શિયાળામાં આ ૫ વસ્તુઓ જરૂર ખાઓ, જે તમારા શરીરને રાખશે અંદરથી ગરમ

Image Source

શિયાળામાં ઠંડીથી બચવા માટે ફકત ગરમ કપડા જ મહત્વના નથી હોતા. આ ઋતુમાં આપણે આપણા ભોજનમાં તેવી વસ્તુનો સમાવેશ કરવો જોઈએ જે શરીરને અંદરથી ગરમ રાખે. અહી અમે તમને જણાવી રહ્યા છીએ ખાવા પીવાની તેવી વસ્તુઓ વિશે જે શરીરમાં ગરમી પહોંચાડવાની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ કામ કરે છે.

 

Image Source

સૂકા મેવા- બદામ, અંજીર સાથે કેટલાક સૂકા મેવા શરીરમાં ગરમી આપે છે તેથી તેને શિયાળાની ઋતુમાં જરૂર ખાવા જોઈએ. તેના સિવાય તમે દૂધમાં ખજૂર નાખીને પણ ખાઈ શકો છો. ખજૂર અને અંજીર કેલ્શિયમ અને આયર્ન થી ભરપૂર હોય છે જે શરીરને કુદરતી રીતે ગરમ રાખે છે. આ ઉપરાંત તે ઉર્જા પણ વધારે છે.


Image Source

ઘી – ઘી મા આયુર્વેદિક ગુણ જોવા મળે છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે, શુદ્ધ ઘી મા અનસૈચ્યુરેટેડ ચરબી હોય છે જે શરીરને ગરમ અને તંદુરસ્ત રાખે છે. તેટલું જ નહીં ઘી શિયાળાની ઋતુમાં થનારી સુસ્તી ને પણ દૂર કરે છે.


Image Source

મૂળયા વાળી શાકભાજી – ગાજર, મૂળા, બટેકા, કાંદા અને લસણ જેવી મૂળયા વાળી શાકભાજીની તાસીર ગરમ હોય છે. આ શાકભાજી ઓ શરીરમાં ધીમે ધીમે પચે છે જેના કારણે શરીરમાં વધારે ગરમી ઉત્પન્ન થાય છે. શરીરને કુદરતી રીતે ગરમ રાખવા માટે તમારા ભોજનમાં વધારે માં વધારે આ શાકભાજી ઓનો સમાવેશ કરો. આ શાકભાજી શરીરને તંદુરસ્ત રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

Image Source

મધ – શિયાળામાં ખાવાની મીઠી વસ્તુઓમાં ખાંડને બદલે મધનો ઉપયોગ કરો. મધ શરીરમાં ખૂબ ગરમી પહોચાડે છે. તેને સલાડ માં ઉપરથી નાખીને પણ ખાઈ શકાય છે. તેમ છતાં ડાયાબિટસના દર્દીને મધનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ.

Image Source

ગરમ મસાલો – રસોઈ બનાવતી વખતે તેમાં લવિંગ, તજ , આદુ અને ચક્રના ફૂલ જેવો ગરમ મસાલો નાખો. આ વસ્તુઓ ફકત ભોજનનો સ્વાદ જ નથી વધારતી પરંતુ શરીરને પણ ગરમ રાખશે. આ મસાલા ની કરી, ચા , કોફી અને સૂપમાં પણ નાખીને ખાઈ શકાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment