શિયાળામાં તમારી ફિટનેસ રૂટિન ને સારી બનાવી રાખવા અને પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિ માં વધતી ઠંડી ના લીધે ઘણા લોકો પોતાની ફિટનેસ રૂટિન માં મોટા ફેરફાર કરે છે તો ઘણા લોકો શિયાળા દરમિયાન ફિટનેસ જ છોડી દે છે. પરંતુ શું શિયાળામાં તમારી ફિટનેસ રૂટીન સારી બનાવી રાખવું ખૂબ જ મુશ્કેલ છે? તેનો જવાબ ધણા લોકો માટે હા અને ઘણા લોકો માટે ના બરાબર હોઈ શકે છે. તેનું સૌથી મોટું કારણ વધતી ઠંડી છે. વધતી ઠંડીને કારણે બહાર જઈને કસરત કરવી ઘણીવાર મુશ્કેલ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે કેટલીક વ્યૂહરચનાઓની સાથે તમારી ફિટનેસ રૂટિન નું પાલન કરો છો તો તમને શિયાળા ની ઋતુમાં પણ કોઈ પ્રકારની તકલીફ થઈ શકતી નથી. જી હા અમે તમને આ લેખમાં જણાવીશું કે તમે ઠંડી દરમિયાન તમારી ફિટનેસ રૂટિન ને કેમ યોગ્ય રીતે ચલાવી શકો છો.
વધારે કપડા પેહરો.
શિયાળા દરમિયાન વધારે કપડા પહેરીને બહાર નીકળવું તમારા માટે અને આપણા બધા માટે એક સલામતીનો વિકલ્પ છે જેમાં આપણે ઠંડીથી પોતાને બચાવી શકીએ છીએ. જો તમે કસરત કરવા માટે બહાર જઈ રહ્યા છો તો જરૂરી છે કે તમે વધુ કપડાં પહેરો, જેથી તમે ઠંડીને સંપૂર્ણપણે રોકી શકો. તમે કસરત પણ સારી રીતે કરી શકો છો અને પોતાને ઠંડીથી પણ બચાવી શકો છો.
ત્વચાની સંભાળ રાખો.
વધતી ઠંડી અને ઠંડી ની ઋતુમાં તમને તમારા સ્વાસ્થ્ય ની સાથે સાથે તમારી ત્વચા ની પણ સંભાળ રાખવી ખૂબ જરૂરી હોય છે. તે એટલા માટે કારણ કે ઠંડી દરમિયાન ચાલનારી હવાઓ ના કારણે તમારી ત્વચા સુકાવા લાગે છે અને ભેજ અદૃશ્ય થવા લાગે છે. તેનાથી બચવા માટે તમે પૂરતા પ્રમાણમાં પાણી પીઓ. જેથી તમે તમારી ત્વચાને નિયમિતપણે મોઇશ્ચરાઇઝ કરી શકો અને તમારે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ અથવા લોશનનો નિયમિતપણે ઉપયોગ કરવો જોઈએ.
પોતાને સારી રીતે વોમૅ-અપ કરો.
કોઈ પણ કસરત થી પેહલા વોમૅ-અપ કરવું તમારા માટે ખૂબ જરૂરી છે. ઠંડીમાં કસરત કરવી તમને પરેશાન પણ કરી શકે છે અને તમને ઈજા થવાનું જોખમ પણ થાય છે. કસરતની પેહલા તમારે વોમૅ-અપ એટલા માટે પણ જરૂરી છે કેમકે આ તમારા સ્નાયુઓ માં લોહી ના પ્રવાહ ને બનાવી રાખે છે અને તમારા શરીર નું તાપમાન વધારે છે.
પેય પદાર્થો પીવા.
તમે જ નહીં પરંતુ શિયાળામાં આપણે બધા ખૂબ ઓછા પાણી અને પીણા પીએ છીએ,
જ્યારે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક હોય છે.જો તમે વર્કઆઉટ કરો છો તો જરૂરી છે કે તમે દરરોજ પૂરતું પાણી પીવો જેથી તમારા શરીર માં પાણી નો અભાવ ન હોય. તેમજ,જો તમે પાણી પી નથી શકતા તો તમે તેના બદલે સ્પોર્ટ્સ પીણું પણ પી શકો છો. આ સાથે જ તમારે વર્કઆઉટ્સની વચ્ચે પણ પાણી પીવાની આદત રાખવી જોઈએ.
વધારે શરીર ગરમ થાય ત્યારે કપડાં ઓછો પહેરવા.
જો તમે વોમૅ-અપ દરમિયાન ખુબ વધુ તમારા શરીર ને ગરમ અનુભવી રહ્યા છો તો તમારે તમારા કપડાની પરત ને ઓછી કરી લેવી જોઈએ. જો શરીર ખુબ વધુ ગરમ થયા પછી તમે કપડા ને ઓછા નથી કરતા તો તમને ડિહાઇડ્રેશન થવાનું પણ જોખમ વધુ છે. તેથી વધુ વોર્મ-અપ કર્યા પછી તમે તમારા કપડાંની પરત ઓછી કરો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team