બદલાયેલા જીવનની સાથે સમસ્યાઓ પણ ઘણી વધી રહી છે. મેદસ્વિતા આ દરેક સમસ્યાઓમાંથી મુખ્ય સમસ્યા છે. મેદસ્વીતા દૂર કરવા માટે લોકો ઘણી દવાનો પ્રયોગ કરે છે. પરંતુ આ દવાઓ વગર તમે બાળપણની રમત થી પણ પોતાનું વજન ઓછું કરી શકો છો. દોરડા કૂદ ને બાળપણમાં ખૂબ શોખથી આપણે રમતા હતા તે સમયે તો માત્ર તમે તેને એક ખેલ સમજતા હશો પરંતુ મોટા થયા બાદ તમે દોરડા કૂદવાનું છોડી દીધું હશે, પરંતુ તમે જાણતા હશો કે દોરડા કૂદવાથી વજન ઓછું થઈ શકે છે. અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે દોરડા કૂદવા એ એક સારી કાર્ડિયો એક્સરસાઈઝ છે. દોરડા કૂદવાથી સ્ટેમીના પણ વધે છે.
સૌથી પહેલા એ જાણવાની જરૂર છે કે દોરડા કૂદવાના શરૂ કરતાં પહેલાં તમારું વજન કેટલું છે. જો તમારું વજન વધારે છે તો તમારે વધુ મહેનત કરવાની જરૂર પડશે જો તમે મહેનત કરશો તો આવશ્યકતા અનુસાર વજન ઓછું કરી શકશો.
જો કોઈ એક ફીટ વ્યક્તિ દોરડા કૂદે છે તો તે એક મિનિટમાં 10 કેલરી બર્ન કરી શકે છે,પરંતુ તમે એ વિચારો છો કે તમે અત્યારે દોરડા કૂદો અને તમારું વજન તેની સાથે જ ઓછું થવાનું શરૂ થઇ જાય તો તેવું થતું નથી. તેના માટે તમારે દોરડા કૂદવાના અમુક નિયમો જરૂર જાણવા પડશે.
પરંતુ તેમાં ઉંમર અને શરીરની ચયાપચયની સાથે સ્વાસ્થ્યની સમસ્યા પણ મહત્વનો ભાગ ભજવે છે. આપણા શરીરને ફિટ રાખવું અને વજન ઉતારવા માટે દોરડા કુદવા ની સાથે સાથે સંતુલિત જમવાનું પણ ખૂબ જરૂરી છે.
દોરડા કૂદવાથી વજનની સાથે હૃદય પણ સ્વસ્થ રહે છે. દરરોજ દોરડા કૂદવાથી હૃદય સંબંધિત બીમારી દૂર થઈ શકે છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થઇ શકે છે.
દોરડા કૂદવાથી ડાયટ વગર આપણે આપણા પેટની ચરબીને ઓછી કરી શકીએ છીએ અને તેની સાથે જ આપણા શરીરનું બેલેન્સ પણ જાળવી રાખે છે.
દોરડા કૂદવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે દોરડા કૂદવાથી શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે અને તેના લીધે આપણે આપણા શરીરને સુડોળ બનાવી શકીએ છીએ. મેદસ્વિતાને કારણે ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે તેને દૂર કરવા માટે પેટની ચરબી ઓછી કરવાની જરૂર હોય છે.
દોરડા કૂદવાથી શરીર સ્ફૂર્તિલું અને ચુસ્ત બને છે અને તેની સાથે જ હાડકાંને મજબૂત બનાવવા માટે પણ સહાયક છે. દરરોજ દોરડા કૂદવાથી તમે તમારા પેટ ઓછું કરી શકો છો અને મેદસ્વીતા ઘટાડવા માં પણ સફળ થઈ શકો છો.
દોરડા કુદવાથી માંસપેશીઓ અને નસો પૂરતા પ્રમાણમાં ફુલે છે. શરીર ના મહત્વના તમામ સ્નાયુઓ ખેંચાવાના લીધે આપણા અવયવો વધુ લચીલા બને છે. બીજી કસરત કરતી વખતે સ્નાયુઓ ખેંચાઈ જવાની કે મરડાઈ જવાની શક્યતા દોરડા કુદવાની ટેવ ધરાવનારાઓને ઓછી રહે છે.
ઘણા લોકો જોગિંગ અને રનિંગ ની જગ્યા પર દોરડા કૂદવાનું વધારે પસંદ કરે છે કારણ કે તેનાથી કેલરી પણ લગભગ વધુ બળે છે અને સાથે સાથે ગોઠણ ઘસાય જવાની કે એવી બીજી કોઈ તકલીફ રહેતી નથી.
તો આજથી જ દોરડા કૂદવાનું શરૂ કરી દો અને આવી અગત્યની માહિતી દરેક સાથે શેર કરજો જેથી દરેકને એની જાણ થાય.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team