ઘરેલુ નુસ્ખાથી વાળની લંબાઈ વધારવી ખુબ સરળ હોય છે. બસ તમને જાણ હોવી જોઈએ કે સુંદર, ઘાટા, લાંબા અને મજબૂત વાળ માટે તમારે શું કરવું જોઈએ. આજે અમે તમારા માટે વાળની લંબાઈ વધારવાનો સંપૂર્ણ કુદરતી, સરળ અને અસરકારક ઘરેલુ નુસખા લઈને આવ્યા છીએ. મહત્વની વાત એ છે કે આ નુસખા ની અસર ફક્ત બે અઠવાડિયામાં તમારા વાળને નોંધપાત્ર વિકાસ આપશે સાથેજ તેની મજબૂતી અને ચમક પણ વધારશે.
વાળના વિકાસ માટેનું તેલ બનાવવા માટેની ૩ જરૂરી વસ્તુઓ:
ઘરે હેર ગ્રોથ ઓઈલ બનાવવામાટે તમારે ખૂબ સામાન્ય પરંતુ ૩ હર્બલ વસ્તુઓની જરૂર છે. આ દરેક વસ્તુઓ લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી શકે છે.
- કાંદા
- નારિયેળ તેલ
- કુંવારપાઠુ
ફકત આ ત્રણ વસ્તુઓની સાથેજ તમારે એક હેર ગ્રોથ ઓઈલ તૈયાર કરવાનું છે. જે તમારા વાળને સંપૂર્ણ પોષણ આપશે અને તેનો વિકાસ કરવામાં મદદ કરશે.
સૌથી પહેલા કાંદાનો(ડુંગળીનો) રસ કાઢો:
હેર ગ્રોથ ઓઈલ બનાવવા માટે સૌથી પહેલા કાંદાની છાલ કાઢીને પીસી લો. તમે ઇચ્છો તો મિક્સરમાં પીસી અને છીણી ને પછી પણ તેનું જ્યુસ કાઢી શકો છો. અથવા શક્ય હોય તો જ્યુસરમાં તેનો રસ કાઢી લો. જે રીત તમને સરળ લાગે તેને અપનાવો. તમારે તાજા કાંદાનું જ્યુસ જોઈએ.
હવે એલોવેરાનો વારો:
હવે તમે એલોવેરાના પાન લઈને તેને નાના નાના ટુકડામાં કાપી લો. તે ટુકડા ખૂબ મોટા અથવા ખૂબ નાના હોવા જોઈએ નહિ. પરંતુ તેને શાકભાજીની જેમ કાપી લો. જેથી તેનો પલ્પ સરળતાથી કાઢી શકીએ. દરેક વસ્તુઓ એટલી માત્રામાં લેવી જેટલું તેલ તમે બનાવીને સ્ટોર કરવા ઈચ્છતા હોય. જોકે અમે સલાહ આપીશું કે તમે દર બે અઠવાડિયા પછી નવું તેલ બનાવી લો.
હવે એક વાસણમાં નારિયેળ તેલ લઈને તેને ગરમ કરવા માટે રાખો. નારિયેળ તેલની માત્રા એટલી હોવી જોઈએ કે તેમાં એલોવેરા યોગ્ય રીતે ડૂબી જાય અને સારી રીતે પકાવી શકીએ. જ્યારે એલોવેરા તેલમાં સંપૂર્ણ રીતે રંધાઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો અને તેલને ઠંડુ થવા દો.
આ છે આગળની રીત:
હવે ઠંડા થઈ ચૂકેલા તેલને ગાળી લો અને પછી સ્પ્રે બોટલમાં ભરી લો. સ્પ્રે બોટલ તમને બજારમાં સરળતાથી મળી શકે છે. હવે તેમાં પેહલાથી તૈયાર કરેલો કાંદાનો રસ ઉમેરી દો. બંનેને યોગ્ય રીતે હલાવીને મિશ્રણ તૈયાર કરો. તમારુ ખૂબ સરળ અને સંપૂર્ણ રીતે કાર્બનિક હેર ગ્રોથ ઓઈલ તૈયાર છે.
હવે તમે અઠવાડિયામાં બે વાર આ તેલને તમારા વાળ પર લગાવો. શેમ્પૂ કર્યા પહેલા ઓછામાં ઓછી ૩૦થી ૪૦મિનિટ આ તેલથી તમારા વાળના મૂળ અને છેડે યોગ્ય રીતે મસાજ કરો. ત્યારબાદ તમારા મનપસંદ કોઈપણ હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો.
વાળને આ રીતે સૂકવો:
ધ્યાન રહે કે આ રીતને અપનાવ્યા પછી વાળને કુદરતી રીતે સુકાવા દો. હેર ડ્રાયરના ઉપયોગથી બચવુ. કેમકે તેનાથી વાળ ખરાબ થાય છે અને વાળમાંથી મળતું તેલ ડ્રાયરની ગરમીને કારણે તેની અસર બતાવી શકશે નહિ,તેથી વાળને કુદરતી રીતે સુકાવા દો.
તમે ઉનાળાની ઋતુમાં આ રીતનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ વાર પણ કરી શકો છો. કેમકે ઉનાળાની ઋતુમાં આપણે લોકો શિયાળાની ઋતુ કરતા આપણા વાળને વધારે ધોઈએ છીએ. તેથી તમે સારા પરિણામ માટે અઠવાડિયામાં ત્રણવાર પણ આ તેલનો ઉપયોગ કરી શકો છો. સમયની અછત હોય તો અઠવાડિયામાં બે વાર જરૂર ઉપયોગ કરો, ત્યારે તમને મનપસંદ પરિણામ મળી શકશે અને વાળની લંબાઈ દેખાશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.