ન્યુટ્રીશનથી ભરપુર બદામને સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. તેને રોજ ડાઈટમાં શામિલ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. અખરોટમાં પ્રોટીન અને ફેટ હોઈ છે જે શરીરને કેલ્શિયમ અને આયરન દેવામાં કામ કરે છે.
અમુક સંશોધનકરતાઓનો દાવો છે કે અખરોટ સ્વાસ્થ્યથી જોડાયેલી દરેક સમસ્યાઓને જડથી ખત્મ કરી નાખે છે. વર્ષ ૨૦૧૯માં પેન્સીલવેનિયાના સ્ટેટ યુનિવર્સિટીમાં સંશોધકોએ તેને લઈ સંશોધન કર્યું હતું. આ સંશોધનમાં શોધાર્થીઓએ સૈચુરેટેડ ફેટની જગ્યાએ અખરોટનું સેવન કરતા લોકોનું સ્વાસ્થ્ય વધુ સારું મેળવ્યું.
સંશોધકોનો દાવો હતો કે અખરોટમાં રહેલા અનસૈચુરેટેડ ફેટ બ્લડ પ્રેશરને સંતુલિત કરી હૃદય સંબંધી રોગોને શરીરથી દુર રાખે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અખરોટમાં અલ્ફા લિનોલેનિકએસીડ હોઈ છે જે ઓમેગા-૩ ફૈટી એસીડનો એક પ્રકાર છે. સામાન્ય રીતે તે છોડમાં જોવા મળે છે.
આસિસ્ટન્ટ રિસર્ચ પ્રોફેસર ક્રિસ્ટિઆના પીટરસનના નેતૃત્વમાં પણ તેને લઈ એક શોધ કરવામાં આવી હતી. ક્રિસ્ટિઆના પીટરસનના આ શોધમાં પણ અખરોટને સ્વસ્થ્ય માટે ફાયદાકારક ગણાવી છે. વધુ માં ક્રિસ્ટિઆના પીટરસને જણાવ્યું કે અમે એ જોવા માંગતા હતા કે શું અખરોટ થી આંતરડામાં સુધાર આવવાથી તેની અસર હૃદય રોગ પર પણ પડે છે.
જર્નલ ઓફ ન્યુટ્રીશનમાં પ્રકાશિત એક નવી રીપોર્ટમાં પણ અખરોટને એક હેલ્દી ડાએટ જણાવવામાં આવ્યું છે જે હૃદય અને આંતરડા માટે ખુબ જ સારું હોઈ છે. રોજ ૬૦-૮૦ ગ્રામ અખરોટ ખાવાથી સ્વાસ્થ્યમાં સુધારો આવે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team