ભોજન
આપણે શું ખાઈએ છીએ તેની અસર આપણા આરોગ્ય પર જરૂર પડે છે, પરંતુ આપણે કેવા પ્રકારના વાસણો માં ખાઈ રહ્યા છીએ, તેની અસર પણ આપણા આરોગ્ય અને સ્વભાવ બંને પર જોવા મળે છે.
તેવુ અમે નહિ , આયુર્વેદ કહે છે. ક્યાં ધાતુ માં આપણે ભોજન જમી રહ્યા છીએ. તેની આપણા સ્વાસ્થ્ય પર વિશેષ અસર પડે છે. તો ચાલો તમને એક-એક કરીને બતાવીએ કે સોના, ચાંદી, સ્ટીલ, માટી… કેવા પ્રકારના વાસણો માં ભોજન જમવાથી આરોગ્ય અને સ્વભાવ પર તેની કેવી અસર પડે છે.
1. સોનું
Image source
આયુર્વેદ ના મુજબ સોનું એક ગરમ ધાતુ છે. આમાંથી બનાવેલા પાત્ર માં ખોરાક બનાવી ને કરવાથી શરીર ના આંતરિક અને બહાર એમ બંને ભાગો સખત, બળવાન, તાકાતવાળું અને મજબૂત બને છે. સોનાથી બનેલા વાસણ માં જમવાથી આખો માટે પણ ફાયદાકારક છે. તે આંખોની રોશની વધારે છે.
2. ચાંદી.
Image source
સોનાથી વિપરીત, ચાંદી એક ઠંડી ધાતુ છે. જો તમે ધાતુથી બનેલા આ પાત્રમાં જમો છો, તો આ તમારા શરીર ને આંતરિક ઠંડક પહોંચાડે છે. શરીર ને શાંત રાખે છે તેના પાત્ર માં ખોરાક બનાવી ને કરવાથી મગજ તેજ થાય છે. ચાંદી પણ આંખો માટે ફાયદાકારક છે. એના સિવાય પિત દોષ, કફ અને વાયુદોષ ને નિયંત્રિત કરે છે ચાંદી ના વાસણ માં ખોરાક કરવો.
3. તાંબુ.
Image source
જો તમે તાંબા ના વાસણ માં જમી રહ્યા છો તો , તમને જણાવી દઈએ કે ભોજન કરવા માટે આનાથી સારી કોઈ ધાતુ જ નથી. કેમકે આ તમને એક નહિ, પરંતુ ધણા ફાયદા આપે છે.
તાંબા ના વાસણ માં ભોજન કરવાથીબુદ્ધિ તેજ બને છે. લોહી માં સુધારો આવે છે. રક્તપિત્ત શાંત રહે છે અને ભુખ પણ વધે છે. પરંતુ એક વાત નું ધ્યાન રાખો તાંબા ના વાસણ માં ખાટી વસ્તુઓ ન પીરસવી જોઈએ. કારણ કે ખાટી વસ્તુઓ આ ધાતુ સાથે પ્રતિક્રિયા કરીને ઝેરી બની જાય છે, જે નુકસાન પહોંચાડે છે.
તાંબાના સંદર્ભમાં એક વાત તો દરેક જાણે છે, કે ધાતુ થી બનેલા વાસણ માં રાખેલું પાણી પીવાથી વ્યક્તિ રોગ મુક્ત રહે છે. આવું પાણી પીવાથી લોહી ચોખ્ખું થાય છે, યાદશક્તિ સારી બને છે, યકૃતની સમસ્યા દૂર થાય છે.
આ પાણી શરીરમાં રહેલા ઝેરીલા તત્વો ને નાશ કરે છે જે આપમેળે મોટાપણુ ઓછું કરવા માટે મદદગાર સાબિત થાય છે. પરંતુ માત્ર પાણી જ નહીં , આ પ્રકાર ના વાસણ માં ભોજન કરવું પણ ફાયદાકારક છે. આ વાસણ ભોજન ના પૌષ્ટિક ગુણો ને બનાવી રાખે છે. પરંતુ તાંબા ના વાસણ માં ભૂલ થી પણ દૂધ ન પીવું જોઈએ. આયુર્વેદ ના મત મુજબ આમ કરવાથી શરીર ને નુકસાન થાય છે.
4. પિત્તળ.
Image source
પિત્તળના વાસણમાં ભોજન રાંધવા અને કરવાથી કૃમિ રોગ, કફ અને વાયુજન્ય રોગ થતો નથી. પિત્તળ ના વાસણ માં ભોજન બનાવવાથી માત્ર ૭ ટકા પોષક તત્વો નાશ થઈ જાય છે.
5. લોખંડ
Image source
લોખંડ એટલે આયર્ન …. જો તમે તેમાં ભોજન કરશો તો શરીરને ઘણો આયર્ન મળશે, જે પુષ્કળ એનર્જી મેળવવા માટે ખૂબ જ જરૂરી છે. લોખંડ ના વાસણ માં બનેલા ભોજન કરવાથી શરીર ની શક્તિ વધે છે. આયર્ન શરીરમાં જરૂરી પોષક તત્ત્વોમાં વધારો કરે છે.
આ ઉપરાંત લોખંડ કેટલાય રોગોને નાશ કરે છે. તે શરીર માં સોજા અને પીળાશ પણું નથી થવા દેતું, કમળા ના રોગને નાશ કરે છે અને પોલિયા ના રોગ થી પણ દૂર રાખે છે. પરંતુ લોખંડ ના વાસણ માં ભોજન ન કરવું જોઈએ કેમકે તેમાં ભોજન કરવાથીબુદ્ધિ ઓછી થાય છે અને મગજ નો વિનાશ થાય છે. લોખંડના વાસણમાં દૂધ પીવું સારું છે.
6. સ્ટીલ.
Image source
હવે આ એવી ધાતુ છે જે સામાન્ય રીતે બધા ઘરોમાં વાસણ ના રૂપે જોવા મળે છે. આજકાલ બજાર માં મોટાભાગ ના સ્ટીલ વાસણો ના નામે જોવા મળે છે. સ્ટીલના સંદર્ભમાં દરેક કહે છે કે આવા પ્રકાર ના વાસણ માં ભોજન કરવું નુકશાનકારક છે, પરંતુ તે સાચું નથી.
સ્ટીલ ના વાસણ નુકશાન કારક નથી હોતા કેમકે તે ન તો ગરમ કામ કરે છે અને ન ઠંડુ એટલે આ કોઈ પણ રૂપે નુકશાન નથી કરતું પરંતુ એ પણ સાચું છે કે તેમાં ભોજન બનાવીને અને ખાવાથી શરીર ને કોઈ લાભ નથી થતો, પરંતુ કોઈ નુકશાન પણ નથી પહોંચાડતું.
7. એલ્યુમિનિયમ.
Image source
વાસણો ની શ્રેણી માં એલ્યુમિનિયમ પણ ઘણું પ્રસિદ્ધ છે. આજે પણ ધણા ઘરોમાં આ ધાતુ ના વાસણો મળી જાય છે. એલ્યુમિનિયમ બોકસાઈટ નું બનેલું હોય છે, આમાં બનેલા ભોજન થી શરીર ને ફક્ત નુકશાન થાય છે.
આયુર્વેદ ના મત મુજબ આ આયર્ન અને કેલ્શિયમ ને ચૂસે છે, એટલા માટે આનાથી બનેલા વાસણ નો ઉપયોગ ન કરવો જોઈએ.
એલ્યુમિનિયમ ના બનેલા વાસણ માં ભોજન કરવા થી હાડકા નબળા બને છે, માનસિક રોગો થાય છે, લીવર અને નર્વસ સિસ્ટમ ને નુકશાન પોહચે છે. આની સાથે સાથે કિડની નાશ પામે છે, ટીબી, અસ્થમા, દમ, બાત રોગ, મધુપ્રમેહ જેવા ગંભીર રોગો થાય છે.
એલ્યુમિનિયમ ના નામ પર લોકોના ઘર માં પ્રેશર કુકર સરળતાથી મળી રહે છે. પરંતુ બતાવી દઈએ કે એલ્યુમિનિયમ ના પ્રેશર કુકર માં જમવાનું બનાવવાથી ૮૭ ટકા પોષક તત્વો નાશ પામે છે. તો આ વાત સાફ છે કે આ વાસણ નો ઉપયોગ બંધ કરીદેવો જોઈએ.
8. માટી.
Image source
ઉપર બતાવાયેલા જેટલા પણ વાસણો અને બતાવ્યા, તેમાંથી સૌથી પહેલા કોઈ વાસણ ને પસંદ કરવાની અમે સલાહ આપીએ, તો તે છે માટી ના વાસણ. જી હા…. આજ એક માત્ર એવું વાસણ છે જેમાં ભોજન કરવા થી એક ટકા પણ નુકશાન નથી થતું. ફકત ફાયદ જ ફાયદા મળે છે.
તમને બતાવી દઈએ કે માટી ના વાસણ માં ભોજન બનાવવાથી એવા પોષક તત્વો મળે છે, જે બધા રોગોને શરીર થી દુર રાખે છે. આ વાતને હવે આધુનિક વિજ્ઞાન પણ સાબિત કરી ચૂક્યું છે કે માટીના વાસણમાં ભોજન બનાવવાથી શરીર ના ઘણા પ્રકાર ના રોગ સારા થઈ જાય છે.
આયુર્વેદ ના મતે, જો ભોજન ને પૌષ્ટીક અને સ્વાદિષ્ટ બનાવવું હોય તો તેને ધીમે ધીમે જ પકવવું જોઈએ. માટીના વાસણો માં ભોજન બનાવવામાં સમય થોડો વધુ લાગે છે, પરંતુ તેનાથી સ્વાસ્થ્ય ને સંપૂર્ણ લાભ મળે છે.
દૂધ અને દૂધની બનેલી બનાવટ માટે સૌથી શ્રેષ્ઠ છે માટી ના વાસણ. માટી ના વાસણ માં ભોજન બનાવવાથી પૂરા ૧૦૦ ટકા પોષક તત્વો મળે છે. અને જો માટી ના વાસણ માં ભોજન ખાવામાં આવે તો તેનો જુદોજ સ્વાદ આવે છે.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team