ભગવાન જગન્નાથના મંદિરમાં ભગવાન માટે સ્પેશિયલ આ મુજબના વાસણોમાં ૫૬ ભોગ તૈયાર કરવામાં આવે છે, આ વાસણો જોઇને તમે પણ નવો ખર્ચ કરી નાખશો

ભારત દેશને ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ કહેવામાં આવે છે અને આ ભૂમિની વાત બધાથી અનેરી છે. સમગ્ર ભારત દેશમાં અનેક મંદિરો છે, મસ્જીદો છે અને ચર્ચ કે દરગાહો પણ આવેલ છે. એવા સંમિશ્રિત ભારતવર્ષની જેટલી વાતો કરીએ એટલી ઓછી પડે!! આજના લેખમાં ભારતમાં આવેલ પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની અચરજ પમાડે એવી વાત લઈને અમે હાજર છીએ.

ભારતમાં એક કરતા વધારે એવા મંદિરો સ્થિત છે, જે આખી દુનિયામાં ખૂણેખૂણે જાણીતા છે. એવું જ એક મંદિર એટલે કે શ્રીકૃષ્ણના અલગ રૂપના જ્યાં દર્શન થઇ શકે એવું જગન્નાથજીનું મંદિર. આ મંદિરની ભવ્યતા નિહાળવા માટે લોકો દૂરદૂરથી અહીં આવે છે. આ મંદિરના ગર્ભગૃહમાં ત્રણ મૂર્તિઓ છે, બહેન સુભદ્રા, ભાઈ બલરામ અને ભગવાન શ્રીકૃષ્ણની આ મૂર્તિઓના દર્શન કરવાથી પાવન થઇ જવાય છે.

આજના લેખમાં તમને આથી વિશેષ માહિતી જણાવવી છે. આ લેખને સ્પેશિયલ તમારા માટે જ તૈયાર કરવામાં આવ્યો છે. આજના લેખમાં જગન્નાથ મંદિરમાં દરરોજ બનતા પ્રસાદ અને એ પ્રસાદને લગતી રોચક માહિતીની વાત જણાવવાના છીએ તો આ લેખને અંત સુધી વાંચવાનો ભૂલશો નહીં.

ચાર યાત્રાધામમાંનું આ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે પણ એ સાથે અષાઢીબીજના દિવસે બનતી લાખો લોકોની પ્રસાદી માટે છે. અહીં લાખો લોકોને પ્રસાદી પીરસવામાં આવે છે પણ સ્વાદ તો એકસરખો જ!! શ્રદ્ધાળુઓની લાંબી ભીડ હોય પણ દરેકના ભાગમાં આવતો પ્રસાદ એકસરખા સ્વાદથી જ ભરપૂર હોય છે.

ખાસ વાત છે આ પ્રસાદની :

આ પ્રસાદની ખાસ વાત એ છે કે સામાન્ય દિવસમાં ૨૦,૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓની પ્રસાદી તૈયાર કરવામાં આવે છે અને તહેવારોના દિવસોમાં યાત્રિકોની સંખ્યામાં વધારો થાય છે ત્યારે આ આંકડો ૧ લાખ સુધી પણ પહોંચી જાય છે. પણ અગત્યની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં પ્રસાદને રાંધીને તૈયાર કરવામાં આવે છે છતાં પણ સ્વાદમાં સહેજ પણ ફેરફાર થતો નથી.

આ રીતે પ્રસાદી બનાવવામાં આવે છે :

જગન્નાથ મંદિરમાં જે પ્રસાદને તૈયાર કરવામાં આવે છે એ ‘પાકશાસ્ત્ર’ મુજબ રાંધવામાં આવે છે. પાકશાસ્ત્રમાં જે ઉલ્લેખ કરેલ છે એ બધી વાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ૫૬ ભોગ બનાવીને પહેલા ભગવાનને પીરસવામાં આવે છે ત્યાર બાદ દર્શનાર્થે આવેલા યાત્રિકોને પીરસવામાં આવે છે.

અહીં પ્રસાદ બનાવવા માટે સ્પેશીયલ વાસણોનો ઉપયોગ થાય છે :

જગન્નાથ મંદિરના રસોડાની અંદર બધા જ વાસણો માટીના હોય છે. માટીના વાસણોની અંદર જ પ્રસાદને રાંધવામાં આવે છે. કૂલડીઓથી લઈને મોટા વાસણો બધું જ માટીનું હોય છે, ભગવાનને ધરવામાં આવતો ભોગ પણ માટીના વાસણોમાં પીરસવામાં આવે છે. આ પરંપરાને વર્ષોથી આ જ રીતે સંભાળીને જે છે એમ જ સ્થિતિમાં રાખીને ફોલો કરવામાં આવે છે. મંદિરના પૂજારી પણ આ રીતને વર્ષોથી જોતા અને ફોલો કરતા આવે છે.

વૈજ્ઞાનિક રીતે પણ જોઈએ તો – માટીના વાસણોમાં રાંધવામાં આવેલ કોઇપણ ખોરાકમાં રહેલા પોષકતત્વો બળી જતા નથી અને રસોઈ પૌષ્ટિક બને છે, જયારે અન્ય કોઇપણ પ્રકારના વાસણોમાં બનાવવામાં આવેલી રસોઈમાં પોષકતત્વો બળી જાય છે.

માટીના વાસણોમાં પ્રસાદ તૈયાર કરવો એ પરંપરા અનાદી કાળથી ચાલી આવે છે અને આજે પણ જગન્નાથ મંદિરના રસોડામાં હજારો લોકોની પ્રસાદી માટીના વાસણોમાં જ બનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથને અતિ પ્રિય છે માટીના વાસણોમાં બનાવેલ ૫૬ જાતના ભોગ.

તમે આ લેખને તમારા મિત્રો સાથે પણ શેયર કરજો જેથી તેને પણ માહિતી મળી રહે. એ સાથે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો. અહીં તમને અવનવી માહિતી મળતી રહેશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment