.

Image by Pexels from Pixabay

એક સમય હતો જ્યારે દાઢી કઢાવવા માટે વાળંદને પૈસા આપતા હતા, પરંતુ હવે તેણે ફેશનનું રૂપ લઈ લીધું છે, જે યુવાનો દ્વારા ખાસ પસંદ કરવામાં આવી રહ્યું છે અને આ સ્ટાઇલ સ્ટેટમેન્ટ ના ચાલતા હવે દાઢી સેટ કરવા માટે વાળંદને પૈસા આપીએ છીએ. કેમ કે હવે દાઢી રાખવી એક ફેશન બની ગઈ છે તો તેના લીધે કેટલાક પુરુષો હેરાન થઈ ગયા છે. ઘણા પુરુષોની એવી ફરિયાદ હોય છે કે તેની દાઢી પર ઓછા વાળ આવે છે અને તેનો ગ્રોથ વધારવા માટે કોઈ સરળ ઉપાય મળતો નથી.

જો તમે પણ આ વાત થી હેરાન છો તો તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારા ભોજનમાં અમુક વસ્તુઓનો સમાવેશ કરી તમે તમારી દાઢીના વાળનો ગ્રોથ વધારી શકો છો.

તજ.

Image by Steve Buissinne from Pixabay

તજના પોતાના અમુક ફાયદા છે. તે શરીરમાં ગરમી વધારે છે જેનાથી વાળના મૂળ સુધી ઓક્સિજન યુક્ત લોહીના સંચારને વધારવામા મદદ મળે છે. તેનાથી દાઢી ઘાટી અને સારી રીતે પોષિત રહે છે. આમ તો સવારે ભૂખ્યા પેટે મધ અને ગરમ પાણી સાથે આનું સેવન કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કોળાના બીજ.

Image by Free-Photos from Pixabay

છાલ રહિત, મીઠા રહિત કોળાના બીજ ઝિંકથી ભરપુર હોય છે. ઝીંક એક શક્તિશાળી માઇક્રો ન્યુટ્રિયન્ટ હોય છે, જે વાળના વિકાસમાં સૌથી મહત્વ પૂર્ણ ભાગ ભજવે છે. કોળાના બીજ સરળતાથી મળી આવે છે. તેને સૂકા, મીઠા વગરના કે આખા ખાઈ શકાય છે.

પાલક.

Image by Mabel Amber from Pixabay

આપણી મનપસંદ પાંદડા વાળી શાકભાજીના પાલક એક છે. પાલકમાં વિટામિન એ, ફોલિક એસિડ, આયર્ન, વિટામિન સી અને બીટા કેરોટિન ની માત્રા હોય છે. આ બધા ગુણ ત્વચા અને દાઢીને મુલાયમ અને મગજ ને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. તેના ઉપયોગની શ્રેષ્ઠ રીત જ્યુસ રૂપે પીવાની છે કે પછી તમે તેની સ્મુદી પણ બનાવી શકો છો. જો તમે તમારી દાઢીનો ગ્રોથ વધારવા માંગો છો તો દરરોજ એક ગ્લાસ પાલકનું જ્યુસ પીઓ. પાલકનું શાક પણ ફાયદાકારક હોય છે.

ટયુના માછલી.

Image by Kevin Phillips from Pixabay

ટયુના માછલી ઓમેગા ૩ ફેટી એસિડ નીસૌથી મોટી સ્ત્રોતના રૂપે જાણીતી છે. આ એક એવું તત્વ છે જેનું ઉત્પાદન શરીરમાં થતું નથી. ઓમેગા થ્રી ત્વચા અને વાળ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે અને તેનું સારી માત્રામાં સેવન કરવાથી નવા વાળના છિદ્રોને નિર્માણ થાય છે. જો તમે માંસાહારી હોય અને તમારી દાઢીના વાળ વધારવા માંગતા હોય તો તમારા ભોજનમાં ટયુના માછલીનો સમાવેશ જરૂર કરવો. પરંતુ જો તમે શાકાહારી છો તો દાઢીના વાળ વધારવા માટે પાલક અને કોળાના બીજ જેવા શાકાહારી વિકલ્પોની પસંદગી કરી શકો છો.

ઉપરોક્ત વસ્તુઓને ખાવાથી ફક્ત દાઢીના વાળમાં જ વૃદ્ધિ નથી થતી પરંતુ તમારા શરીરને જરૂરી પોષક તત્વો પણ પ્રાપ્ત થાય છે. હવે રાહ જોયા વગર આ તંદુરસ્ત વસ્તુઓનો તમારા ભોજનમાં સમાવેશ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment