લૉકડાઉન દરમિયાન ઘણાં સેલિબ્રિટીઝે તેમનાં સંબંધને ઑફિશ્યલ કર્યા છે. કેટલાકે સાદાઇથી લગ્ન સુધ્ધાં કર્યા છે અને જાહેર નથી કર્યું તો કેટલાકે આ જાહેરાત સોશલ મીડિયા પર કરવાનો નિર્ણય લીધો છે. રાણા દગ્ગુબાતી અને તેની ગર્લફ્રેન્ડ મિહીકા બજાજે આ મહીનાની શરૂઆતમાં પોતાના રિલેશનશીપની જાહેરાત કરી અને ત્યારથી તેમનાં લગ્નની અફવાઓ ઉડવા માંડી. ઘણાંએ કહ્યું કે તેઓ ડિસેમ્બરમાં લગ્ન કરશે પણ લાગે છે કે આ યુગલ હવે બહુ રાહ જોવા નથી માગતું 21મી મેએ સવારે રાણા અને મીહિકાએ રૂપિયો નારિયેળ એટલે કે રોકા સેરિમની કરી લીધી છે.
તેલુગુ સુપરસ્ટાર રાણા દગ્ગુબાતી અને તેની ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ સત્તાવાર રીતે એકબીજાના બની ગયા છે. આ બંનેએ લોકડાઉન દરમિયાન એકબીજા સાથે સગાઈ કરી લીધી છે. ફિલ્મ ‘બાહુબલી’માં ભલ્લાલ દેવનું પાત્ર ભજવનાર અભિનેતાએ પોતાની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આવો એક નજર કરીએ તેના પર..
સગાઈના બંધનમાં બંધાયા રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજ
જેમ તસવીરમાં દેખાય છે તે જોતા લાગે છે કે રાણા અને મિહીકાનાં ઘરમાં ઉજવણી પણ શરૂ થઇ ગઇ છે.રાણાએ આ જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર પણ કરી છે અને આ તસવીરો ઘણું બધું કહી જાય છે. તેમના ચહેરા પરનો આનંદ તો મજાનો છે જ પણ તેમનું ડ્રેસિંગ પણ ઇન્ટ્રેસ્ટિંગ છે. રાણાએ સફેદ દક્ષિણી વસ્ત્રો પહેર્યાં અને મીહિકાએ બ્રાઇટ કલરની સાડી પહેરી છે. આ સાડી ઉપાડા કે કાંજીવરમ હોઇ શકે છે. એક્ટરે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં પણ તસવીર શેર કરીને ‘ઇટ્સ ઑફિશ્યલ’ એમ લખ્યું હતું.
રાણા દગ્ગુબાતીએ પોતાની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા સોનલ ચૌહાણ, પીવી સિંધુ, મોહિત મારવાહ, સાઈના નેહવાલ, શરદ કેલકર, શ્રેયા રેડ્ડી સહિતની અનેક હસ્તીઓએ તેમને અભિનંદન પાઠવવામાં છે.
‘બાહુબલી’ ફેઈમ દગ્ગુબાતીએ ઈન્સ્ટાગ્રામની મદદથી પોતાની ગલફ્રેન્ડ સાથેનો પોતાના સંબંધ સ્વીકાર્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પોતાની ગર્લફ્રેન્ડ સાથેની એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે ‘અને તેણે હા પાડી દીધી….’
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team