ભારતમાં હનુમાનજીના ઘણા પ્રખ્યાત મંદિરો છે, પરંતુ આજે અમે તમને એક અનોખા મંદિર વિશે માહિતી આપી રહ્યા છીએ. બધાં જાણે છે કે હનુમાનજી બાળ બ્રહ્મચારી છે. પરંતુ છત્તીસગઢ ના આ મંદિરમા હનુમાનજીની સ્ત્રી સ્વરૂપે પૂજા કરવામા આવે છે. આ મંદિર છત્તીસગઢ ના બિલાસપુર શહેરથી ૨૫ કિ.મી દૂર રતનપુરમા આવેલું છે. આ મંદિરમા હનુમાનજીની પુરૂષ સ્વરૂપે નહીં પણ સ્ત્રી સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. આ અનોખા મંદિરની સ્થાપના પાછળની એક દંતકથા પણ ખૂબ જ રસપ્રદ છે.
બિલાસપુર જિલ્લામાં આવેલું છેઆ અનોખુ મંદિર
હા, તમે આ બરાબર વાંચ્યું છેઅને કદાચ, આખા વિશ્વનું આ એકમાત્ર મંદિર હશે કે જ્યાં ભગવાન તરીકે હનુમાનજી ની પૂજા સ્ત્રી સ્વરૂપે કરવામા આવે છે. રતનપુરના ગિરજાબાંધ મા આ મંદિરમા ‘દેવી’ હનુમાનની પ્રતિમા છે. લોકોને આ મંદિર પ્રત્યે ઘણી આસ્થા છે. એવું માનવામાં આવે છે કે જે અહીં પૂજા કરે છે, તેમની મનોકામના પૂર્ણ થાય છે.
આ પ્રતિમા છે હજારો વર્ષ જૂની
આ વિસ્તારમાં સદીઓ થી ગિરજા બાંધ ના હનુમાન મંદિર અસ્તિત્વમાં છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી ની આ પ્રતિમા દસ હજાર વર્ષ જૂની છે. એક દંતકથા મુજબ આ મંદિર નું નિર્માણ પૃથ્વી દેવજુ નામ ના રાજા દ્વારા કરાવવા મા આવ્યું હતું. રાજા પૃથ્વી દેવજુ હનુમાનજી ના પરમ ભક્ત હતા અને તેમણે ઘણા વર્ષો સુધી રતનપુર પર શાસન કર્યું. એવુ માનવામાં આવે છે કે તે રક્તપિત્ત થી ગ્રસ્ત હતો.
રાજા ના સ્વપ્ન મા આવ્યા હતા હનુમાનજી
એવું કહેવામાં આવે છે કે એક રાતે હનુમાનજી રાજાના સ્વપ્નમા આવ્યા અને તેમને આ મંદિર બનાવવાની સૂચના આપી હતી. રાજાએ આ મંદિરનું નિર્માણ શરૂ કર્યુ. જ્યારે મંદિરનુ કામ પૂર્ણ થવાનું હતું ત્યારે રાજાના સ્વપ્નમાહનુમાનજી ફરી આવ્યા અને તેમને મહામાયા કુંડમાથી મૂર્તિ કાઢીને મંદિરમા સ્થાપિત કરવા કહ્યું.
સ્ત્રી સ્વરૂપમા પ્રગટ થઇ હતી મૂર્તિ
રાજાએ હનુમાનજીની સૂચનાનુ પાલન કર્યું અને મૂર્તિને તળાવમાથી બહાર કાઢી. પરંતુ હનુમાનજી આ સ્ત્રી સ્વરૂપની મૂર્તિ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાદ મહામાયા કુંડમાથી નીકળેલી આ મૂર્તિને સંપૂર્ણ વિધિ વિધાન સાથે મંદિરમા સ્થાપિત કરવામાં આવી હતી. આ મૂર્તિ સ્થાપના બાદરાજામાંદગી થી સંપૂર્ણપણે સાજો તહી ગયો હતો.
અહિયાં ની મુલાકાત લેવા માટે નો શ્રેષ્ઠ સમય
આ રતનપુર મા ખૂબ જ ગરમી પડે છે, તેથી શિયાળા દરમિયાન અહીં ની મુલાકાત લેવી જોઈએ. આ સ્થાનની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી માર્ચ મહિના વચ્ચેનો છે. જો તમને આવા ઘણા વધુ વિચિત્ર સ્થળો જોવા માંગતા હોય, તો તમારે એકવાર છત્તીસગઢ ની મુલાકાત જરૂર લેવી જ જોઇએ.
રતનપુર પહોંચવું ખૂબ જ સરળ છે
અહિયાં તમે ખૂબ જ સરળતાથીપહોંચી શકો છો. આ રતનપુર ની નજીકનુ વિમાનમથક રાયપુરનુ સ્વામી વિવેકાનંદ વિમાનમથક છે, જે અહીંથી લગભગ ૧૪૦ કિ.મી દૂર છે. અહીંથી બિલાસપુર સુધી ડાયરેક્ટ ટેક્સીઓ અને બસ સેવાઓ ઉપલબ્ધ છે. ત્યાંથી તમે રતનપુર જવા માટે કેબ પણ લઈ શકો છો. રતનપુર પહોંચવામા એરપોર્ટથી લગભગ પાંચ કલાકનો સમય લાગે છે. બિલાસપુર જંકશન અહિયાં નું સૌથી નજીકનુ રેલ્વે સ્ટેશન છે, જે રતનપુર થી ૨૫ કિ.મી દૂરછે. કેબ્સ અને બસો સ્ટેશનની બહારજ ઉપલબ્ધ હોય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team